આ દેશના લોકોએ એવો તો શું કમાલ કર્યો કે ત્યાં હવે કોરોના પોઝિટિવ કેસ સાવ નહિવત થઇ ગયા, જાણો તમે પણ

વિશ્વ આખું હાલ કોરોના વાયરસ સામે ઝીંક ઝીલવા પ્રયાસ કરી રહ્યું છે અને હવે અનેક દેશોએ કોરોના સાએ રક્ષણ આપતી વેક્સીન પણ શોધી લીધી છે. ભલે પહેલાની સરખામણીએ ઓછા પણ અમેરિકા, ભારત, બ્રિટન જેવા દેશોમાં હજુ પણ કોરોના વાયરસના સક્રિય દર્દીઓ છે અને કોરોનાના નવા કેસો પણ સામે આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે સિંગાપુર એક એવો દેશ છે જેણે કોરોના સામેની લડાઈમાં લગભગ બધા મોરચે સફળતા મેળવી છે. તો શું છે તેના પાછળનું કારણ આવો જાણીએ.

image source

આખા વિશ્વની જેમ સિમગાપુરમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. ત્યારે ત્યાંની સરકારે ફક્ત કોરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા ઝડપી જ બનાવી પણ અનેક નિયમોને કડકપણે લાગુ પણ કર્યા.

image source

સૌથી વિશેષ વાત તો એ કે સિંગાપુરના લોકોએ પણ કોરોના વાયરસને લઈને લાગુ કરાયેલા સરકારી નિયમોનું પાલન કર્યું. સમાચાર સંસ્થા બીબીસીના એક અહેવાલ મુજબ સિંગાપુરના લોકો છેલ્લા સાત મહિનાથી માસ્ક પહેરી રહ્યા છે અને તેમાં તેઓ બેદરકારી નથી દાખવતા.

image source

સિંગાપુરના લોકો જરૂરત મુજબ આખો સમય માસ્ક પહેરી રાખે છે અને ખાસ કરીને તે સમયે અવશ્ય માસ્ક પહેરે છે જયારે કોઈની સાથે મુલાકાત કરવાની હોય કે કોઈ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું હોય. ટૂંકમાં અહીંના લોકોએ માસ્કને પોતાના જીવનનો જ એક ભાગ બનાવી લીધું છે. અહીં મોટાભાગના સ્થાનો ખુલી ગયા છે પરંતુ કામ કરવાના લોકોના ઢંગમાં ઘણો ફેરફાર આવી ગયો છે. હવે લોકો કામ કરે છે પણ કામ કરતા પહેલા માસ્ક જરૂર પહેરે છે.

image source

માસ્ક સીવ્યા અહીં લોગ ટ્રેસીંગ ટોકનનો પણ ઘણો ઉપયોગ થઇ રહ્યો છે અથવા તો એમ કહીએ કે અહીંના લોકો માટે લોગ ટ્રેસીંગ ટોકન સામાન્ય વાત થઇ ગઈ છે તો પણ નવાઈ નહિ કહેવાય. આ ટોકન દ્વારા કોરોના પોઝિટિવ થયેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો વિષે માહિતી મેળવી શકાય છે. અહીંની સરકારથી લઈને લોકો સુધી એક વાત તો સામાન્ય છે કે માસ્ક પહેરીને, આ રીતના (લોગ ટ્રેસીંગ ટોકન) ઉપકરણોનો ઉપયોગ કરીને અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને તમે કોરોનાથી સુરક્ષિત રહી શકો છો પરંતુ તો જો આ નિયમો બધા લોકો અપનાવે તો.

image source

ઉપરાંત અહીંના લોકોને કોરોના વાયરસની ગંભીરતા પ્રત્યે સ્થાનિક સરકારે જે રીતે જાગૃત કર્યા છે તે પદ્ધતિ પણ ઘણી અસરકારક રહી છે. કોવીડ – 19 ના પ્રભાવને ઓછો કરવા માટે અહીંની રાજકીય અને સામાજિક સંસ્કૃતિનો પણ ફાળો રહ્યો છે. અહીંની સરકાર નિયમ તોડનાર નાગરિકો સામે સખ્ત અને કડક પગલાં લે છે પરંતુ અહીંના લોકો નિયમોની ગંભીરતા સમજે છે. મહામારીના આ સમયમાં સિંગાપુરમાં માત્ર 29 લોકોનું જ કોરોના વાયરસથી મોત થયું છે અને હવે નવા કેસો આવવાનું પણ લગભગ બંધ જેવું થઇ ગયું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત