આ ચશ્મા તો જોરદાર હોં બાખી… જેનાથી ઉપાડી શકશો ફોન અને માણી શકશો મ્યૂઝિકની મજા, કિંમત છે સાવ ઓછી, જાણો જલદી

ટેકનોલોજીના આ યુગમાં દરેક વસ્તુ હાઈટેક બનવા લાગી છે. તેવામાં અમેરિકાની એક કંપનીએ તો એવા ચશ્મા બનાવી દીધા છે જેની મદદથી તમારા 3 કામ એક સાથે થઈ જશે અને તમારા હાથ પણ ફ્રી રહેશે. જાણીને નવાઈ લાગશે પરંતુ અમેરિકન ટેક કંપની રેઝરે એક સ્માર્ટ ગ્લાસ એટલે કે ગોગલ્સ લોન્ચ કર્યા છે. જેમાં બિલ્ટ ઈન સ્પીકર, ટક કંસોલ અને બ્લૂ લાઈટ ફિલ્ટર જેવા એડવાન્સ ફીચર્સ આપવામાં આવેલા છે. કંપનીએ આ સ્માર્ટ ગ્લાસને એન્ઝુ નામ આપ્યું છે. આ સ્માર્ટ ગ્લાસને રાઉંડ અને રેક્ટેંગુલર એમ બે અલગ અલગ ડિઝાઈનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. જો કે કલર માટે માત્ર તેમાં એક જ વિકલ્પ છે જે બ્લેક છે. એટલે કે તમને આ ગ્લાસ ફક્ત બ્લેક કલરમાં જ મળશે.

image source

આ ગ્લાસમાં બિલ્ટ ઈન સ્પીકર્સ આપવામાં આવેલા છે. આ સ્પીકર 16એમએમ ડ્રાઈવર્સ સાથે આવે છે. ગ્લાસને ખાસ બ્લૂટૂથની મદદથી કનેક્ટ કરી શકાય છે. જ્યાર બાદ તમે ગ્લાસ પર કોલ પણ અટેંડ કરી શકો છો. આ ઉપરાંત તમે ફક્ત ચશ્મા પહેરી અને મ્યુઝિકની મજા પણ માણી શકો છો. તમે જે ગીત સાંભળતા હશો તેને ગ્લાસની મદદથી જ પોઝ અને પ્લે પણ કરી શકો છો. સાથે જ ગીત બદલી પણ શકો છો.

image source

આ ફીચર્સ જાણી એમ ન માની લેતા કે આ ચશ્મા ફક્ત મનોરંજન અને કોલ રિસીવ કરવાની સુવિધા માટે જ છે. આ ગ્લાસમાં એડવાંસ આઈ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે તેનું પેયર બ્લૂ લાઈટને 35 ટકા સુધી ફિલ્ટર કરે છે. તેના લેંસ અલ્ટ્રાવાયલેટ એ યુવીએ અને અલ્ટ્રાવાયોલેટ બી યુવીબીથી પણ આંખનું રક્ષણ કરે છે.

image source

આ ગ્લાસ તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થયા બાદ વોઈસ આસિસ્ટેંટને પણ કંટ્રોલ કરે છે. કંપનીએ તેમાં બિલ્ટ ઈન રિચાર્જેબલ બેટરી પણ આપી છે. કંપનીના જણાવ્યાનુસાર તે સિંગલ ચાર્જમાં 5 કલાકનું બેકઅપ આપે છે.

image source

આ ગ્લાસને જ્યારે તમે ફોલ્ડ કરીને રાખી દેશો ત્યારે તેમાં પાવર ઓફ થઈ જશે. તે વોટર રેઝિસ્ટેંસ પણ છે. એટલે કે તે પરસેવાના ટીપાંથી પણ સેફ રહેશે. તેમાં કોલિંગ માટે માઈક્રોફોન પણ આપવામાં આવ્યા છે. અલગ અલગ સાઈઝ પ્રમાણે તેનું વજન 44 ગ્રામથી લઈ 48 ગ્રામ સુધીનું છે.

image source

જો કે આ ગ્લાસ હાલ તો અમેરિકન માર્કેટ માટે જ લોન્ચ કરવામાં આવ્યા છે. તેની કિંમત 199.99 ડોલર એટલે કે અંદાજે 14,600 રૂપિયા છે. તેની ખરીદી કંપનીની વેબસાઈટ પરથી થઈ શકે છે. જો કે કંપનીએ ભારતમાં આ ચશ્મા લોન્ચ કરવા અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.