આ 3 વસ્તુને રસોઈમાંથી કાઢવી છે જરૂરી, જેનાથી નપુસંકતા, હાર્ટ બ્લોકેજ જેવી થાય છે 148 જાતની બીમારી
વર્તમાન સમયમાં બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. જેમા માટે ઘણા કારણો જવાબદાર છે. લોકોનો શારીરિક શ્રમ ઘટ્યો છે. ઉપરાંત ભાગદોડ ભરી લાઈફ સ્ટાઈલમા કારણે ઉંઘના સમયમાં પણ ફેરફાર થયા છે, લોકો પુરતો આરામ લઈ રહ્યા નથી. આ ઉપરાંત બહારનું ખાવાની લોકોને વધુ આદત પજી ગઈ છે, બજારમાં મળતી બધી વસ્તુઓ આરોગ્યપ્રદ હોતી નથી.

આ ઉપરાંત આપણ રસોડામાં પણ એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે હેલ્દી માનીને ખાઈએ છીએ પરંતુ તમે જાણતા નથી કે તમે અજાણતા બીમારીને નોતરૂ આપી રહ્યા છો. તો આજે અમે તમને એવી ત્રણ વસ્તુઓ વિશે જણાવીશું જે તામારા સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કારક છે. તો આવો જાણીએ એવી કઈ ત્રણ વસ્તુ છે જેનાથી તમારે દૂર રહેવુ જોઈએ.
/Whitemodernkitchen-GettyImages-1089101352-4eddd67a46984affa521c889b02c5bf1.jpg)
ડાલડાને બદલે તેલનો ઉપયોગ કરો
ડાલડા (વનસ્પતિ ઘી )ને બદલે તેલનો ઉપયોગ કરો. ડાલડા ઘી વનસ્પતિ તેલથી બનાવનારી એક કંપનીનું નામ છે. જે ભારત સહિત પાકિસ્તાન અને દક્ષિણ એશિયામાં સૌથી લાંબા સમય સુધી ચાલેલી સફળ બ્રાન્ડમાંથી એક રહી છે. મગફળીનું તેલ, તલનું તેલ તમારા માટે શ્રેષ્ઠ છે. તમે ઇચ્છો તો સરસવનું તેલ પણ ખાઈ શકો છો અથવા રાઈના તેલનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઉપરાંત તમે નાળિયેર તેલનો ઉપયોગ પણ કરી શકો છો. ભૂલથી પણ સોયાબીન તેલનો ઉપયોગ ન કરો. વનસ્પતિ ઘી તેલમાંથી બનાવવામાં આવે છે. તેલને ઘટ્ટ બનાવવા માટે હાઇડ્રોજનીકૃત કરવામાં આવે છે.

શુદ્ધ દેશી ઘી જેવી બનાવટ અને સ્વાદ બનાવવા માટે હાઇડ્રોજનીકરણ કરવામાં આવે છે, જેનાથી ટ્રાન્સ ફેટી એસિડ્સ વધી જાય છે જે એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલના પ્રમાણ અને હાર્ટ પ્રોબ્લેમ્સને વધારવાનું કામ કરે છે. વનસ્પતિ ઘી બનાવવા માટે સૌથી વધારે ઉપયોગ થનારા તેલ છે. સોયબીનનુ તેલ, તાડનું તેલ, કપાસના બીજનું તેલ અને સરસિયાનું તેલ છે. આ રીતે નિર્મિત વનસ્પતિ ઘી કોલેસ્ટ્રોલને વધારે છે અને તેમા કેલરીના પ્રમાણમાં પણ દેશી ઘી કરતા પણ વધારે હોય છે.
સોયાબીનને માનવ શરીર પચાવી શકતું નથી

સોયાબીન દાળના રૂપમાં કે તેલના રૂપમાં શરીરને ક્યારેય હજમ નથી થતું. આ અંગે રાજીવ દિક્ષિતે પણ ઘણી વાતો કહી છે. સોયાબીનને કોઈપણ સ્થિતિમાં ખાવો શરીર તેને પચાવી શકતું નથી. કારણ કે સોયાબીનને પચાવવા માટે જે એજાઈમ્સ જોઈએ તે આપણા શરીરમાં હોતા નથી. તેમણે આગળ સમજાવ્યું કે સોયાબીનને પચાવવાની શક્તિ ફક્ત ડુકર (સુવર) માં છે. બીજા કોઈમાં નથી. ડુક્કરના પેટમાં એન્ઝાઇમ રચાય છે જે સોયાબીનને પચાવી શકે છે. બીજા કોઈના શરીરમાં આવા એન્જાઈમ જોવા મળતા નથી. ડોકટરો માને છે કે સોયાબીનનો દૈનિક વપરાશ પુરુષો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ખાવાથી પુરુષોમાં જાતીય શક્તિ ઓછી થાય છે. વધુ સોયાબીન ખાવાથી તેમના હોર્મોન્સ, કામવાસના શક્તિ, શુક્રાણુઓની સંખ્યા અને ફળદ્રુપતાના સ્તર પર અસર પડે છે. જો કોઈ પુરુષો ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યો છે, તો તેણે દરરોજ તેના આહારમાં સોયાબીનનું સેવન ન કરવું જોઈએ.
ડોકટરોના મતે, પુરુષોમાં એસ્ટ્રોજન હોર્મોનનું સેવન સોયાબીનની માત્રામાં વધારો કરીને શરૂ થાય છે. આ કિસ્સામાં, તેની અસર તેમની પ્રજનન શક્તિ પર પડી શકે છે. જો તમે શાકાહારી છો, તો તમે સોયાબીનની જગ્યાએ બીજી કેટલીક ચીજો લઈ શકો છો. વર્કઆઉટથી પુરુષો તેમના આહારમાં વધુ દૂધ, દહીં, ચીઝ અને મશરૂમ્સ ઉમેરી શકે છે. આ બધી વસ્તુઓમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. બીજી બાજુ, જો તમે માંસાહારી છો તો તમે ઇંડા, માંસ અને માછલીનો પણ વપરાશ કરી શકો છો.
છેલ્લા 20-25 વર્ષથી આપણા દેશમાં આવ્યુ રિફાઈન તેલ

