આ લેપથી સ્કિન થઇ જાય છે એકદમ સુંવાળી અને સાથે થાય છે ગોરી પણ, આ રીતે બનાવો ઘરે

આજના જમાનામાં દરેક વ્યક્તિ પોતાને સૌથી સુંદર દેખાવા ઈચ્છે છે. આજે પણ ભારત દેશમાં ગોરી સ્કિન ધરાવતી વ્યક્તિઓને ઘણા વર્ષોથી બ્યુટી કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિ પોતાને સુંદર બનાવવા માટે હજારો રૂપિયાનો ખર્ચ કરતા પણ પાછળ હટતા નથી. જો કે, માર્કેટમાં ઘણી બધી કંપનીઓ એવી છે જે પોતાના ઉત્પાદનો પરથી દાવો કરે છે કે, આ ઉત્પાદનો આપને સુંદર બનાવી શકે છે કે પછી આપની શ્યામવર્ણી ત્વચાને ગોરી કરી શકે છે એટલું જ નહી ઘણી વ્યક્તિઓ એવી પણ હોય છે જે આવા ઉત્પાદનોને આંખો બંધ કરીને ઉપયોગ કરતા હોય છે.

image source

હાલમાં માર્કેટમાં મળતા બ્યુટી પ્રોડક્ટ્સ આપને કેટલાક સમય સુધી સુંદરતા આપી શકે છે. પરંતુ આ પ્રોડક્ટ્સ લાંબાગાળે આપની સ્કિનને નુકસાન પહોચાડે છે. ઉપરાંત આ વાત કોઈનાથી છુપાયેલી નથી કે, હાલમાં માર્કેટમાં મળતા બ્યુટી સ્કિન પ્રોડક્ટ્સમાં કેવા પ્રકારના અને કેટલા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે આપને કેટલાક એવા ઘરેલું ઉપાયો વિષે જણાવીશું જેને આપે કોઈ પાર્ટી કે ફંક્શનમાં જતા પહેલા લગાવી લેશો તો આપનો ચહેરો સુંદર અને આકર્ષક બનાવી શકશો.

સામગ્રી:

image source

બેસન: એક ચમચી

હળદર: અડધી ચમચી

દૂધ: બે ચમચી

image source

ગુલાબજળ: અડધી ચમચી

રીત:

image source

આપે આ ફેસપેકને બનાવવા માટે એક વાટકીમાં એક ચમચી ચણાનો લોટ અને અડધી ચમચી હળદર લેવા. ત્યાર બાદ આ મિશ્રણમાં આપે બે ચમચી દુધ મિક્સ કરવું ત્યાર બાદ આ ત્રણેવ વસ્તુને એકસાથે સારી રીતે ભેળવીને એક પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી આપે આ પેસ્ટમાં થોડુક ગુલાબજળ ભેળવી દેવું. આપને જણાવીએ કે, ગુલાબજળની તાસીર ઠંડી હોય છે, ગુલાબજળ આપના ચહેરાની ઝુરીઓમાં ઘટાડો કરે છે અને તેના ડાઘને પણ ઘટાડે છે.

image source

આ પેસ્ટમાં ગુલાબજળ ભેળવી લીધા પછી આપે આ પેસ્ટને પોતાના ચહેરા પર લગાવી દેવી. ત્યાર પછી આપે આ પેસ્ટને ચહેરા પર લગાવી દીધા પછી સુકાવા માટે રહેવા દો. આપના ચહેરા પર જયારે આ ફેસપેક પૂરી રીતે સુકાઈ જાય છે ત્યારે આપે ફેસપેકને દુર કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરીને ચહેરો સાફ કરી લેવો.

આપને જણાવીએ કે, આપે આ ફેસપેકને કોઈ પાર્ટી કે પછી ફંક્શનમાં જતા પહેલા લગાવો છો તો આપનો ફેસ ચમકવા લાગશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત