ડિસેમ્બર મહિનામાં 10-12 નહિં પણ આટલા બધા દિવસો બેન્કો રહેશે બંધ, નોંધી લો તમે પણ તારીખો, નહિં તો પડશે ધક્કો

વર્ષ 2020 કોરોના મહામારી વચ્ચે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 1 ડિસેમ્બરથી આ વર્ષના છેલ્લા દિવસોની શરુઆત થઈ જશે. વર્ષના છેલ્લા મહિનામાં શું કરવું, ક્રિસમસની ઉજવણી, નવા વર્ષના વેલકમની તૈયારીઓના પ્લાનિંગ 1 તારીખથી જ શરુ થઈ જાય છે. જો કે આ વર્ષે કોરોના કાળમાં આવું કંઈ શક્ય બનશે કે નહીં તે વિચારવાની વાત છે. જો કે આ મહિનામાં જો તમારે પાર્ટીના આયોજન સિવાયના કોઈ મહત્વના કામ કરવાના હોય તો કેલેન્ડર પર ખાસ નજર કરજો.

image source

ડિસેમ્બર મહિનામાં ફરવા જવાનું પણ લોકો પ્લાન કરતાં હોય છે. આ સિવાય કોઈપણ કામ કે પ્લાનિંગ હોય તો તેના માટે પૈસાની જરૂર તો અચુક પડે જ છે. તો તમને પણ પૈસાની જરૂર પડવાની હોય તો આ વાત તમારા માટે જાણવી અત્યંત આવશ્ય કે છે આવતા મહિનામાં બેન્ક 14 દિવસ બંધ રહેવાની છે. જો કે ચિંતા ન કરો. આ રજાઓ એક સાથે નથી પરંતુ તહેવાર, શનિવાર-રવિવાર એ રીતે રજાઓ 14 દિવસની થાય છે.

image source

વર્ષ 2020ના ડિસેમ્બર મહિનાના 31 દિવસમાંથી 14 દિવસ બેન્કો બંધ રહેશે. ડિસેમ્બર મહિના દરમિયાન આવતા વિવિધ તહેવાર અને સાપ્તાહિક રજાના કારણે બેન્ક 14 દિવસ એટલે કે અડધો મહિનો બંધ હશે. જો કે અહીં નોંધવા લાયક વાત એ છે કે આ રજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ હશે. તો જાણો તમારે કયા દિવસે બેન્કમાં જઈને તમારા જરૂરી કામ કરી લેવાના છે.

image source

3 તારીખે બેંગલુરુ અને પણજીમાં ફેસ્ટ ઓફ સેંટ ફ્રાંસિસ જેવિયરની રજા

6 તારીખે રવિવાર.

12 તારીખે મહિનાનો બીજો શનિવાર છે.

13 તારીખે રવિવાર

17 તારીખે ગંગટોકમાં લૉસોન્ગ તહેવારની રજા રહેશે.

image source

18 તારીખે ગંગટોક અને શિમલામાં ડેથ એનિવર્સરી યૂ સો સો થમના કારણે રજા.

19 તારીખે પણજીમાં ગોવા લિબરેશન ડે ના કારણે રજા.

20 તારીખે રવિવારની રજા રહેશે.

24 તારીખે ક્રિસમસ ફેસ્ટિવલના કારણે બેંક બંધ રહેશે.

25 તારીખે દેશભરમાં ક્રિસમસની રજા રહેશે.

26 તારીખે ચોથા શનિવારની રજા.

27 તારીખે રવિવારની રજા રહેશે.

image source

30 તારીખે યુ કીઅંગ નાંગબાહના કારણે બેંક બંધ.

31 તારીખે ન્યુ યર ઈવના કારણે બેંક બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત