UPમાં આજે 18 જિંદગીઓ એવી રીતે ઓલવાઈ ગઈ કે તમે સાંભળીને જ ચોંકી જશો

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં મોટો અકસ્માત થયો છે. અહીં એક સ્મશાનભૂમિમાં છત નીચે પડી ગઈ છે. ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા છે. તાજેતરની માહિતી સુધી આ અકસ્માતમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે.

અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 38 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે.

દિકરાનું પણ મૃત્યુ

image source

આ અકસ્માત ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનના મુરાદનગર વિસ્તારમાં થયો હતો. સામે આવેલી તસવીરોમાંમાં ઘણા લોકો લેન્ટર નીચે દટાયેલા જોવા મળે છે. ગાઝિયાબાદ પોલીસ અને રેસ્ક્યુ ઓપરેશન ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરીમાં શરૂ કરી દીધી છે.

તો બીજી તરફ ઘટનાની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાત્કાલિક રાહત અને કાર્યવાહી કરવા સૂચના આપી છે. તેમણે આ કેસની તપાસ રિપોર્ટ પણ માંગી છે. મળતી માહિતી પ્રમાણે આ તમામ લોકો વરસાદથી બચવા માટે એક છત નીચે ઉભા હતા. જે વ્યક્તિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તેના એક દિકરાનું પણ મૃત્યુ થયુ છે.

વેપારી જયરામનું 65 વર્ષની વયે અવસાન થયુ હતું

image source

તમને જણાવી દઈએ કે સ્મશાન ઘાટ પર મુરાદનગરના ફળના કારોબારી જયરામના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હતા. જયરામનું 65 વર્ષની વયે અવસાન થયુ હતું. અંતિમ સંસ્કાર કરી પરત ફરી રહેલા લોકો દરવાજાની નજીક એક ગેલેરીમાં ઉભા હતા. તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ગેલેરી લગભગ અઢી મહિના અગાઉ જ તૈયાર થઈ હતી. લોકોનો આરોપ છે કે આ ગેલેરી તૈયાર કરવામાં નબળી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોમાં આક્રોશ છે કે ભ્રષ્ટાચારના કારણે આ દુર્ઘટના ઘટી છે.

બે બે લાખની સહાય કરવાની સરકારે કરી જાહેરાત

image source

તો બીજી તરફ NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. વરસાદના કારણે રેસ્ક્યૂમાં મુશ્કેલી આવી રહી છે. મૃતકોમાં 3 લોકોની ઓળખ થઈ ગઈ છે. જેમના નામ યોગેન્દ્ર, બંટી અને ઓંકાર હતા.

આ લોકો સંગમ વિહાર અને મુરાદનગરના રહેવાસી હતા.

 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયાની આર્થિક સહાયના આદેશ આપ્યા છે. સાથે જ મંડલાયુક્ત મેરઠ અને એડીજી મેરઠ ઝોન પાસે ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.

100થી વધુ લોકો ભેગા થયા હતા

image source

દયાનંદ કોલોનીના દયારામનું શનિવાર રાતે બિમારીના કારણે નિધન થયું હતું. રવિવારે મુરાદનગર સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવા માટે 100થી વધુ લોકો ભેગા થયા હતા. વરસાદથી બચવા માટે લોકો ગેલેરી નીચે ભેગા થયા હતા. અચાનક તેની છત પડી ગઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે DM અને SSPને ઘટના પર પહોંચીને રેસ્ક્યૂમાં લાગવાના આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે, પીડિતોને દરેક શક્ય મદદ કરવામાં આવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત