રાજ કુન્દ્રાની સાથે જ કામ કરી રહેલા આ વ્યક્તિએ તેના કામને લઈને જાણો શું કહ્યું…

રાજ કુન્દ્રા કેસમાં ગહના વશિષ્ઠનું પણ નામ આવ્યું છે.એવામાં ગહનાએ કેટલીક વાતોના ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે ગહના પર પણ એડલ્ટ ફિલ્મોનું શૂટિંગ તેમજ ગેંગ રેપ જેવા ગંભીર આરોપ લાગી ચુક્યા છે. એ છેલ્લા કેટલાક મહિનાઓથી જેલમાં જ હતી. પોતાના વિરૂદ્ધ આરોપ સાબિત ન થવાના કારણે એ હાલ બેલ પર છે.

image source

એક ઇન્ટરવ્યૂ દરમિયાન ગહનાએ જણાવ્યું કે હું હાલ મુંબઈની બહારa છું. હું એ જ કહેવા માગું છું કે લોકો જે રીતે પોર્ન કન્ટેન્ટની વાત કરી રહ્યા છે, કોઈપણ ફિલ્મ પોર્ન નથી.એ ખૂબ જ બોલ્ડ અને એરોટિક ફિલ્મ્સ છે. જે પોર્નની કેટેગરીમાં નથી આવતી. એને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. હું એ લોકોને એ જ કહીશ કે જ્યાં સુધી તમે ફિલ્મ જોશો નહિ ત્યાં સુધી તમે એને પોર્ન જ કહેશો. કોઈપણ 30 ફિલ્મોને ટેગ કરીને ફસાવી દીધી. મને લાગે છે કે લોકોને પણ પોર્ન અને એડલ્ટ ફિલ્મો વચ્ચેનો ફરક ખબર પડે છે. પહેલા લોકોને બતાવો અને એમને નિર્ણય લેવા દો.

image source

ગહના રાજ સાથે કામ કરવા પર કહે છે કે મેં રાજ કુન્દ્રા સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. મેં એમની ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે કામ કર્યું છે. મારી ઉપર રાજે ક્યારેય પ્રેશર નથી નાખ્યું. અને ન તો કઈ છુપાવવામાં આવ્યું છે.એવું નથી કે પેપર પર કંઈ અલગ વાત હોય અને સેટ પર કઈ અલગ ચાલી રહ્યું હોય. ખૂબ જ પ્રોફેશનલ રીતે કામ કર્યું છે. મેં જેટલી પણ ફિલ્મો કરી છે એમની સાથે, એને પોર્ન કહેવું તો બહુ મોટી વાત થશે. બહુ વધારે એરોટિક પણ નહોતી. પણ એનાથી વધુ એરોટિક સીન્સ તો મેં બાલાજીની ગંદી બાતમાં કર્યા છે

image source

ગહના આગળ કહે છે કે જ્યારે હું એક્ટ્રેસ તરીકે એમની સાથે કામ કરી રહી છું અને ત્યાં કોઈ પ્રેશર ન આપવામાં આવ્યું તો હું કઈ રીતે માની લઉં કે રાજે છોકરીને ફોર્સ કરીને કામ કરાવ્યું છે. મારે લગભગ 5 મહિના જેલમાં રહેવું પડયું. એ આરોપ હતો કે હું સેટ પે મળી હતી જ્યારે એ દિવસે હું સેટ પર હતી જ નહીં. મને તો કોર્ટમાં 7 તારીખે બોલાવવામાં આવી, 5 તારીખે પણ આખો દિવસ પોલીસ સ્ટેશનમાં હતી. મારી વિરુદ્ધ એમને કઈ ન મળ્યું તો મને પાછી મોકલી દીધી પછી પોતાની રીતે વાર્તા બનાવીને મને જેલમાં મોક્લી દીધી.

image source

જે પણ કઈ બહાર બતાવવામાં આવ્યું એ અલગ હતું અને જે હકીકત છે એ એકદમ અલગ છે. મારા પર ગેંગ રેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો 376ડી હેઠળ મને જેલમાં મોકલી દેવામાં આવી. રાજ કુન્દ્રા સાથે પણ એકદમ એવું જ થઈ રહ્યું છે. મારી સાથે પણ ખોટું થયું હતું અને રાજ સાથે પણ ખોટું કરવામાં આવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Gehana Vasisth (@gehana_vasisth)

ગહના રાજના ફ્યુચર પ્લાન્સ વિશે કહે છે કે અમે લોકો ઓફીસ પર ઘણીવાર મળ્યા છે. અમારી મુલાકાત એક એપ લૉન્ચને લઈને થઈ હતી. રાજ કુન્દ્રા એક એપ લોન્ચ કરવાના હતા જેનું નામ હતું બોલિફેમ, આ એપ માટે હું એક ફિલ્મ બનાવવાની હતી. એ માટે અમે લોકોએ સ્ક્રીપટ પણ તૈયાર કરવાના હતા. એ થી વધુ કોઈ વાત નહોતી થઈ શકી..’