ખુદ્દાર હોય તો આવો, માત્ર ધો.12 પાસ વ્યક્તિ આજે કરી રહ્યો છે કરોડોનો બિઝનેસ, પિઝાની ડિલિવરી અને રસ્તા પર સ્ટોલ પણ લગાવ્યો

એવું કહેવાય કે અનેક નિષ્ફળાઓનો સામનો કર્યા બાદ સફળતા સુધી પહોંચી શકાય છે અને નિષ્ફતાઓને જે પચાવી જાણે તે જ સફળતાને વરે છે. આવી જ એક કહાની સામે આવી છે દિલ્હીથી. અહીંના રહેવાસી સુનીલ વશિષ્ઠ એ એક ગરીબ પરિવારમાં મોટાં થયો છે. તેનાં પિતા નાનું-મોટું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતાં હતાં. એક તરફ મોટો પરિવાર એટલે ખર્ચ પણ વધુ અને બીજી તરફ પિતાની આવક નહીંવત્ હતી. આ જ કારણે મજબૂરીથી 12મા ધોરણ પછી સુનીલને અભ્યાસ છોડી દેવો પડ્યો હતો.

image source

પિતાની મદદ માટે અભ્યાસ છોડ્યા બાદ તેણે થોડા સમય માટે દૂધની દુકાનમાં નોકરી ચાલુ કરી હતી. આ પછી પ્રાઈવેટ કંપનીઓમાં પણ કામ કર્યુ અને પિઝા ડિલિવરી બોય જેવી જોબ પણ કરી. આ પછી જ્યારે સેલેરી અને પોઝિશન સારી થઈ તો નોકરીમાંથી તેને કાઢી નાખવામાં આવ્યો હતો. આ રીતે નોકરી છૂટી જતા તે હવે બેરોજગાર થઈ ગયો હતો. એક પછી એક જગ્યાએથી આ રીતે ઠોકરો ખાધા બાદ સુનીલે નક્કી કર્યુ કે તે હવે નોકરી નહીં કરે. તેણે હવે ખુદનું કોઈ કામ કરવાનું વિચાર્યું હતું. આ પછી તેણે દિલ્હીમાં એક ફૂડ સ્ટોલથી આગળ વધવાનું નક્કી કર્યું પરંતુ તેને પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પછી પણ તેણે હાર માની નહી અને લોન લઈને આગળ કામ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ તેણે એક કેકની દુકાન ખોલી અને જે આજે ખુબ સારી રીતે ચાલી રહી છે. તેની કેક આજે એટલી ફેમસ થઈ ચૂકી છે કે કેક માટે આજે દિલ્હી, નોઈડા, બેંગલુરુ સહિત દેશના 15 શહેરોમાં તેમનો કારોબાર છે. દર વર્ષે તે હવે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યો છે અને સાથે તેણે 100થી વધુ લોકોને નોકરી પણ આપી છે. પોતાની આ સંઘર્ષભરી સફર વિશે વાત કરતાં સુનીલ કહે છે કે મારા પરિવારની આર્થિક સ્થિતિ તે સમયે ખૂબ ખરાબ હતી. પપ્પા માંડ માંડ ગુજરાન ચલાવતાં હતાં. જ્યારે મે ધો. 10ની પરીક્ષા પાસ કરી અને આગળ અભ્યાસ કરવા માગતો હતો તે સમયે પપ્પાએ ના પાડી દીધી હતી.

image source

સુનીલના પિતાએ તેને સ્પષ્ટ કહી દીધું હતું કે હવે મારે ખુદનો ખર્ચ કાઢવો પડશે અને તેઓ તેને હવે પૈસા આપી શકશે નહીં. આ સમય જ સુનીલ માટે આ સેટબેક સાબિત થયો અને તેણે પણ કોશિશ કરવાનું દરેક સમયે ચાલુ રાખ્યું. તેણે ધો. 12માં પ્રવેશ મેળવ્યો. આ પછી તે દૂધની દુકાનમાં 200 રૂપિયા પ્રતિ માસના પગારે કામ કરવા લાગ્યો હતો કે જેથી તેના અભ્યાસનો અને ખુદનો અન્ય જે પણ ખર્ચ આવે છે તે પોતે જ કાઢી શકે. આમ ધો. 12ના અભ્યાસ તો પૂરો થઈ ગયો અને તેણે જેમતેમ કરીને ગ્રેજ્યુએશનમાં પ્રવેશ પણ મેળવી લીધો હતો. પરંતુ આ પછી પૈસાના અભાવના કારણે તેણે અધવચ્ચે જ અભ્યાસ છોડી દેવો પડ્યો અને પરિવારને મદદ કરવી પડી હતી.

