પાકિસ્તાનીઓ આ બોલિવૂડ એક્ટર સાથે કરે છે એવું કે તમે જાણીને પામશો નવાઈ

બોલિવૂડની ફિલ્મોને દુનયિાભરમાં પસંદ કરવામાં આવે છે. સ્ટાર્સના કરોડો ફેન્સ ભારતમાં પણ છે તો એટલી જ સંથ્યા તેમના ફેન્સની વિદેશોમાં પણ જોવા મળી રહી છે. એટલું જ નહીં પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનેક ભારતીય ફિલ્મો ધૂમ મચાવી રહી છે. અનેક કલાકારો તો એવા છે તેમની ફિલ્મો રિલિઝ થવાની પાકિસ્તાનીઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ શુ તમે એ જાણો છો કે કેટલાક એક્ટર્સ એવા છે કે જેમની ફિલ્મોથી પાકિસ્તાનીઓ નારાજ રહે છે. પાકિસ્તાની દર્શકો તેમને ના પસંદ કરે છે અને એટલા માટે તેમની ફિલ્મોને પણ નકારી દે છે. એટલું જ નહીં તેઓ ત્યાં તેમની ફિલ્મને રીલિઝ પણ થવા દેતા નથી. શું તમે જાણો છો આ કયા કલાકારો છે જે પાકિસ્તાનીઓના હિટ લિસ્ટમાં સામેલ છે, નહીને તો આજે જાણી લો આ ખાસ કલાકારોના નામ.

સની દેઓલ

image source

પાકિસ્તાની દર્શકોની સૌથી વધારે નારાજગી જો કોઈ બોલિવૂડ અભિનેતા સાથે હોય તો તેમાં સની દેઓલનું નામ ટોપ પર છે. બોલિવૂડના આ સુપર હિટ એક્શન સ્ટારને પોતાની કરિયરમાં દેશભક્તિની અનેક ફિલ્મોમાં કામ કરવાનો અવસર મળ્યો છે. એટલું જ નહીં તેઓ આર્મી ઓફિસરથી લઈને અંડરકવર કોપ અને જાસૂસના રોલ પ્લે કર્યા છે. બોર્ડર ઈન્ડિયન, ધ હીરોઃ લવ સ્ટોરી ઓફ એ સ્પાઈ અને મા તુઝે સલામ જેવી ફિલ્મોમાં આતંકીઓના ખૂબ હોંશ ઉડાવી ચૂક્યા છે. આ સિવાય તેઓએ ફિલ્મ ગદ્દારમાં પણ સની દેઓલના ડાયલોગ્સ આજે પણ પાકિસ્તાનીઓના કાનમાં ગૂંજે છે. આ કારણ છે કે તેઓ સની દેઓલની ફિલ્મોને પસંદ કરતા નથી.

અક્ષય કુમાર

image source

પાકિસ્તાનીઓના હિટ લિસ્ટમાં બીજું નામ અક્ષય કુમારનું આવે છે. લાંબા સમયથી અક્ષય પણ બેક ટુ બેક દએશભક્તિ આધારિત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. પોતાની ફિલ્મોથી અક્ષય ફક્ત દેશમાં રહેનારા નહીં પણ વિદેશમાં રહેનારા ભારતીયોના દિલમાં દેશભક્તિની અલગ જગ્યા બનાવી રહ્યા છે. આ અક્ષયની ફિલ્મોને જોઈને પાકિસ્તાની દર્શકોના દિલમાં ગુસ્સાની આગ રહે છે. આ કારણ છે કે જ્યારે અક્ષયની ફિલ્મો પણ પાકિસ્તાનમાં આવે છે ત્યારે તે ચાલી શકતી નથી.

સુનીલ શેટ્ટી

image source

એક્શન સ્ટાર સુનીલ શેટ્ટી પણ પાકિસ્તાની દર્શકોની નારાજગી સહી રહ્યા છે. આમ તો સુનીલ શેટ્ટી બોર્ડર સહિતની અનેક ફિલ્મોમાં આર્મી મેન અને દેશભક્ત જાંબાજ પોલીસ ઓફિસરનો રોલ કરી ચૂક્યા છે, પણ પાકિસ્તાની દર્શકોમાં સુનીલને નારાજગી મળવાનું ખાસ કરીને મૈં હૂં ના બાદ શરૂ થયું છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી એક એવા કમાન્ડો ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યા છે જેનાથી અનેક નિર્દોષ પાકિસ્તાની નાગરિકોની હત્યા કરી હતી. સુનીલને લઈને આ રોલ લઈને પાકિસ્તાની દર્શકો ખૂબ જ નારાજ છે.

સલમાન ખાન

image source

પાકિસ્તાની દર્શકોમાં સલમાનના ચાહકોને કોઈ ઘટાડી શકે તેમ નથી, પણ એક ફિલ્મ એક થા ટાઈગરને માટે સલમાને પોતાના પાકિસ્તાની દર્શકોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. હિંદુસ્તાની અને પાકિસ્તાની જાસૂસ પર આધારિત આ ફિલ્મને પાકિસ્તાનમાં રીલિઝ કરતી અટકાવવામાં આવી હતી.

વિક્કી કૌશલ

image source

આ અભિનેતાએ ફિલ્મ ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં આર્મી ઓફિસરનો લીડ રોલ પ્લે કર્યો હતો. ભારતીય આર્મી દ્વારા પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક પર આધારિત ફિલ્મને પાકિસ્તાનમાં બેન કરી દેવામાં આવી હતી. સાથે એ અંદાજ લગાવવાનું મુશ્કેલ નથી કે વિક્કી કૌશલને પાકિસ્તાનમાં કેટલા નાપસંદ કરાઈ રહ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!