તમે ક્યારેય વિચાર્યું છે ? કે જે રિફાઈન તેલથી તમે તમારી અને તમારા નાના બાળકોને માલિશ નથી કરી શકતા, જે રિફાઈનને તમે વાળમાં નથી લગાવી શકતા, તો વિચારો આ હાનિકારક રિફાઈન તેલને તમે કેવી રીતે ખાઈ શકો છો. આજથી 50 વર્ષ પહેલા તો કોઈ રિફાઈન તેલ વિશે જાણતુ પણ નહોતું, આ છેલ્લા 20-25 વર્ષથી આપણા દેશમાં આવ્યુ છે.
શરીરનો સૌથી મોટો દુશ્મન રિફાઈન તેલ

શરીરનો સૌથી મોટો દુશ્મન રિફાઈન તેલ છે. હકીકતમાં ખાદ્ય તેલોને રિફાઈન્ડ કરવા માટે અનેક પ્રકારના રસાયણોનો ઉપયોગ થાય છે. કોઈ પણ તેલને રિફાઈન કરવા માટે 6થી 7 પ્રકારના રસાયણ ઉપયોગમાં લેવાય છે. જ્યારે ડબલ ફિલ્ટર્ડ તેલ માટે તો તેની સંખ્યા 12-13 જેટલી થાય છે. આ રસાયણોમાંથી એક પણ રસાયણ ઓર્ગેનિક હોતું નથી. અન્ય રસાયણોની સાથે મળીને તે ઝેરીલા તત્વોનું નિર્માણ કરે છે. જે શરીરમાં કેન્સરકારક તત્વો પેદા કરે છે. જે લોકો દેશમાં રિફાઈન તેલ ખાય છે તેમને હાર્ટ એટેક આવવાની વધુ શંભાવના છે. રિફાઈન તેલ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. દરેક ઉંમરના લોકોએ સરસવનું તેલ અને પુષ્કળ ગાયના ઘીનું સેવન કરવું જોઈએ. તેનાથી ઘૂંટણ અને સાંધાના રોગ પણ નથી થતા.
શું કહે છે રિસર્ચ
આ મુદ્દે કરવામાં આવેલા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે રિફાઈન્ડ ઓઈલની જગ્યાએ પરંપરાગત ખાદ્ય તેલનો ઉપયોગ સરવાળે વધુ સ્વાસ્થ્યવર્ધક હોય છે. કોલેસ્ટ્રોલથી બચવા માટે આપણે જે પ્રકારના રિફાઈન્ડ ઓઈલનો ઉપયોગ કરીએ છીએ તે આપણા શરીરના આંતરિક અંગોમાંથી પ્રાકૃતિક ચીકાશ પણ છીનવી લે છે. જેનાથી શરીરને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સ્કિન માટે ખતરનાક

રિફાઈન્ડ ઓઈલ બનાવવાની પ્રક્રિયામાં જરૂરી ચીકાશ નીકળી જાય છે. જ્યારે તમારી સ્કીન માટે જરૂરી ગ્લો જાળવી રાખવા માટે તે જરૂરી હોય છે. જેનાથી ત્વચામાં ડ્રાયનેસ અને કરચલીઓ વધે છે. એજિંગ પણ ઝડપથી થાય છે.
હાડકાને થાય છે નુકસાન

રિફાઈન્ડ ઓઈલનો લાંબો સમય ઉપયોગ કરતા હાડકાને નુકસાન થાય છે. અનેક રિસર્ચમાં જોવા મળ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી તેનું સેવન કરે છે તેમને ઘૂંટણ અને અન્ય સાંધાના દુ:ખાવા થાય છે. તેનાથી અસ્થિમજ્જાને પણ નુકસાન થાય છે. રિફાઈન્ડ તેલનો ઉપયોગ નુકસાનકારક હોઈ શકે છે કારણ કે રિફાઈનિંગની પ્રક્રિયામાં તેલને ખુબ વધારે તાપમાન પર ગરમ કરાય છે. જેનાથી તેમાં ઝેરી તત્વો પણ પેદા થાય છે. તેનાથી શરીરને જરૂરી એવું ફેટી એસિડ ન મળે. જેનાથી આગળ જઈને સાંધા, ત્વચા અને જરૂરી અન્ય અંગો સંબંધી સમસ્યાઓ પેદા થાય છે. જ્યારે સામાન્ય તેલમાં હાજર ચીકાશ શરીરને જરૂરી ફેટી એસિડ આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત