આ માણસને ખુબ જ વિચિત્ર ઈચ્છા થઈ અને જયારે તેણે ઈચ્છા પુરી કરી ત્યારે આવો દેખાતો હતો

ફ્રાન્સના એક વ્યક્તિને એલિયન બનવાનું એટલું ઝનૂન હતું કે તેણે પોતાનું નાક કાપી નાખ્યું હતું. એટલું જ નહીં, વ્યક્તિના હાથની કેટલીક આંગળીઓ અને ઉપલા હોઠ પણ કપાવ્યા છે. ‘બ્લેક એલિયન’ બનવાની ઈચ્છામાં ગાંડપણની હદ વટાવનાર આ વ્યક્તિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાંથી કેટલાક એવા છે કે જેને જોઈને તમે ડરી જશો.

આંખોની અંદર ટેટૂઝ

image source

એન્થની લોફ્રેડો સ્પેન ગયો અને તે પોતે તેના શરીર સાથે રમત રમ્યો. કારણ કે ત્યાં આવા કૃત્યોને ગુનો માનવામાં આવતો નથી. એન્થનીએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે પોતાની આંગળીઓ કાપતો જોવા મળ્યો હતો. તેણે પહેલેથી જ તેનું નાક અને ઉપરના હોઠ કપાવી નાખ્યા છે. તેણે પોતાની આંખોમાં પણ ટેટૂ કરાવ્યા છે. આ સિવાય તેનું આખું શરીર ટેટૂઝથી ભરેલું છે.

હજુ 35% કામ બાકી છે

એન્થની લોફ્રેડોએ પોતાને એલિયન જેવો દેખાડવા માટે ઘણી સર્જરી કરી છે. જો કે, તે કહે છે કે સંપૂર્ણ ‘બ્લેક એલિયન’ બનવા માટે તેને હજુ 35 ટકા વધુ ફેરફારની જરૂર છે. એન્થનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો શેર કરતા લખ્યું કે પ્રોજેક્ટ હજુ પૂરો થયો નથી. ‘બ્લેક એલિયન’ બનવાના મારા સપનાની બીજી પ્રક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે.

image source

બધી ત્વચા દૂર કરવાની ઇચ્છા

આ વ્યક્તિ સોશિયલ મીડિયા પર બ્લેક એલિયન તરીકે ઓળખાય છે. લોકો એન્થનીના આ વિચિત્ર કૃત્યથી દંગ રહી ગયા છે, પરંતુ તેને તેની માતાનો સંપૂર્ણ સમર્થન છે. તેણે મધર્સ ડે પર તેની માતા સાથેની તસવીર પણ પોસ્ટ કરી હતી. એન્થનીએ ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન કહ્યું હતું કે તે તેની આખી સ્કીન કાઢી નાખવા માંગે છે અને તેની જગ્યાએ મેટલ કરવા માંગે છે.

સિક્યુરિટી ગાર્ડની નોકરી છોડી દીધી

એન્થની એક સમયે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો, પરંતુ તે તેનાથી ખુશ નહોતો. એક દિવસ તેને લાગ્યું કે તેને જે રીતે જીવવું જોઈએ તે તેવી રીતે જીવી રહ્યો નથી. તે પછી તે ઓસ્ટ્રેલિયા ગયો અને પોતાને બદલવા લાગ્યો. હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. થોડા સમય પહેલા તે સ્પેન ગયો હતો અને તેનું નાક કઢાવી નાખ્યું હતું, કારણ કે ત્યાં આવા કામોને ગેરકાયદે ગણવામાં આવતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *