Site icon News Gujarat

ગુજરાતના આ હનુમાન મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિ પનોતી, જાણો ક્યાં આવેલું છે આ મંદિર

આ પૌરાણીક મંદિરમાં દર્શન કરવાથી નથી નડતી સાડાસતી. દક્ષિણ ગુજરાતમાં આવેલ પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલ ઝંડ હનુમાન મંદિર ખાતે એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારેય શનિ પનોતી નડતી નથી. આગામી 15 મે મંગળવારના રોજ હિંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહિનાની અમાસ છે. આ દિવસને ન્યાયના દેવતા શનિદેવની જન્મ જયંતિ તરીકે ઉજવાય છે. ગ્રહમંડળમાં શનિ દેવ ન્યાયાધિશ છે જેથી લોકોને તેમના કર્મની સજા પનોતી રૂપે આપે છે.દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાથી લગભગ 10 કિલોમીટર દૂર હનુમાનજીનું એક પૌરાણિક મંદિર આવેલું છે. આ હનુમાન મંદિરને લોકો ઝંડ હનુમાન મંદિરના નામે ઓળખે છે.
હનુમાનજીનું આ મંદિર અનોખો મહિમા ધરાવે છે. શનિદેવના પ્રકોપથી બચવા માટે ભક્તો અહીં આવીને દર્શન કરે છે અને પૂજા આરાધના કરે છે.

જાંબુઘોડાના જંગલો વચ્ચે આવેલ છે મહાભારત કાળનું આ મંદિર

image source

જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરમાં શનિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. એવું કહેવાય છે કે આ મંદિરમાં જે લોકો શનેશ્વરી અમાસ અને શનિ જ્યંતિના દિવસે આવીને શ્રદ્ધા પૂર્વક એકવાર દર્શન કરી લે છે તો એમને જીવનમાં ક્યારેય શનિની પનોતીની અસર થતી નથી.

શું છે વાયકા?

image source

આ મંદિરના ઇતિહાસ મુજબ, આ જગ્યાએ હેડમ્બાવન હતું અને અહીં જ્યારે પાંડવો વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે આ વનમાં આવ્યા હતા. આ જગ્યા પર જ્યારે પાંડવો અને માતા કુંતી આવ્યા ત્યારે સૌથી તાકાતવાળો ભીમ જંગલમાં એમના રસ્તામાં આવતા મોટા મોટા ઝાડને હાથે દૂર કરી નાખતો હતો, જેથી ભીમને સૌથી શક્તિશાળી હોવાનું અભિમાન આવી ગયું હતું. ત્યારે હનુમાનજી ભીમની શક્તિની પરીક્ષા કરવા માટે એક વૃદ્ધ વાનરનું સ્વરૂપ ધારણ કરીને જંગલમાં જે રસ્તા પરથી ભીમ આવતો હતો એ રસ્તા પર વચ્ચે સુઈ ગયા, ભીમે તેમને વચ્ચેથી હટવા કહ્યું, પણ
વાનરના રૂપમાં હનુમાનજી અહીંથી ન હટયા. ત્યારે ભીમને ગુસ્સો આવ્યો હતો અને તેને વાનરને ઊંચકીને ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પણ સો હાથીઓની તાકાત ધરાવતો ભીમ એક વાનરની પુંછ પણ હલાવી શક્યો ન હતો.