હવે અભ્યાસ છોડ્યા પછી સુનીલ કોઇ કામ શોધવા લાગ્યો અને તેને એક પ્રાઈવેટ કંપનીમાં કામ પણ મળી ગયું હતું. અહી થોડા વર્ષ કામ કર્યા પછી તેણે પિઝા બનાવતી એક કંપનીમાં નોકરી માટે અરજી કરી. પરતું તે સમયે તેને સારી રીતે અંગ્રેજી બોલતા આવડતું હતું નહી જે કારણે તેને બે વખત રિજેક્ટ કરવામાં આવ્યો હતો. આ પછી પણ તે તેમાં અરજી કરતો રહ્યો અને ત્રીજા પ્રયાસમાં આખરે તેને પિઝા ડિલિવરી બોય તરીકેની નોકરી મળી ગઈ હતી. સુનીલે ખૂબ મહેનતથી અહી કામ કરવા લાગ્યો. તેને જે પણ ટાસ્ક મળતો હતો તે તેને નિશ્ચિત સમયમાં પૂરું કરતો હતો.

image source

સુનીલના આ કામને જોતાં તેની ગણના એક સારા કર્મચારી તરીકે થવા લાગી હતી અને તે પછી ધીમે ધીમે તેને પ્રમોશન પણ મળવા લાગ્યુ હતું. ડિલિવરી બોયથી શરૂ કરેલી આ નોકરીમાં હવે તે મેનેજરની પોસ્ટ સુધી પહોંચી ગયો હતો. આ પોસ્ટ પર પણ તેને લગભગ 5 વર્ષ સુધી કામ કર્યું હતું. આ વિશે આગળ વાત કરતાં તેણે કહ્યુ કે મારા કામથી ખુશ થઈને મને મેનેજર બનાવી દેવાયો અને હું પણ પૂરા સમર્પણથી કામ કરતો રહ્યો હતો. આ પોસ્ટ પર હવે પોઝિશન અને સેલેરી પણ બધુ સારુ મળી રહ્યું હતુ. આ વચ્ચે એક દિવસ મારી પત્નીની તબિયત ખુબ ખરાબ થઈ ગઈ અને મારે ઓફિસથી ઘરે જવું પડ્યું.

આ પછી બીજા દિવસે જ્યારે હું કામ પર ગયો ત્યારે બોસ મારાથી નારાજ થઈ ગયો હતો. તેને આ વાતની એટલી બધી નારાજગી હતી કે તેણે મારી પાસેથી જબરદસ્તીથી રાજીનામું લઈ લીધું. અચાનક આ રીતે નોકરી ચાલ્યાં જવાથી થોડા દિવસ હું અપસેટ રહ્યો હતો. વધારે વાત કરતા સુનીલે કહ્યુ હતું કે આ પછી છેલ્લે કંટાળીને મે નક્કી કર્યુ કે હવે વધુ ફાંફા મારવા નથી અને હવે કોઈ કંપનીમાં કામ કરવાના બદલે પોતાનો જ કંઈક બિઝનેસ શરૂ કરવો. આ પછી શરૂ થઈ સુનીલની એક નવી સફર. તેણે 2003માં દિલ્હીમાં રસ્તા પર ફૂડ સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું અને પહેલા દિવસથી જ તેમનો સારો રિસ્પોન્સ પણ મળવા લાગ્યો હતો.

image source

આ પછી ધીમે ધીમે ગ્રાહકોમ પણ વધારો થવા લાગ્યો હતો અને બધુ ફરી ટ્રેક પર આવી રહ્યું હતું. પરંતુ આ પછી પણ મુશ્કેલીઓએ તેનો પીછો છોડયો નહીં. સુનીલની દુકાન સારી રીતે ચાલી રહી છે તે જોઈને આસપાસના દુકાનદારોએ એમસીડીને ફરિયાદ કરી અને તેમની દુકાન બંધ કરાવી દીધી. સુનીલ હવે ફરી એકવાર સડક પર આવી ગયો હતો. હવે સ્થિતિ એવી હતી કે મુશ્કેલીઓ ઘણી વધારે હતી અને નોકરી હતી નહી. નવો શરુ કરેલ બિઝનેસ પણ પડી ભાંગ્યો હતો અને ઘર ચલાવવું પણ અઘરું બની ગયું હતું. આ પછી તેણે નક્કી કર્યુ કે હવે તેઓ રસ્તા પર સ્ટોલ લગાવવાના બદલે ખુદની દુકાન જ ખોલશે એટલે કંઇ સમસ્યા રહે નહિ.

