વીડિયો જોઈને જીવ તાળવે ચોંટી જશે, આ શખ્સ 50 કલાક શબપેટીમાં બંધ રહ્યો અને પછી જીવતો નીકળ્યો

જીમી ડોનાલ્ડસન તરીકે યુટ્યુબ પર જાણીતું નામ હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે. મિસ્ટર બીસ્ટ તરીકે તે લોકોમાં વધુ સારી રીતે ઓળખાય છે. સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે કે તે વીડિયો પર એકદમ વિચિત્ર અને ખતરનાક અને અલોચનાત્મક સ્ટંટ કરે છે. તેના કેટલાક સ્ટંટ ઘણા જોખમી સાબિત થતાં હોય છે. પરંતુ આવા કારનામા પાછળ પણ તેમની પાસે ઓછામાં ઓછા 30 મિલિયન વ્યૂ છે. જોઈ શકાય છે કે તે કેટલાક વીડિયોને 100 કરોડનાં આંકડાને પાર કરી લીધો છે.

ताबूत में 50 घंटे तक जिंदा दफन रहा Youtuber, 5 करोड़ से ज्यादा बार देखा गया Video
image source

થોડા સમય પહેલા તેણે યુ.એસ. શહેરોમાં ‘મિસ્ટરબીસ્ટ બર્ગર’ નામની ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટ ચેન શરૂ કરી અને લોકોએ તેના નવા સાહસ ભર્યા સ્ટંટ જોઈને તેને રોકડ રકમ કે મફતમાં એઇપેડ અને એયરપોડસ આપવાનું શરૂ કર્યું. બિસ્ટે યુટ્યુબ પર એક હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે બિસ્ટે પોતાને 50 કલાક શબપેટીમાં દફનાવી દીધો હતો અને પછી તેનાં આ અનુભવને લોકો સાથે શેર કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ યુટ્યુબરે ખુદને 50 કલાક સુધી શબપેટીમાં જીવંત દફનાવ્યો અને ફરીથી વીડિયોમાં સંપૂર્ણ સુરક્ષિત જોવામાં આવ્યો છે.

image source

મળતી માહિતી પ્રમાણે આ શબપેટીની અંદર એક કેમેરો મૂકવામાં આવ્યો હતો અને જેમાંથી યુ-ટ્યુબ પર ફક્ત 12 મિનિટનો પ્રયાસ અપલોડ કરવામાં આવ્યો હતો. બીસ્ટે તેના પ્રેક્ષકોને તેમના અનુભવ વિશે જણાવ્યું હતું. આ દરમિયાન તે જમીન પર સતત તેના મિત્રો સાથે વાતચીત પણ કરી રહ્યો હતો.

image source

તેની સાથે થયેલી વાતચીત દરમિયાન તેણે જણાવ્યું હતું કે આ અનુભવ તેનાં માટે સરળ ન હતો કારણ કે તેણે એક દિવસ પછી જ આ સ્થિતીમાં ઘણી પીડા સહન કરવી પડી રહી હતી. તેણે કહ્યું કે તેને ક્લોસ્ટ્રોફોબિયાનો અનુભવ થવાનું શરૂ થઈ ગયું હતું. બીસ્ટને વીડિયોમાં કહેતા સાંભળવામાં આવે છે કે, “મારી પીઠમાં દુખાવો છે અને હું ક્લોસ્ટ્રોફોબિકનો અનુભવ કરી રહ્યો છું. આ સાથે મારા મગજમાં ઘણાં કંટાળાજનક પરિસ્થિતી જેવો અનુભવ થઈ રહ્યો છે.

આટલી મુશ્કેલી પછી પણ ફક્ત 22 વર્ષની ઉંમરે બીસ્ટે 50 કલાક જેટલો સમય આ રીતે વિતાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે બહાર આવ્યો ત્યારે ખૂબ ભાવુક હતો. આમ તો બિસ્ટ પોતાનાં સ્ટંટથી લોકોને અવનવાં કામો કરીને બતાવતાં હોય છે પણ આવા ખતરનાખ સ્ટંટ કરવા જીવનું જોખમ સાબિત થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!