શું કોરોનાના આ કપરા સમયમાં ભક્તો વગર જ નિકળશે રથયાત્રા? જાણો આ વિશેની તમામ માહિતી એક ક્લિકે

ગત વર્ષે પણ કોરોના વાયરસ સંક્રમણની મહામારીના લીધે દેશમાં થતી ઘણી બધી ધાર્મિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે, આ વર્ષે પણ કેટલીક જગ્યાઓએ આવું જ થઈ રહ્યું છે તો કેટલીક જગ્યાઓ પર આમ થવાની તૈયારી ચાલી રહી છે. વાત કરીએ જગન્નાથ યાત્રાની તો ગયા વર્ષે પણ આ યાત્રા ભક્તો વગર સંપૂર્ણ વિધિ- વિધાનથી સંપન્ન કરવામાં આવી હતી.

image source

બિલકુલ એવી જ રીતે આ વર્ષે પણ આવું જ થશે. એની સાથે સંબંધિત પ્રાપ્ત થયેલ જાણકારી મુજબ, દેશમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસની બીજી લહેર અને મ્યુકરમાઈકોસીસ સહિત વાઈટ ફંગસના લીધે પુરી જગન્નાથ મંદિરના ટ્રસ્ટ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, ઓડિશા રાજ્યના પુરી શહેરમાં ૨૧ દિવસ સુધી ચાલનાર ચંદન યાત્રા નરેન્દ્ર સરોવરથી જ શરૂ થઈ ગઈ છે. ૨૧ દિવસ સુધી નરેન્દ્ર સરોવરમાં શ્રીવિગ્રહ નૌકા વિહાર કરશે. જેની સાથે જ હવે જગન્નાથ રથ યાત્રાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

image source

જાણકારી મુજબ, રથ યાત્રામાં ઉપયોગમાં લેવાતા રથોનું નિર્માણ કાર્ય ૧૦ દિવસ પહેલા જ શરૂ થયું હતું, જે હજી પણ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવે છે કે, સમુદ્ર કિનારે વસેલ પુરી નગરીમાં થનાર જગન્નાથ રથ યાત્રા ઉત્સવના સમયે આસ્થા અને વિશ્વાસનો જે ભવ્ય વૈભવ અને વિરાટ પ્રદર્શન જોવા મળે છે તે દુનિયામાં અન્ય ક્યાંય પણ દુર્લભ છે.

image source

કોરોના અને લોકડાઉનના કારણે પુરીના જગન્નાથ મંદિર અને નરેન્દ્ર સરોવરની પાસે ધારા ૧૪૪ લાગુ કરાવી દેવામાં આવી છે. તથા સ્થાનિક પ્રસાશન દ્વારા આ નક્કી કરી લેવામાં આવ્યું છે કે, આ વર્ષે પણ રથયાત્રા દર્શનાર્થીઓ વિના જ સંપન્ન થશે.

લોકડાઉનસિવાય જગન્નાથ યાત્રા સાથે સંબંધિત ખાસ બાબતો:

image source

જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રશાસન તરફથી રથ યાત્રા સાથે સંબંધિત તમામ પુરોહિતથી લઈને સેવકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. એના સિવાય રથયાત્રામાં સામેલ થનાર તમામને કોરોના વાયરસની વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને વેક્સિન
મુકાવવામાં આવી રહી છે. જેથી કરીને અંદાજીત બે મહિના પછી જયારે રથયાત્રા આરંભ થાય તો તમામને કોરોના વાયરસ વેક્સિનના બંને ડોઝ લઈ લેવામાં આવ્યા હોય. એટલું જ નહી, ફેસ માસ્ક, સેનિટેશન અને હાથ ધોવાની વ્યવસ્થા સહિત સામાજિક અંતર જાળવી રાખવાના કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે. જો કે, સ્પષ્ટ રીતે આ નક્કી નથી કરવામાં આવ્યું કે, રથયાત્રામાં સામાન્ય નાગરિકોને જવાની પરવાનગી આપવામાં આવશે કે પછી નહી.

image source

આપની જાણકારી માટે જણાવી દઈએ કે, ૧૦ દિવસથી રથ નિર્માણની પ્રક્રિયા ચાલી રહી છે, તો ત્યાં જ રથયાત્રા સાથે સંબંધિત અનુષ્ઠાન અક્ષય તૃતીયા તા. ૧૫ મે, ૨૦૨૧ના દિવસથી શરુ થઈ ગઈ છે. જયારે જગન્નાથ પૂરીઅ વાર્ષિક રથયાત્રા આ વર્ષે તા. ૧૨ જુલાઈ, ૨૦૨૧ના
દિવસે થશે. રથો માટે કાષ્ઠની પસંદગી વસંત પંચમીના દિવસથી શરુ થાય છે અને રથનું નિર્માણ કાર્ય અક્ષય તૃતીયાના દિવસથી પ્રારંભ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!