આવા માસુમ ચેહરાથી આ અભિનેત્રીએ લોકોને કર્યા દીવાના, લગ્ન કરેલા આ રાજનેતાના પ્રેમમાં હતી પાગલ..

મિત્રો, બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે પોતાના સમયમા લાખો લોકોના દિલ પર રાજ કરતી હતી. આ અભિનેત્રીનો નિર્દોષ ચહેરો હજુ પણ લોકોને પાગલ બનાવી દે છે. આ અભિનેત્રીનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૭૫ ના રોજ થયો હતો. ત્યારે હાલ આ અભિનેત્રી પોતાનો ૪૬ મો જન્મદિવસ ઉજવી રહી છે. તેણે બોલિવૂડ ફિલ્મજગતની અનેકવિધ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમની દરેક ભૂમિકા દર્શકોને ખુબ જ પસંદ આવી છે. તો ચાલો આજે આ અભિનેત્રીના જન્મદિવસ પર આપણે તેમના વિશે અમુક રસપ્રદ વાતો જાણીએ.

image source

આ અભિનેત્રીનો જન્મ મુંબઈમા થયો હતો. તેમણે મુંબઈમાં રામનારાયણ લોહિયા કોલ્સમા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણીને કોલેજ અભ્યાસ દરમિયાન જ મોડલિંગમા ખુબ જ રસ હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૪ મા મોડેલિંગથી કરી હતી. આ અભિનેત્રીની સુંદરતાએ તેને ફિલ્મોમા કામ કરવામા પણ ખુબ જ મદદ કરી હતી. તેમની અભિનય કારકીર્દીની પહેલી ફિલ્મ સોહેલ ખાનના પ્રોડક્શનમા બનવાની હતી પરંતુ, અમુક કારણોસર આ ફિલ્મ બની શકી નહીં.

image source

પરંતુ, આ ઘટનાથી આ અભિનેત્રીની અભિનય કારકિર્દી પર કોઈ ખાસ ફરક પડ્યો નહીં. વર્ષ ૧૯૯૫મા આ અભિનેત્રીએ ફિલ્મ ‘આગ’ થી ડેબ્યૂ કર્યુ હતુ. આ ફિલ્મની સાથે સુપરસ્ટાર ગોવિંદા પણ હતા. વર્ષ ૧૯૯૬મા આ અભિનેત્રી ફિલ્મ ‘દિલવાલે’મા જોવા મળી હતી પરંતુ, આ ફિલ્મ એટલી બધી ચાલી ના હતી. આ ફિલ્મમા આ અભિનેત્રી સાથે અભિનેતા અજય દેવગન પણ હતા. આ અભીનેત્રીની દમદાર એક્ટિંગને કારણે આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ પડી હતી.

image source

આ અભિનેત્રી તેની ફિલ્મો કરતા વધુ તેની લવલાઇફના કારણે પણ ચર્ચામાં રહી છે. તેણી એક જાણીતા રાજકારણી રાજ ઠાકરેના પ્રેમમા હતી. એવુ કહેવાય છે કે રાજ ઠાકરે પણ સોનાલીને પ્રેમ કરતા હતા. આ ઉપરાંત એવા પણ ન્યુઝ સાંભળવા મળ્યા હતા કે, સોનાલીના પ્રેમમા રાજ ઠાકરે એટલા પાગલ થઇ ગયા હતા કે, તે સોનાલી સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ, રાજ પહેલેથી જ લગ્ન કરી ચૂક્યો હતો.

image source

શિવસેનાના વડા બાળ ઠાકરેને જ્યારે ખબર પડી કે, રાજ ઠાકરે સોનાલી સાથે લગ્ન કરવા ઈચ્છે છે ત્યારે તેમણે તુરંત જ તેમને સમજાવીને આ સંબંધનો અંત લાવવા માટે જણાવ્યું હતુ. સોનાલીએ ૧૨ નવેમ્બર, ૨૦૦૨ના રોજ ફિલ્મ દિગ્દર્શક ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા હતા. સોનાલી અને ગોલ્ડીને એક પુત્ર પણ છે.

image source

તેણીએ જુલાઈ ૨૦૧૮ મા કેન્સરનુ નિદાન કરાવ્યુ હતુ ત્યારે તે ખુબ જ ચર્ચામા આવી હતી. આ બીમારીની જાણ તેણે પોતે જ બધાને કરી હતી અને લાંબા સમય માટે આ બીમારીના નિદાન માટે સારવાર પણ લીધી હતી. આજે તે સંપૂર્ણપણે સ્વસ્થ જીવન વ્યતીત કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત