તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં વપરાઈ ચૂક્યું છે? ઘરે બેઠા આ રીતે મિનિટોમાં કરો ચેક

આધાર કાર્ડ આપણી પર્સનલ વિગતો અને માહિતીને આધારે તૈયાર કરવામાં આવે છે. જેમ કે આપણી જન્મતારીખ, આપણા ફિંગરપ્રિન્ટ, આપણી આંખોની ઓળખ વગેરે. અને આપણે આધાર કાર્ડ એટલા માટે જ કઢાવતા હોઈએ છીએ કે આપણે વિશ્વસનીય રીતે આપણી માહિતી સરકારને આપી શકીએ જેથી વિવિધ સરકારી યોજનાનો લાભ લઇ શકીએ. પરંતુ આ આધાર કાર્ડ જો ગેરવલ્લે ચડી જાય અને તેનો ઉપયોગ ગુનાહિત કૃત્ય તેમજ નકલી વ્યક્તિ કરે તો તેની જવાબદારી અને પરિણામ આપણે જ ભોગવવાનું રહે છે. જેથી આપણું આધાર કાર્ડ આપણે આપણી પાસે જ સલામત રાખવું જોઈએ.

image source

ઘણા લોકોને એવી શંકા પણ હોય છે કે કદાચ કોઈએ તેમના આધાર કાર્ડનો કોઈ ઉપયોગ તો નહીં કર્યો હોય ને ? તો આવી શંકાનું સમાધાન થઈ શકે તે માટે UIDAI દ્વારા એક સુવિધા પ્રદાન કરવામાં આવી છે અને એ સુવિધાનો ઉપયોગ કરીને તમે ઘર બેઠા ઓનલાઇન એ જાણી શકો છો કે તમારા આધાર કાર્ડનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થયેલો છે. અને આ પ્રકારે આધાર કાર્ડનું સ્ટેટ્સ ચેક કરવાની પ્રોસેસ પણ બહુ સરળ જેવી છે.

આધાર કાર્ડના થયેલા ઉપયોગ અંગે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જાણી શકાય છે સ્ટેટ્સ

image source

UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમે 50 વખતના આગલા તેમજ છેલ્લા છ મહિના દરમિયાન તમારા આધાર કાર્ડનો ક્યાં ક્યાં ઉપયોગ થયો છે તે જાણી શકો છો.

1. આ માટે સૌથી પહેલા તમારે UIDAI ની સત્તાવાર વેબસાઈટ resident.uidai.gov.in પર જવાનું રહેશે.

2. ત્યારબાદ ” Aadhaar Authentication History ” નક વિકલ્પ પર ક્લિક કરો.

image source

3. નવા પેજમાં પહેલા તમારો આધાર નંબર અને બાદમાં સિક્યુરિટી કોડ નાખો અને ત્યારબાદ જનરેટ OTP પર ક્લિક કરો.

4. ત્યારબાદ ” Send OTP ” પર ક્લિક કરો, હવે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે અને એક નવું પેજ ઓપન થશે.

5. હવે તમારી સ્ક્રીન પર ડેમોગ્રાફીક, બાયોમેટ્રિક, ઓટીપી, બાયોમેટ્રિક અને ઓટીપી, ડેમોગ્રાફીક અને ઓટીપી અને ડેમોગ્રાફીક અને બાયોમેટ્રિક નો વિકલ્પ દેખાશે, તમે જે વિકલ્પ પસંદ કરશો તેમાં ફમે સુચનાની અવધિ અને ટ્રાન્ઝેક્શનની સંખ્યા જણાવો, પછી OTP નાખી SUBMIT પર ક્લિક કરો.

image source

6. ત્યારબાદ તમે જેટલા પણ ડેટા પસંદ કર્યા હતા એટલા દિવસની બધી માહિતી જેમ કે સમય અને તારીખ સ્ક્રીન પર આવી જશે.

એ સિવાય જો તમે તમારા આધાર કાર્ડ સાથે તમારું ઇ મેલ આઈડી પણ રજિસ્ટર કરાવેલું હોય તો તમે આ બધું સત્તાવાર માહિતી સીધા તમારા ઇ મેલ પર મેલ પણ કરાવી શકો છો.