જોઈને એકવાર તો રડવું આવી જ જશે, ઉત્તરાખંડની દુર્ઘટનામાં પૂરમાં તણાતા મજૂરોનો લાઈવ વીડિયો વાયરલ થયો

ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી પડ્યા બાદ જે દુર્ઘટના ઘટી એનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એ ક્ષણો બતાવવામાં આવી છે કે જ્યારે હિમપ્રપાતને કારણે તપોવન હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટનો નાશ થયો હતો. આ કુદરતી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 30 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 170 થી વધુ લોકો ગુમ છે. હિમપ્રપાતને કારણે મોટી સંખ્યામાં કામદારો ટનલમાં ફસાયા છે.

image source

નોંધપાત્ર વાત એ છે કે ગ્લેશિયર તૂટી પડ્યા બાદ તપોવન પ્રોજેક્ટ પૂરની ઝપેટમાં આવી ગયો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ડેમમાં પુરપાટલ પાણી જઈ રહ્યું છે. આ વીડિયોમાં કામદારોના અવાજો પણ સાંભળી શકાય છે. ઉત્તરાખંડ દુર્ઘટનાના ત્રણ દિવસ બાદ આવેલા આ ભયાનક ફૂટેજમાં કેટલાક લોકો પાણીમાં વહતા પણ જોઇ શકાય છે.

image source

પાણીના પ્રચંડ પ્રવાહથી તપોવન પ્રોજેક્ટનો સંપૂર્ણપણે નાશ થયો છે. આ પ્રોજેક્ટને ઋષિગંગા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ દુર્ઘટનાને કારણે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન પ્રોજેક્ટને પણ ખૂબ હાલાકી વેઠવી પડી છે મોટાભાગના ગુમ થયેલા લોકો બંને પાવર પ્રોજેક્ટના કામદાર છે, રાજ્યમાં સરકાર દ્વારા આ પાવર પ્રોજેક્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે. 520 મેગાવોટની ક્ષમતાવાળા તપોવન હાઇડલ પાવર ડેમ હાલમાં નિર્માણાધીન છે અને તેનું કામ પૂર્ણ થવાનાં આરે હતું ત્યારે જ આ ઘટના ઘટી છે.

image source

આ ઘટના બન્યા બાદ પ્રારંભિક જાણકારીઓના આધાર પર અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે પરંતુ વાસ્તવિક સ્થિતિ શું છે તે જાણવા 5 વૈજ્ઞાનિકોની ટીમ રૈણી ગામ મોકલવામાં આવી છે. આ ટીમ રૈણી ગામમાંથી આંકડાઓ એકત્રિત કરવા લાગી છે પરંતુ હજુ કોઈ પરિણામ સુધી નથી પહોંચી શકાયું. આ સમગ્ર ઘટના પાછળ એક અથવા એકથી વધારે કારણો જવાબદાર હોઈ શકે છે. મોટા ભાગે શિયાળા દરમિયાન બરફ જામેલો અને સખત હોય છે તેથી તેના તૂટવાની સંભાવના ઓછી છે. જ્યારે ગરમી અને ચોમાસા દરમિયાન બરફ ઢીલો પડે છે ત્યારે આ પ્રકારની દુર્ઘટનાની આશંકા વધુ રહે છે. હાલ ગ્લેશિયર્સ પર સંશોધન ચાલી રહ્યું છે પરંતુ ઊંચા ગ્લેશિયર્સ સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. ઉનાળા દરમિયાન વૈજ્ઞાનિકો અનેક ગ્લેશિયર્સ પર જઈને તેમનું મોનિટરિંગ કરતા હોય છે.

image source

ઉલ્લેખનીય છે કે, ગ્લેશિયર અંગેની મોટા ભાગની સૂચના ઉપગ્રહો દ્વારા જે આંકડાઓ મળે તેનાથી જ હાંસલ થાય છે અને જમીની આંકડાઓની ભારે કમી વર્તાતી હોય છે. રવિવારની ઘટનાને લઈ ઉપગ્રહોની તસવીરોનું સંશોધન પણ ચાલુ છે.

image source

આ બધા વચ્ચે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનની ચંદીગઢ સ્થિત સ્નો એન્ડ એવલાન્ચ સ્ટડી ઈસ્ટેબલિસમેન્ટના વૈજ્ઞાનિકોની એક ટીમ ચમોલી પહોંચી છે. આ સંસ્થા એવલાન્ચ એટલે કે હિમપ્રપાત અંગે અભ્યાસ કરે છે અને સેના માટે કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!