ગુજરાતમાં મેચ જોવા માટે ક્લબ-પાર્ટીપ્લોટ-મલ્ટીપ્લેક્સ થયા બુક, પોલીસ એલર્ટ, સતત પેટ્રોલિંગ કરશે, તહેવાર સમયે પણ રસ્તાઓ પર સન્નાટો

દરેક જગ્યા પર અત્યારે ભારત પાકિસ્તાનનો મેચ શરુ થવાની રાહ જોવાય રહી છે. લોકો પોતાના દરેક કામ મૂકીને આ મેચ જોવા બેઠસે. આજે સાંજે 7:00 વાગે ભારત-પાકિસ્તાનની મેચ છે. આ મહાસંગ્રામ પર દુનિયાભરની નજર છે. ત્યારે ગુજરાતમાં પણ આજની મેચને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલથી જ રાજ્યભરમાં તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજ સુધી પાકિસ્તાન વિશ્વકપમાં ક્યારેય ભારતની ટીમ સામે જીત્યું નથી. ત્યારે આજે પણ ભારતીય ક્રિકેટરો પાકિસ્તાની બેટ્સમેનને થકાવીને ફરી એકવાર જીત મેળવે તેવી શુભકામનાના બેનરો સાથે લોકો મેદાન ઉતર્યા છે. ત્યારે સાંજે રાજ્યના 4 મહાનગરોમાં અલગ-અલગ વિસ્તારોમાં મોટી સ્ક્રિન પર આજની મેચ લાઈવ બતાવવામાં આવશે. લોકોએ આજની દિલધડક મેચ માટે એક હજાર કરોડ રૂપિયા સુધીનો દાવ લગાવ્યો છે. સિક્સ-ફોર તેમજ પાંચ ઓવરના સેશન્સ પર પણ સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદ: PVRના મોટાભાગના મલ્ટીપ્લેક્સની સ્ક્રિન બુક

image source

અમદાવાદમાં ગઈકાલથી જ ભારત-પાક.ની મેચને લઈને ઉત્સાહનો માહોલ સર્જાયો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ક્રિકેટ રસીયાઓએ શરીર પર ભારત-પાક.ના રાષ્ટ્રધ્વજની ડિઝાઈન કરાવી ફોટોશૂટ કરતા નજરે ચઢ્યા હતા. બીજી તરફ અમદાવાદના અનેક મલ્ટીપ્લેક્સમાં પણ આજે ભારત-પાક.ની લાઈવ મેચ બતાવવામાં આવશે. જેથી ગઈકાલ રાત સુધીમાં જ અમદાવાદના PVRના મોટાભાગના મલ્ટીપ્લેક્સની સ્ક્રિન બુક થઈ ગઈ છે. જ્યારે આજે શહેરના અનેક પરિવારો ભારતની જીત માટે મંદિરમાં પૂજા કરવા બેસી ગયા છે. ભારત પાકિસ્તાન મેચમાં ભારત સર્જીકલ સ્ટ્રાઈકની જેમ મેચ જીતે તે માટે લોકો ઘરમાં ઉત્સાહ સાથે બેનર બનાવી રહ્યા છે. અમદાવાદના રાજપથ કલબ, એસ. કે ફાર્મ, ગાંધીનગર ચિલોડા પાસેના ત્રિદેવ પાર્ટી પ્લોટ, ઉપરાંત અમદાવાદના સિંધુભવન રોડ પરના વિવિધ કેફે પર મિત્રો સાથે મેચ જોવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદની વિવિધ સોસાયટીઓના થિયેટર રૂમ ઉપરાંત કોમન પ્લોટમાં પ્રોજેક્ટર મૂકીને મેચ જોવામાં આવશે

