OMG! આ તે શું? વિદ્યા બાલન બની ગઈ 20 બાળકોની માતા? જાણી લો શું છે આખી બાબત

વિદ્યા બાલને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત મ્યુઝિક વિડિયોઝ, સિરિયલ અને જાહેરાતથી કરી હતી. એ સમયે વિદ્યા હમ પાંચ ટીવી સીરિયલમાં દેખાઈ હતી, જે એ સમયની સુપર ડુપર હિટ સિરિયલ હતી. એમને પંકજ ઉધાસ, શુભા મુદ્દલ જેવા ગાયકો સિવાય યુફોરિયા બેન્ડ સાથે પણ કામ કર્યું હતું.

image source

વિદ્યાનો જન્મ કેરળના ઓટ્ટાપાલમમાં થયો છે પણ પલકકડ અય્યર પરિવારની આ પ્રતિભાશાળી અભિનેત્રી મુંબઈમાં જ મોટી થઈ. અહીંયાની જ સેન્ટ એંથોની ગર્લ્સ અને સેન્ટ ઝેવીયર કોલેજમાં અભ્યાસ કર્યો અને સમાજશાસ્ત્રમાં બેચલર ડીગ્રી મેળવી. એમના પિતા પી. આર. બાલન ઇટીસી ચેનલના ઉપાધ્યક્ષ રહ્યા હતા અને માતા ગૃહિણી. એમની એક મોટી બહેન પ્રિયા પણ છે. વિદ્યા ખૂબ જ આધ્યાત્મિક છે અને ઈશ્વરમાં એમની ઊંડી આસ્થા છે. એ દર ગુરુવારે મંદિર જાય છે.

Vidya Balan
image source

વર્ષ 2003માં બંગાળી ફિલ્મ ભાલો ઠેકોથી એમને અભિનયની શરૂઆત કરી. ફિલ્મોમાં શરૂઆતમાં એમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ઘણી ફિલ્મોમાં પહેલા એમને લેવામાં આવ્યા અને પછી એમને કાઢી મુકવામાં આવ્યા. જેમકે મોહનલાલ સાથે મલયાલમ ફિલ્મ ચક્રમમાં એ હતી અને પછી કોઈ કારણસર એમને હટાવી દેવામાં આવ્યા. એવી જ રીતે તમિલ ફિલ્મ રન માટે એમને સાઈન કરવામાં આવ્યા પણ પછી એ એ ફિલ્મનો ભાગ ન રહી. એકટર શ્રીકાંત સાથે તમિલ ફિલ્મ મનાસેલલ્મમાં પણ કોઈ કારણ વગર વિદ્યાને હટાવી દેવામાં આવી. એવી જ રીતે ફિલ્મોમાં શરૂઆતના સમયમાં એ ઘણી ફિલ્મોમાં અંદર બહાર થતી રહી.

image source

વિદ્યાએ નિર્દેશક પ્રદીપ સરકાર સાથે ઘણી જાહેતાંત કરી હતી અને એમની સાથે એમનું સારું ટ્યુનિંગ થઈ ગયું હતું. અને એમની જ સાથે વિદ્યાએ પોતાની પહેલી ફિલ્મ પરિણીતામાં કામ કરવાનો મોકો મળ્યો હતો. વર્ષ 2005માં વિદ્યાની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. પોતાની પહેલી જ ફિલ્મમાં એમને દર્શકોના મન પણ ઊંડી છાપ છોડી. લોકોએ એમને બંગાળી પાત્રમાં ઘણું પસંદ કર્યું અને એ ફિલ્મ માટે એમને ઘણા એવોર્ડ પણ મળ્યા.

