Site icon News Gujarat

આ કન્યા પણ ગજબની સમજદાર, પતિ સાથે ફેરા ફર્યા અને વિદાય સમયે પ્રેમી સાથે ફરાર થઈ, ઘરેણા પણ લેતી ગઈ

હાલમાં જ એક ઘટના સામે આવી હતી કે, પતિ જાનની તૈયારી કરતો હતો અને પત્નીનું મોત થયું. આ તો વિધીની વક્રતા હતી અને બન્ને લગ્ન ન કરી શક્યા. પરંતુ અમુક કિસ્સા એવા રમુજી સામે આવે કે આપણે ગોથે ચડી જઈએ. જો કે લવ અફેરના કિસ્સા રોજ કોઈને કોઈ સામે આવતા રહે છે અને હવે લગ્નનો આ કિસ્સો ખુબ ચર્ચામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ કે આ કેસ એવો તે શું રમુજી છે. આ વાત છે ઉત્તર પ્રદેશના ગોંડાના એક ગામની. એ ગામમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ગુરૂવાર રાતે લગ્નની તમામ રસમ પુરી થયા બાદ દુલ્હન પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. સાથે જ પોતાના તમામ ઘરેણા પણ લઈ ગઈ છે. જ્યારે બીજી બાજૂ વરરાજો અને જાન દુલ્હન પાછી આવી જશે, એ રાહે કલાકો સુધી બેસી રહ્યા હતા.

image source

આટલો ખેલ ખેલાયા બાદ આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાં બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયુ છે. અને જાનને વિલા મોઢે પાછુ આવવું પડ્યુ હતું. તો જો મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો શુક્રવારના રોજ અહીં લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, જો કે, લગ્નમંડપમાં ત્યારે ઉહાપોહ થઈ ગયો, જ્યારે તમામ લોકોને ખબર પડી કે, દુલ્હન તો વરરાજાને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. એક બાજૂ જાન આવીને આંગણે ઉભી છે, મંડપ નીચે મંગળગીતો ગવાય છે.

image source

માહોલ કંઈક એવો હતો કે બધા નવા નવા કપડા પહેરીને મોજમાં આંટા મારી રહ્યા હતા, શુક્રવારે બપોરે 3 કલાકે સાત ફેરા પણ લેવાયા, બધી રસમ પણ પુરી થઈ જો કે, જ્યારે વિદાયનું ટાણુ આવ્યુ તો, દુલ્હન ગાયબ થઈ ગઈ. આ કરૂણ ઘટના વિશે વરરાજાના મોટા ભાઈ જણાવે છે કે, આ લગ્ન 26 એપ્રિલના રોજ થવાના હતા, પણ કોરોનાના કારણે લગન ઠેલવાયા હતા. લગ્નમાં તમામ રસમો અમે હસતાખેલતા પુરી કરી છે.

image source

જો કે વિદાય ટાણે છોકરીના પિતાએ જણાવ્યુ કે, દિકરી તો ધરેણા લઈને ભાગી ગઈ. અમે અમારી હેસિયત પ્રમાણે દિકરીને સોનાની માળા, મારવાડી નથણી, મંગલસૂત્ર અને ચાંદીના પાયલની સાથે અન્ય સામગ્રી પણ લઈ આપી છે. તેમ છતાં દિકરી ભાગી ગઈ.

image source

ત્યારે હવે પોલીસ જણાવી રહી છે કે બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યુ છે, અને જાન દુલ્હન લીધા વગર પાછી ગઈ છે. ત્યારે હાલમાં આ કિસ્સો ચારેકોર ચર્ચાઈ રહ્યો છે અને છોકરી પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Exit mobile version