‘આ મહિલાના પાડોશી હોત તો કેવું સારું’ આ વૃદ્ધ મહિલા મરતા પહેલાં પાડોશી માટે છોડી ગઈ 55 કરોડની સંપત્તિ

સામાન્ય રીતે જો પરિવારમાં કોઈ બાબતે મોટો ઝઘડો થાય તો તે મિલકતનો વિવાદ હોય એવું જ સમજવું. કોઈ પણ વ્યક્તિ કોઈને એક ઇંચ જમીન અને પૈસા આપવા માંગતો નથી, પરંતુ જર્મનીમાં એક મહિલા પડોશીઓને 55 કરોડની સંપત્તિ આપીને જતી રહી છે. હવે લોકો વિચારી રહ્યા છે કે જો તે પણ આ મહિલાનો પાડોશી હોત તો તેઓને પણ મફતમાં સંપત્તિ મળી હોત.

image source

બન્યું એવું કે જર્મનીના બર્લિનમાં એક વૃદ્ધ મહિલા રેનટએ રાતોરાત તેની 55.35 કરોડ રૂપિયાની સંપત્તિ પડોશીઓને આપી હતી. જો કે આ વૃદ્ધ મહિલા કે જેણે પડોશીઓને સંપત્તિ દાન કરી હતી તેનું ડિસેમ્બર 2019માં જ અવસાન થયું હતું.

image source

રેનટે 1975થી તેમના પતિ આલ્ફ્રેડ વેસ્લ સાથે મધ્ય જર્મનીના હેસ્સીના વોલ્ડોલ્સ્પ્સના વેપરફેલ્ડન જિલ્લામાં રહેતા હતા. તે 6 ગામોનું એક સમુહ છે. તેનો પતિ આલ્ફ્રેડ શેર બજારમાં રોકાણ કરતો હતો અને તેણે પણ તેમાંથી ઘણું કમાવ્યું હતું.

image source

તેનો પતિ 2014માં મૃત્યુ પામ્યો હતો અને રેનેટ 2016થી ફ્રેન્કફર્ટમાં એક નર્સિંગ હોમમાં રહે છે, તેનું પણ ડિસેમ્બર 2019માં 81 વર્ષની વયે અવસાન થયું હતું. સ્થાનિક મીડિયા આઉટલેટ હેઇસેનચાઉએ અહેવાલ આપ્યો છે કે રેનેટની બહેન જે તેની મૂળ વારસદાર હતી, તેનું અવસાન થઈ ચૂક્યું છે.

image source

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જિલ્લા વહીવટીતંત્રે એપ્રિલમાં તેની વસીયત વિશે માહિતી આપી અને કહ્યું કે રેનેટે તેની પાછળ બેંક બેલેન્સ, શેર અને કિંમતી સંપત્તિ છોડી દીધી છે. વૃદ્ધ મહિલાએ સંપત્તિને ઘણા પડોશીઓના નામે વહેંચી હતી. જો કે, તમને જણાવી દઈએ કે તેમના પડોશીઓ આ નાણાં તેમના અંગત ખર્ચ માટે ઉપયોગ કરી શકશે નહીં. પણ આ પૈસાનો ઉપયોગ તે વિસ્તારના વિકાસમાં થશે.

image source

આ જ વર્ષનો એક કિસ્સો સામે આવ્યો હતો જે ભારે ચર્ચામા છે. કારણ કે ચમત્કાર ક્યારે માણસના નસીબ આડેનું પાંદડુ ખસાવી નાંખે એ કહેવાય નહીં. આવી જ એક ઘટના ઇન્ડોનેશિયામાં એક વ્યક્તિ સાથે પણ બની છે. ઇન્ડોનેશિયામાં રહેતો એક યુવક જોસુઆ હુતાગલુંગુ નામનો યુવક તાબૂત બનાવવાનું કામ કરતો હતો. માત્ર અમુક મિનિટોની અંદર જ આ ગરીબ યુવક કરોડપતિ બની ગયો. 33 વર્ષનો આ વ્યક્તિ એક દિવસ પોતાના ઘરમાં કામ કરી રહ્યો હતો. ત્યારે આકાશમાંથી એક એવી વસ્તુ પડી કે જેણે તેને 10 કરોડ રુપિયાનો માલિક બનાવી દીધો. જોસુઆના ઘરે દુર્લભ ગણાતા ઉલ્કાપિંડનો એવો ટૂકડો પડ્યો જેણે તેના નસીબ ઉઘાડી નાંખ્યા. આ ઉલ્કાપિંડનો ટૂકડો લગભગ 4 અબજ વર્ષ જૂનો હતો, આ જ કારણસર તેની કિંમત પણ 10 કરોડ રુપિયા આંકવામાં આવી.

image source

ઉલ્કાપિંડના પડવાના કારણે જોઉસાના કોલાંગ સ્થિત ઘરની છતમાં કાણું પડ્યું હતું. જે સમયે આ ઉલ્કાપિંડ જોઉસના ઘરમાં પડ્યો તે સમયે તે તાબૂત બનાવવાનું જ કામ કરતો હતો. ઉલ્કાપિંડનો વજન બે કિલોથી વધારે છે અને જ્યારે તે જમીન પર પડ્યો ત્યારે 15 સેમી જેટલો જમીનમાં ધસી ગયો. આ ઉલ્કાપિંડના બદલામાં જોસુઆને લગભગ 14 લાખ પાઉંડ (10 કરોડ રુપિયા) મળ્યા. એટલે કે પ્રતિ ગ્રામ તેની કિંમત 857 ડોલર થઇ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત