વિરાટ પર ભડકેલા લોકોએ ટ્વીટર પર કર્યા કેપ્ટનને ટ્રોલ, વાંચો કેવી કેવી કરી કોમેન્ટ

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં વીડિયો, સમાચાર અને ટ્રેન્ડ દર સેકન્ડમાં બદલાય જાય છે. લોકો કોઈના વખાણ કરવા હોય તો તે પણ મનમુકીને કરે છે અને જ્યારે કોઈ માટે નારાજગી વ્યક્ત કરવી હોય તો તે પણ મુક્તમને વ્યક્ત કરે છે. આ બંને વસ્તુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી ફેલાય છે. જેને બીજા શબ્દોમાં ટ્રોલિંગ પણ કહેવાય છે. ટ્રોલિંગ અને ટ્રેંડ આ બે શબ્દોથી સૌ કોઈ વાકેફ હશે જ. આવી જ રીતે હાલમાં ક્રિકેટર વિરાટ કોહલી પણ ટ્રોલ થઈ રહ્યો છે.

image source

વિરાટ કોહલીએ એક વીડિયો શેર કર્યો હતો અને આ વીડિયો માટે તેને તેના ચાહકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં વિરાટ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી દિવાળી વિશે એક વીડિયો શેર કર્યો છે, જેના પછી તેને ચાહકોની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. વિરાટ કોહલીને ફટાકડા ન ફોડવા અંગે આપવામાં આવેલા જ્ઞાન પર ચાહકો ગુસ્સે થયા છે.

image source

વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આગામી દિવસોમાં આવનાર દિવાળીના તહેવારને લઈને એક વીડિયો શેર કર્યો છે. આ વિડીયોમાં વિરાટ કોહલીએ કહ્યું છે કે આ વર્ષ સમગ્ર વિશ્વમાં લોકો માટે ખાસ કરીને ભારતીયો માટે મુશ્કેલ રહ્યું છે.

image source

તેથી આપણે બધા દિવાળીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે જેમ જેમ દિવાળી નજીક આવશે તેમ તેમ તે લોકો માટે પરિવાર અને મિત્રો સાથે અર્થપૂર્ણ દિવાળી કેવી રીતે માણવી તે અંગેની ટીપ્સ શેર કરશે. આ વાતથી લોકો ભડકી ગયા છે.

વિરાટ કોહલીએ લખ્યું છે કે, “આગામી કેટલાક સપ્તાહમાં હું પ્રિયજનો અને પરિવાર સાથે અર્થપૂર્ણ દિવાળી મનાવવા માટે વ્યક્તિગત ટિપ્સ સીરીઝ રજૂ કરીશ.” વિરાટ કોહલી ભૂતકાળમાં પણ ફટાકડા વગર પ્રદૂષણ મુક્ત દિવાળીનું સમર્થન કરતો રહ્યો છે. આવી સ્થિતિમાં, તેના આ વીડિયોથી ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

વિરાટ કોહલીના આ વીડિયોને ઘણા ચાહકોએ નાપસંદ કર્યો છે. લોકો વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે અને સલાહ આપી રહ્યા છે કે દિવાળી કેમ ઉજવવી તે લોકોને ખબર છે તેના બદલે મેચ પર ધ્યાન આપ.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી આઈપીએલ 2021 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એલિમિનેશન રાઉન્ડ બાદ ટી 20 વર્લ્ડ કપ માટે ટીમ સાથે બાયો બબલમાં છે. વિરાટ કોહલી માટે કેપ્ટન તરીકેની આ છેલ્લી ICC T20 ટૂર્નામેન્ટ છે. તેણે જાહેરાત કરી દીધી છે કે તે આ ટૂર્નામેન્ટ પછી કેપ્ટનશિપ છોડી રહ્યો છે. આ વર્લ્ડ કપ માટે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઇન્ડિયાના મેન્ટર બનાવવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં તેણે દિવાળીને લઈને ટીપ્સ આપવા વીડિયો શેર કર્યો છે જેના પર વિવિધ પ્રકારના મીમ્સ પણ બની રહ્યા છે અને લોકો વિરાટની આ માટે ટીકા કરી રહ્યા છે.