ભીમનું અભિમાન ઉતાર્યુ

image source

એ સમયે ભીમને જ્ઞાન થયું હતું કે આ કોઈ બીજી જ મહાન શક્તિ છે. અને પછી ભીમે પોતાની ભૂલ સ્વીકારી ક્ષમા માંગીને પોતાના મૂળ સ્વરૂપમાં આવવા માટે વિનંતી કરી. પછી હનુમાનજી વાનરમાંથી પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા અને ભીમને દર્શન આપ્યા હતા. હનુમાનજીએ ભીમને કહ્યું કે તું તારી શક્તિનું અભિમાન ન કર, તું આ સંસારના નિર્બળ અને વૃદ્ધ લોકોની તારી તાકાતથી સેવા કરજે. અને વરદાન આપ્યું કે હું તમારા રાજ માટે જ્યારે કૌરવોની સામે યુદ્ધ લડવાનું થશે ત્યારે તારી સાથે હોઈશ, અને ત્યારથી આ વન હેડમ્બા વન તરીકે ઓળખાય છે. એ પછી ભીમે જાતે અહી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી. જે મુર્તિ આજે પણ તમને એ જંગલમાં જોવા મળશે. આ મૂર્તિ 12 ફૂટની છે. પૌરાણીક રીતે જોઈએ તો આ જગ્યાનું ઈતિહાસમાં ખૂબ જ મહત્વ છે. અને એટલે જ લાખો લોકો અહીં દર્શન કરવા માટે આવે છે અને ધન્ય થયાનો અહેસાસ પામે છે.

ઝંડ હનુમાન મંદિરથી થોડે આગળ જતા ભીમની ઘંટી કહેવાતી જગ્યા આવે છે

image source

હનુમાનજીના મંદિર પાસે એક પૌરાણિક શિવાલય અને હિંગળાજ માતાનું મંદિર પણ જોવા મળે છે. અહીં આરસના પથ્થરમાંથી કોતરેલા પગલાં પણ છે. પરંતુ આ સ્થળે પગદંડી દ્વારા ફક્ત ચાલીને જ જઈ શકાય છે. આ મંદિર પાસે હનુમાનજીને મુર્તિ ભગ્ન અવસ્થામાં પણ જોવા મળી છે, એટલે આ જગ્યાએ જાહોજલાલી હશે. અહીં પાલિયા પણ છે અને હાથમાં તલવાર અને ઘોડેસવારોની મૂર્તિઓ પણ છે.

image source

ઝંડ હનુમાન મંદિરથી થોડે આગળ જતા ભીમની ઘંટી કહેવાતી જગ્યા આવે છે, જ્યા વિશાળકાય ઘંટી જેવો પથ્થર જોવા મળે છે. કથાઓ અનુસાર, અહીંથી નજીક આવેલા ડુંગરના ઉપરના ભાગે એક મોટું ભોંયરું આવેલું છે, જે કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે.

શનિ દેવનું સ્વરૂપ સફેદ

image source

આ મંદિરમાં જે હનુમાનજીની મુર્તિ છે ત્યાં એ મૂર્તિના પગ નીચે શનિદેવ પોતે દબાયેલા છે. અને હનુમાનજીના પગ નીચે જે શનિદેવ છે તેમનું સ્વરૂપ પણ કાળાની જગ્યાએ સફેદ છે. આ જગ્યાએ હનુમાનજીએ ભીમ અને શનિદેવ બંનેનું અભિમાન ઓગાળ્યું હતું. અને હનુમાનજીએ શનિદેવને પોતાના પગ તળે દબાવી દીધા હતા. આ મંદિરે જો કોઈને શનિદેવની પનોતી કે શનિ ગ્રહની અસર નડતી હોય અને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો માત્ર દર્શન કરવાથી જ શનિદેવની પનોતીમાંથી મુકત થવાય છે.

દ્રૌપદીની તરસ છીપવવા કૂવો ખોદવામાં આવ્યો

image source

એ પછી હનુમાનજીના સાનિધ્યમાં શનિદેવનું સ્વરૂપ આપોઆપ સફેદ થઈ ગયું હતું. એવું કહેવાય છે કે વનવાસ દરમ્યાન પાંડવોએ અહીં વાસ કયો હતો અને આ જગ્યાએ અર્જુને પોતાના બાણથી બનાવેલો એક કૂવો પણ મૌજૂદ છે. જે દ્રૌપદીની તરસ છીપવવા કૂવો ખોદવામાં આવ્યો હતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version