Vidya Balan
image source

લગે રહો મુન્નાભાઈ, નો વન કિલલ્ડ જેસિકા, પા,ધ ડર્ટી પિક્ચર, કહાની, તુમ્હારી સુલ્લુ, મિશન મંગલ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી એ બધાની મનગમતી બની ગઈ

image source

વિદ્યાએ સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા છે જે ફિલ્મ નિર્માતા છે, જેમને નો વન કિલલ્ડ જેસિકા, પાન સિંહ તોમર, બર્ફી, હિરોઇન, કાઈ પો છે, હૈદર, દંગલ જેવી ઉમદા ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.વિદ્યા અને સિદ્ધાર્થની પહેલી મુલાકાત એક એવોર્ડ ફંક્શનમાં થઈ હતી ફિલ્મ નિર્માતા કરણ જોહરે બંનેને મળાવ્યા હતા. પછી ધીમે ધીમે મુલાકાત વધતી ગઈ, મિત્રતા થઈ અને ક્યારે પ્રેમ થયો બંન્નેને ખબર જ ન પડી. 14 ડિસેમ્બર 2012માં બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા. તમિલ અને પંજાબી રીત રિવાજો પ્રમાણે બંનેના લગ્ન થયા હતા.

image source

વિદ્યા પોતાના બિન્દાસ અંદાજ માટે પણ જાણીતી છે. એકવાર કોઈ પત્રકારે એમને બાળકો વિશે સવાલ પૂછ્યો ત્યારે વિદ્યાએ કહ્યું કે હજી તો હું 41ની છું, પણ હું 20 વર્ષની છોકરીની જેમ જીવવા માંગુ છું. મારી પાસે માતા બનવા માટે અત્યારે સમય નથી. આમ તો મારી ફિલ્મો જ મારા બાળકો છે, અત્યાર સુધી હું 20 બાળકોની માતા બની ચુકી છું.‍

હાલમાં જ વર્ચ્યુઅલ ફેસ્ટિવલમાં વિદ્યાના પ્રોડક્શનની ફિલ્મ નટખટને પણ ઘણી વખાણવામાં આવી. આ એક માતાની સંઘર્ષપૂર્ણ વાર્તા છે, જે પોતાના યુવાન દીકરાને લિંગ સમાનતા વિશે શીખવે છે. એમાં વિદ્યાના અભિનયથી બધા જ પ્રભાવિત થયા. શકુંતલા દેવી ફિલ્મમાં એમની ભૂમિકા પર એમનું કહેવું હતું કે શકુંતલાજીના વ્યક્તિત્વએ એમનામું હૃદય સ્પર્શી લીધું. એક નહિ અનેક જિંદગી જીવી એમને. એક એવી સ્ત્રી જે ક્યારેય સ્કૂલે નથી ગઈ અને વિશ્વભરમાં હ્યુમન કમ્પ્યુટરના નામે જાણીતી થઈ. મેથેમેટિકલ જીનિયસ, એમને એસ્ટ્રોલોજીથી લઈને મેથ્સ માટેની પ્રેરણાદાયી બુક્સ લખી. સરસ જમવાનું બનાવતી હતી. ડાન્સ કરવો ગમતો હતો. હોમોસેક્સ્યુલિટી પર પહેલું પુસ્તક દેશમાં એમને લખ્યું. હોલીવુડ સ્ટાર્સથી લઈને દેશોના પ્રધાનમંત્રીને મળી આવી બહુમુખી પ્રતિભાવાળી સ્ત્રીનું પાત્ર ભજવીને વિદ્યા પોતાની જાતને ધન્ય સમજે છે .

હાલ વિદ્યા પોતાની આવનારી ફિલ્મ શેરની માટે તૈયારી કરી રહી છે. એમાં એ ફોરેસ્ટ ઓફિસર છે. શેરનીની વાર્તા યવતમાલની અવની ટી-1 નામની શેરનીના જીવન પર આધારિત છે. મધ્ય પ્રદેશના બાલાઘાટના જંગલોમાં એનું ઘણું શૂટિંગ થયું છે.

image source

હાલ અડધા કરતા વધુ ફિલ્મ બની ગઈ છે. એમની બીજી ફિલ્મ મહિલા મંડલીમાં એમની સાથે અક્ષય કુમાર છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, ખાસ કરીને ભૂલ ભુલૈયા અને મિશન મંગલમાં એમને ખૂબ જ પસંદ કરવામાં આવ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત