બાળકોના નામે લોકોને ઇમોશનલ કરીને આ મહિલા ગેંગ માંગે છે ભીખ, રાતે આલીશન હોટલમાં હોય છે આવો નજારો

હાલમાં ઉત્તરપ્રદેશમાથી એક અવિશ્વસનીય બનાવ સામે આવ્યો છે. એક મહિલાઓની ટોળકી ભેગી મળીને આવુ પણ કામ કરી શકે તે જાણીને પહેલા તો પોલીસ પણ દંગ રહી ગઈ હતી. હવે મહિલાઓની આ ટોળકીને કાનપુર પોલીસે પકડી પાડી છે. આ વિશે જાણવા મળ્યુ છે કે તેઓની આખી ટોળી દિવસ દરમિયાન સીધા સાદા દેખાઇ અને રસ્તાઓ પર ભીખ માંગે છે. આ પછી જ્યારે રાત થાય ત્યારે તેઓ કોઈ લક્ઝુરિયસ હોટલમાં અમીરોની જેમ રાત વિતાવે છે. આ ‘ભિખારીઓ’ જે હોટલમાં આ રીતે રાતે રહેતા હતા તે હોટલ વિશે જાણીને તમને ખુબ નવાઇ લાગશે.

image source

મળતી માહિતી મુજબ કાનપુરના પોશ વિસ્તારમાં આવેલ એક આલીશાન હોટલ હતી જ્યા તેઓ રાત રોકાતા હતાં. વાત કરવામા આવે આ હોટલના ભાડા વિશે તો અહી ફક્ત એક જ રૂમનું ભાડુ પણ રોજનું બે હજાર રૂપિયા હતુ એટલે કે જો આ આંકડા મુજબ ગણતરી કરવામા આવે તો મહિને 60 હજાર રૂપિયા ફ્ક્ત તે હોટલનુ ભાડુ થઈ જાય છે. જ્યારે આ બધી વાત સામે આવી ત્યારે સૌના હોશ ઉડી ગયા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ મહિલાઓની ટોળકી વિશે હોટલના મેનેજરને પૂછપરછ માટે પણ બોલાવ્યા છે.

image source

આ અંગે કાનપુરના પોલીસ કમિશનર અસીમ અરુણ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે આ યુવતીઓ મુળ ગુજરાતની છે અને તો 8 છે. આ યુવતીઓ છેલ્લા ઘણા દિવસોથી અહીની હોટલમાં રોકાઈ છે. આ સાથે એક અન્ય વાત પણ જાણવા મળી હતી કે તેમની સાથે બે નિર્દોષ બાળકો પણ છે જેઓ પણ આમાં સામેલ છે. આ છોકરીઓ તેમની ગેંગ સાથે દરરોજ એક વિસ્તાર નક્કી કરે છે અને ત્યાં કારમાં બેઠેલા લોકો પાસેથી પૈસા માંગે છે અને જો કોઈ માંગેલી રકમ આપવાનો ઇનકાર કરે છે તો તેઓ તેની સાથે ઝપાઝપી કરે છે અને તેની સાથે છેડતીનો આરોપ લગાવી બ્લેકમેઇલ પણ કરે છે.

image source

તે જ્યારે ભીખ મંગવા જાય છે ત્યારે આ બાળકોને તેની સાથે લઇ જાય છે અને તેમના નામ પર લોકોને ઇમોશનલ કરી પૈસા માંગે છે. હવે પોલીસે ગેંગનો ઘટસ્ફોટ કરતા તેના 8 સભ્યોની ધરપકડ કરી છે. જાણવા મળ્યુ છે કે આ મહિલા ગેંગ ગુજરાતના અમદાવાદની રહેવાસી છે. આ ગેંગ રાજસ્થાનઅને અન્ય રાજ્યોમાં પણ સક્રિય છે. પોલીસ કમિશનરે કહ્યું કે તેની ગેંગના વધુ સભ્યોની શોધ કરવામાં આવી રહી છે. તેઓ જ્યારે ભીખ માંગી રહ્યા હોય ત્યારે જોનારા લોકો કહે છે કે તેમણે બ્રાંન્ડેડ શર્ટ અને જીન્સ પહેરેલ હોય છે અને હાથમા બાળક હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!