આ પછી ફરી એકવાર નવી શરૂઆત કરવા તે વિચારતો હતો કે હવે શાની દુકાન કરવી. આ માટે તેણે થોડા મહિના ઓ સુધી રિસર્ચ પણ કર્યુ. આ લોકેશન મુજબ નોઈડામાં મોટી મોટી કંપનીઓ ખુલી રહી હતી. આ સમયે તેણે વિચાર્યું કે જો અહી કેકની શોપ ખોલવામાં આવે તો સારી દુકાન ચાલી શકે તેમ છે અને સાચે જ તેનો આ આઇડિયા પણ સફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ વર્ષ 2007-08માં તેણે પોતાના દોસ્તો અને પરિચિતો પાસેથી પૈસા લઈને ફ્લાઈંગ કેક્સ નામની એક દુકાન ખોલી. તેણે લગભગ એક વર્ષ સુધી તો કોઈ પણ પ્રકારનાં નફા વિના કામ કરવાનું શરૂ કર્યુ હતું. પ્રમોશન માટે તેણે મોટી મોટી કંપનીઓની ઓફિસ સામે પોતાની દુકાનના કાર્ડ પણ પહોચાડ્યા હતાં કે જેથી કસ્ટમર્સને તેની દુકાન વિશેની માહિતી મળી રહે.

image source

આ પછી એક દિવસ એક મહિલા પોતાના દીકરાનાં બર્થ ડે માટે તેમની દુકાનમાં આવી. એ મહિલાને સુનીલની દુકાનની કેક ખૂબ પસંદ પડી. આ પછી બીજા દિવસે એ મહિલાએ સુનીલને પોતાની ઓફિસે બોલાવ્યો હતો અને પોતાના સમગ્ર સ્ટાફના બર્થ ડે સેલિબ્રેશન માટે તેમની સાથે ટાઈઅપ કરી લીધું હતું. સુનીલની આ પહેલી સફળતાં રહી હતી. આ વિશે સુનીલ કહે છે કે તેને આ મહિલા પાસેથી મળેલાં ઓર્ડર થકી કઈ વધારે પૈસા તો ન મળ્યા પરંતુ માર્કેટમાં તેમની સારી એવી ઓળખ થવા લાગી. આ પછી ધીમે ધીમે બીજી કંપનીઓ પાસેથી પણ તેમને ઓર્ડર મળવા લાગ્યા હતા. નવા ઓર્ડર પણ મળવા લાગ્યા હતાં અને કસ્ટમર્સની ડિમાન્ડ મુજબ તેઓ હવે નવી નવી ફ્લેવરની કેક પણ લોન્ચ કરવા લાગ્યા હતા જેમાં અત્યારે તેમની પાસે 30થી વધઉ ફ્લેવરની કેક છે.

image source

આ સાથે હવે દિલ્હી, નોઈડા, ગુરૂગ્રામ, બેંગલુરુ, સમસ્તીપુર, કોલકાતા સહિત દેશના 15 શહેરોમાં તેમની દુકાન છે. આ દુકાનોમાં હવે 100થી વધૂ લોકો કામ પણ કરી રહ્યાં છે. વધારે ઓર્ડર માટે તેઓ હવે સોશિયલ મીડિયા અને રિટેલરશિપ દ્વારા માર્કેટિંગ કરે છે. અનેક લોકોને તેમણે ફ્રેન્ચાઈઝી પણ હવે આપી છે. હવે ટૂંક સમયમાં જ તેઓ દેશના અન્ય શેહોરમાં પણ પોતાનું આઉટલેટ શરૂ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. આ સાથે હવે કેકની સાથે પિઝા, બર્ગર અને સેન્ડવિચ લોન્ચ કરવાનું પણ તેઓ પ્લાનિંગ કરી રહ્યા છે. પિઝા બોયથી એક બિઝનેસ મેન સુધીની સુનીલની સફર ઘણી સંઘર્ષભરી રહી પરંતુ આજે તે કરોડોના બિઝનેસનો માલિક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!