Site icon News Gujarat

ખુલી ગયા આ વ્યક્તિ માટે મૃત્યુના દ્વાર, નિયમિત કરતો હતો ૧૨ લીટર કોલ્ડડ્રીંક અને ૧૧૫ સમોસાનુ સેવન…

મિત્રો, જો તમે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહિક જોવાના શોખિન હશો તો પછી તમને ખ્યાલ જ જ હશે કે, ડો. હંસરાજ હાથીને ખાવાના કેટલા શોખિન હતા? તેમની દરેક વાતમા ક્યાક ને ક્યાક ખાવાનુ નામ તો અવશ્યપણે આવી જ જાય. આવો જ એક વ્યક્તિ બ્રિટેનમા પણ રહેતો હતો કે જે ખાવાનો ખુબ જ શોખીન હતો.

image source

કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહી આવે પરંતુ, આ વ્યક્તિ ખાવા પાછળ એટલો ગાંડોતુર હતો કે, તે પોતાના અંતિમ સમયે પણ ખાઈ રહ્યો હતો. ૫૨ વર્ષની ઉમર ધરાવતા બૈરી ઓસ્ટિનનુ હાલમા જ નિધન થઈ ગયુ છે. બૈરી વિશે એવુ કહેવાય છે કે, તે દિવસમા ૨૯ હજાર કૈલરી ખાવાનુ આરોગી જતા હતા. એક ડીપ ફ્રાઈડ સમોસામા ૨૫૨ કેલેરીઝ સમાવિષ્ટ હોય છે. ત્યારે આવા સમયે પણ તે નિયમિત ૧૧૫ સમોસા ખાઈ જતા હતા. તેમના ડાયટમા નિયમિત ૧૨ લીટર કોલ્ડડ્રીંક રહેતુ.

image source

પોતાના મોટાપાના કારણે ચર્ચામા આવેલા બૈરીના મોતની ખબર બર્મિંધમ સિટીના ઓફિશિયલ ટ્વિટર પેજ પર શેર કરવામા આવી છે. બૈરીની પુત્રીએ તેમના પિતાના નિધનની ખબર શેર કરતા લખ્યુ છે કે, તેમના જવાથી હાલ સમગ્ર પરિવાર તૂટી ગયો છે. તે જણાવે છે કે, તે પોતાનો વજન ઘટાડ્યા બાદ પોતાના પગને લઈને ખૂબ જ પરેશાન રહેતા હતા અને તેમના નિધનનુ વાસ્તવિક કારણ પણ હજૂ સુધી ખબર નથી પડી રહી. જો કે હાલ એવુ કહેવામા આવે છે કે, હૃદયનો હુમલો આવવાના કારણે તેમનુ નિધન થયુ છે.

image source

ઓસ્ટિનનો વજન એક સમયે ૪૧૨ કિલો હતો. જો કે, હાલ થોડા સમય પહેલા તેમણે પોતાનુ વજન ઘટાડ્યુ હતુ. તેમનુ વજન એ હદ સુધી વધી ગયુ હતુ કે, તે પોતાની સુવાની પથારી પરથી ઉઠી પણ શકતા નહોતા. ત્યારબાદ તેમણે પોતાનુ વજન ઘટાડવા અંગે વિચાર્યુ.

image source

તે અગાઉ એક કૈબ ચલાવતા હતા. તેમણે હાલ ગયા વર્ષની નાતાલની ઉજવણી માટેનુ લંચ પણ બેડ પર બેસીને જ લીધુ હતુ કારણકે, તે પોતાના શરીરના કારણે પરિવાર સાથે બેસીને ખાવાનુ ખાઈ શકે તેવી અવસ્થામા નહોતા. તેમની વાઈફ ડેબી જણાવે છે કે, તેમણે ખુબ જ શાનદાર રીતે ક્રિસમસ ઉજવ્યુ હતું. તે દિવસે ફેમિલી માટે ટર્કી બનાવવામા આવ્યુ હતુ પરંતુ, કોણે ખબર હતો કે, બર્મિંધમના નિવાસ સ્થાને બૈરી ૧ જાન્યુઆરીના રોજ એકાએક આવી રીતે બધાને એકલા છોડીને ચાલ્યા જશે. બૈરીનો સંપૂર્ણ પરિવાર તેમને ખુબ જ યાદ કરે છે, ભગવાન તેમની આત્માને શાંતિ આપે..!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version