રાજકોટ: વિશાળ મેદાનમાં સ્ક્રીન લગાવી મેચનું લાઇવ ટેલિકાસ્ટ થશે

image source

રાજકોટમાં પણ આજના મહાસંગ્રામને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યંગસ્ટરો પણ ભારતીય ખેલાડીઓના પોસ્ટર તેમજ બેનરો લઈને રોડ પર મેચની તૈયારીઓ કરતા નજરે ચઢ્યા છે. આ મેચને લઈને અત્યારે પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે 300 ફૂટની વિશાળ મોટી LED સ્ક્રીન લગાવી વિશાળ મેદાનમાં ભારત અને પાકિસ્તાન મેચનું લાઇવ ટેલિકાસ્ટ રાખવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકો એક સાથે એકઠા થઇ આજની આ રોમાંચક મેચ નિહાળશે અને રાજકોટીયન્સ રાજકોટમાં બેસી ભારત ટીમને ચીયરઅપ કરશે. બીજી તરફ રાજકોટના નાગર બોર્ડિંગ ખાતે આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં જૈન વિઝન ટ્રસ્ટના ટ્રસ્ટી મિલન ભાઈ કોઠારી દ્વારા ભારત ટીમની શાનદાર જીત માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત: શરીર પર ટેટુ અને હાથમાં ધ્વજ સાથે તૈયાર

image soure

સુરતમાં પણ ભારત-પાકિસ્તાના T-20 મેચ માટે ઉસ્તાહ અને જુસ્સાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે. ક્રિકેટ પ્રેમીઓ પોત-પોતાની રીતે આયોજન કરી રહ્યા છે. સુરતના વિવિધ વિસ્તારોમાં મોટી મોટી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી રહી છે. તેમજ ટેટુ કરાવીને લોકો ટીમ ઇન્ડિયાને ચીઅર અપ કરી રહ્યા છે. ગઈકાલે સુરતમાં ત્રણ સિનેમા ગૃહમાં લગભગ 60 ટકા સીટનું બુકિંગ થઈ ગયું છે. એટલું જ નહીં પણ મેચની સાથે સિનેમા ગૃહમાં ગરમા-ગરમ નાસ્તાનું પણ આયોજન થઈ ગયું છે. સ્ટોલ સવારથી જ ચાલુ કરી દીધા છે, સાથે સાંજે એટલે કે મેચ દરમિયાન કઈક અલગ અને ટેસ્ટી ગરમા ગરમ નાસ્તા વચ્ચે મેચની મજા લઈ શકાય એ રીતે પણ વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. VRમાં 234 સીટ અને 2 સ્ક્રીનમાં, DR વર્લ્ડમાં 190 સીટ અને રાજ ઇમ્પેરીયલમાં 240 સીટ પૈકી 60 ટકા સીટનું બુકિંગ થઈ ગયું હોવાની વાત સામે આવી રહી છે.

વડોદરા: સાંજની મેચ માટે ધ્વજ સહિતની વસ્તુઓની ખરીદી શરૂ

image soure

વડોદરામાં પણ ભારત-પાકિસ્તાનની મેચનો ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. વડોદરામાં પણ અનેક જગ્યાઓ પર મોટી સ્ક્રિન પર આજની મેચ બતાવવાનું આયોજન કરાયું છે. નવલખી મેદાનમાં ક્રિકેટ રમતા ક્રિકેટ રસિયાઓએ ભારતીય ટીમનો પાકિસ્તાન સામે ભવ્ય વિજય થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ક્રિકેટ પ્રેમીઓએ જણાવ્યું કે, ભારતીય ટીમ હાલમાં ફુલ ફોર્મમાં છે. ભારતીય ટીમની ઓપનિંગ જોડી વિજયનો પાયો નાખશે તે સાથે બેટિંગ લાઇન અપ પણ સારું હોવાથી ભારતીય ટીમ વિજય બનશે. ભારતીય ટીમના બોલરોઓ પણ ફુલ ફોર્મમાં હોવાથી પાકિસ્તાન માટે જીતવું મુશ્કેલ છે. ક્રિકેટ પ્રેમી યુવાનો ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસ કોડ સાથે નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા આવી પહોંચ્યા હતા.