સિઝનલ બીમારીના લહેરને કારણે સાબરકાંઠાના હોસ્પિટલમાં જામી દર્દીઓની ભીડ, તંત્રમાં પણ વધી ચિંતા

ગુજરાતના સાબરકાંઠા જીલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલ હાલમાં દર્દીઓની ભારે ભીડ જામી છે. દર્દીઓની સંખ્યા ગયા અઠવાડિયા કરતા ઘણી વધી વધી ચુકી છે. હાલ દરરોજ આવતા દર્દીઓની સંખ્યા 1000 ના આંકડાને પહોંચી ચુકી છે.

image source

હિંમતનગરમાં આવેલી મુખ્ય સીવીલ હોસ્પીટલમાં એક સપ્તાહ પહેલા રોજ 500 થી 600 દર્દીઓનો ઘસારો રહેતો હતો. જે હાલમાં વધીને 900 થી 1 હજાર જેટલા થઈ ગયા છે. જ્યારે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ 200 ની આસપાસ હતા જે હવે 339 જેટલા થઈ ગયા છે.

સિવીલ હોસ્પીટલ ના RMOએ કહ્યુ હતુ, હાલમાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જે દર્દીઓ ગયા અઠવાડિયે 500-600 હતા એ હાલમાં 900 થી 1 હજાર થઈ ગયા છે. જ્યારે ઇન્ડોર દર્દીઓ પણ વધ્યા છે.

image source

જો સીઝનલ બીમારીને લઈને સાબરકાંઠા જીલ્લામાં આંકડા જોવામાં આવે તો જીલ્લામાં આ આંકડો 1735 નોધાયો હતો. જે ગયા અઠવાડિયા દરમ્યાન 1277 જેટલો હતો. જીલ્લાના સરકારી દવાખાનાઓમાં પણ વાયરલ ફીવર (Viral Fever) ને લઇને દર્દીઓની સંખ્યાં ઓપીડીમાં વધારે વધી રહી છે. જે મુજબ આ આંક વધારે નોંધાયો છે.

તમને જણાવી દઈએ કે હાલની સિઝનમાં ડયરીયા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળતી હોય છે, જે હાલમાં 287 દર્દી સંખ્યા જેટલી એક અઠવાડિયા દરમ્યાન નોંધાઇ છે. વાયરલ ફિવર દર્દીઓની સંખ્યા સૌથી વધુ તલોદમાં 447 જેટલી નોંધાઇ છે. જ્યાંરે સૌથી ઓછા દર્દી વડાલીમાં 29 નોંધાયા છે.

image source

ઇડરમાં 375, હિંમતનગર માં 317, પ્રાંતિજમાં 299, પોશીનામાં 160, ખેડબ્રહ્મામાં 93, વિજયનગરમાં 15 કેસ નોંધાયા છે. આ માટે જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરો અને સીઝનલ બીમારીથી બચવા માટે આરોગ્ય લક્ષી સાવચેતી જાળવવા માટે અપીલ કરવામાં આવી છે.

આ અંગે સાબરકાંઠા જીલ્લા આરોગ્ય અધિકારી ડો રાજેશ પટેલે કહ્યુ હતુ, હાલમાં સિઝનલ પરીસ્થિતીને લઈને દર્દીઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ડાયરીયા અને વાયરલ ફીવરના દર્દીઓનું પ્રમાણ ગયા અઠવાડિયા કરતા વધુ જોવા મળી રહ્યું છે. લોકોએ પણ હાલની સિઝન પ્રમાણે સાવચેતી રાખવી જરુરી છે. આ ઉપરાંત જીલ્લામાં વધતા જતા વાયરલ ફીવરના દર્દીઓને લઇને કોરોના અંગે પણ ચકાસણી શંકાસ્પદ લક્ષણો દરમ્યાન કરવામાં આવી રહ્યા છે. જેમાં 2 દર્દીએ માંડ એકાદ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે.

image source

હાલમાં કોરોનાની સ્થિતી અંગે પણ વાયરલ ફીવરના દર્દીઓમાં પણ લક્ષણો આધારે શંકાસ્પદ દર્દીઓને અલગ તારવવામાં આવી રહ્યા છે. જેથી કોરોના દર્દીઓને સત્વરે જાણી શકાય અને તેમની યોગ્ય સમયે સારવાર કરી શકાય