ચહેરાની સુંદરતા વધારવામાં કમાલ કરે છે આ વસ્તુ, રોજ ઉપયોગ કરવાથી મળે છે કમાલનો ફાયદો

ગરમીની સીઝનમાં સ્કીનની દેખરેખ જરૂરી હોય છે. ચહેરાના ડાઘ અને ધબ્બા હટાવવા માટે અને નિખાર પરત લાવવા માટે લોકો ખૂબ મહેનત કરે છે. બજારમાં અનેક પ્રોડક્ટ છે જે સ્કીનને હેલ્ધી અને ચમકદાર બનાવી રાખવામાં મદદ કરે છે. પણ શું તમે ક્યારેય લીંબુને સ્કીન કેર પ્રોડક્ટના લિસ્ટમાં સામેલ કરી છે. હા, લીંબુ ફક્ત હેલ્થ માટે નહીં પણ સ્કીન માટે પણ ફાયદો કરનારું સાબિત થયું છે. એક્સપર્ટના અનુસાર લીંબુના ઉપયોગથી વધતી ઉંમરની નિશાનીને ઘટાડી શકાય છે. આ સાથે તે સ્વાદમાં અમ્લીય હોય છે અને તે સ્કીનના વિષૈલા તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ માટે તૈલીય સ્કીન સાથે જોડાયેલા લોકોએ ખાસ કરીને ડાઘ ધબ્બાને ઘટાડવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ.

લીંબુ કઈ રીતે કરે છે ફાયદો

image source

લીંબુનો રસ એક એસિડિક નેચરનો હોય છે જે ન ફક્ત મૃત સ્કીનને હટાવે છે અને સાથે સ્કીનના કાળા કે ફીકા પડેલા ભાગને ખતમ કરે છે, આજે અહીં આપને અલગ અલગ લીંબુના ઉપયોગથી બનેલા ફેસ પેકની જાણકારી આપીશું. જેનાથી તમે તેનો ફાયદો લઈ શકશો અને સ્કીનના ડાઘ હટાવીને ચમકદાર ચહેરો મેળવી શકો છો. તો ફટાફટ ટ્રાય કરી લો તમને પસંદના ઉપાયને.

નેચરલ ફેસ સ્ક્રબનો કરો ઉપયોગ

image source

આયુર્વેદના અનુસાર આ સ્ક્રબને તૈયાર કરવા માટે તમારે ઠંડું દૂધ અને લીંબુનો તરત કાઢેલો રસ લેવાનો છે. આ બંનેને બદામ પાવડર કે સંતરા એટલે કે નારંગીની છાલના પાવડર કે પછી ઓટ્સની સાથે મિક્સ કરવાનો છે. આ પછી જે પેસ્ટ બને છે તેને સ્કીન પર ધીરે ધીરે એપ્લાય કરો અને 10 મિનિટ સુધી રહેવા દો. તે સૂકાઈ જાય એટલે તેને સામાન્ય પાણીથી ધોઈ લો. ધોતી સમયે હળવા હાથે ઘસો. અઠવાડિયામાં 2 વાર આ પ્રયોગ કરવાથી તમને બેસ્ટ રીઝલ્ટ મળશે.

ચહેરા માટે એક પ્રાકૃતિક બ્લીચ

જો તમે ટામેટાનો રસ, લીંબુનો રસ અને દૂધને એક સરખા પ્રમાણમાં લો છો તો તેને સારી રીતે મિક્સ કરી લો. તેની પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવી લો. લગાવ્યા બાદ 10 મિનિટ બાદ ચહેરાને સારી રીતે ધોઈ લો.

ઓઈલી સ્કીન માટે ખાસ છે આ ફેસ પેક

image source

સૌ પહેલા તમે ફેસને વોશ કરી લો. આ પછી અડધી ચમચી હળદર, 2 ચમચી લીંબુનો રસ અને 3 ચમચી પપૈયાનો પલ્પ લો. આ બધાને સારી રીતે મિક્સ કરો અને પેસ્ટ બનાવો. પછી તેને ચહેરા પર 20 મિનિટ સુધી લગાવીને રાખો. આ પછી ફેસ વોશ કરી લો.

સૂકી સ્કીન માટે

આ માટે તમારે 3 ચમચી લીંબુનો રસ અને જરૂર અનુસાર મધ અને અડધી ચમચી કોબીજની પેસ્ટ લેવાની છે. તેને મિક્સ કરી લો. આ પછી તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવી લો અને 10 મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

ફેસ ક્લીન્ઝરના રૂપમાં કરો ઉપયોગ

image source

આ માટે તમે એક પાકું કેળું લો અને તેને સારી રીતે સ્મેશ કરી લો. તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા અને હાથ પર લગાવો અને 10 મિનિટ બાદ ઠંડા પાણીથી ચહેરાને સારી રીતે ધોઈ લો. તમને કમાલનો નિખાર જોવા મળશે. આ ફેસ ક્લીન્ઝર તમે અઠવાડિયામાં 2 વાર સરળતાથી ટ્રાય કરી શકો છો.