Site icon News Gujarat

કીસમીસ માસ્ક આપશે તમારી ત્વચાને આ ફાયદા, એકવાર વાંચો આ લેખ અને જાણો ફાયદા…

મિત્રો, જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઉં કે, કિસમિસ એ ફક્ત ખાવા માટે જ નહિ પરંતુ, તેનાથી બીજા પણ અનેકવિધ ફાયદાઓ મળે છે. આ એક એવુ ડ્રાયફ્રૂટ છે કે, જે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામા આવે છે.

image source

કિસમિસમા એવા અનેક પ્રકારના પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચાની સમસ્યાઓને દૂર રાખવામા સહાયરૂપ સાબિત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, કિસમિસને દ્રાક્ષ સૂકવીને તૈયાર કરવામા આવે છે એટલે કે તેમા કોઈપણ પ્રકારનુ કેમિકલ મિક્સ કરવામા આવેલુ હોતુ નથી.

બજારમા અનેક પ્રકારની દ્રાક્ષ ઉપલબ્ધ હોય છે. જ્યારે તેમાંથી ભેજ સંપૂર્ણપણે બહાર ના નીકળી જાય ત્યારે દ્રાક્ષ સુકાઈ જાય છે અને કીસમીસ બની જાય છે. તે સ્વાસ્થ્યની સાથે-સાથે તમારી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો જાણીએ કિસમિસનો ઉપયોગ ત્વચા પર કેવી રીતે થઈ શકે?

ઓઈલી ત્વચા માટે :

સામગ્રી :

image source

કિસમિસ, ટી ટ્રી ઓઈલ, લીંબુ સરબત, એલોવેરા, મુલતાની માટી

રીત :

ફેસપેક તૈયાર કરવા માટે સૌથી પહેલા તમે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ એક જાડી પેસ્ટ તૈયાર કરી લો. જો તમને આ પેસ્ટ ખૂબ જ વધારે પડતી જાડી લાગે તો તમે તેમા ગુલાબજળ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર લગાવી અને ત્યારબાદ અંદાજે ૨૫ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો.

સામાન્ય અને શુષ્ક ત્વચા માટે :

સામગ્રી :

image source

કિસમિસ, દહી, કાકડીની પ્યુરી, દૂધ, ચણાનો લોટ, ગુલાબના પાંદડા

રીત :

ફેસપેક તૈયાર કરવા માટે તમે સૌથી પહેલા આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને મિક્સરમાં પીસી લો. ત્યારબાદ આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને કમ સે કમ ૨૦ મિનિટ સુધી રહેવા દો અને ત્યારબાદ તમારા ચહેરાને પાણીથી ધોઈ લો. સારા પરિણામ મેળવવા માટે અઠવાડિયામા કમ સે કમ એકવાર આ માસ્ક લગાવો.

ફાયદા :

કિસમિસમા ભરપૂર માત્રામા ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન્સ અને મિનરલ્સ છે, જે તમારી ત્વચાને ચમકદાર બનાવવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. અમુક અભ્યાસ મુજબ કિસમિસ તમારા વૃદ્ધત્વના લક્ષણોને ઘટાડવા માટેનુ કામ કરે છે. આ સિવાય તે તમારી ત્વચાની સમસ્યાઓને દૂર કરવાનુ કામ પણ કરે છે. કિસમિસમા પુષ્કળ માત્રામા વિટામિન-સી સમાવિષ્ટ હોય છે, જે તમારી ત્વચાના કાળા ડાઘ દૂર કરવામા ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે.

વિશેષ નોંઘ :

image source

આ લેખ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામા આવેલો છે. આમાંના કોઈપણ નુસખા અજમાવતા પહેલા અનુભવી તબીબ અથવા જે-તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.

Exit mobile version