બેંક ગ્રાહકોને માટે ખાસ ખબર, તમારા બેંકનું એડ્રેસ બદલાઈ ગયું છે, આ રીતે ચેક કરો તમારું ખાતું ક્યાં છે

કેનરા બેંકે પોતાની કેટલીક બ્રાન્ચને મર્જ કરી છે. બ્રાન્ચ મર્જર બાદ બેંકનું એડ્રેસ અને IFSC કોડ બદલાઈ ગયો છે. તો તમે ફટાફટ તમારી બ્રાન્ચનું નવું એડ્રેસ ચેક કરી લો તે જરૂરી છે. નહીં તો તમારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

image source

બેંક ગ્રાહકોને માટે એક મોટા સમાચાર છે. પણ જો તમે કોઈ પણ જરૂરી કામથી બેંક જવા ઈચ્છો છો તો તેની પહેલા તમે આ ન્યૂઝ વાંચી લો તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કેનેરા બેંકે ગ્રાહકોની કેટલીક બ્રાન્ચને મર્જ કર્યા બાદ બેંકનો એડ્રેસ અને IFSC કોડ બદલી દીધા છે. તો તમે ફટાફટ તમારી બ્રાન્ચનું નવું એડ્રેસ ચેક કરી લો અને તેનાથી તમને કોઈ મુશ્કેલી રહેશે નહીં. તમે બેંકિંગ કામને માટે નવી બ્રાન્ચમાં જઈ શકો છો.

image source

કેનેરા બેંકની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર બેંક મુંબઈની અનેક બ્રાન્ચને શિફટ્ કરી રહ્યું છે. બેંકે કહ્યું છે કે 7 બ્રાન્ચની અન્ય શાખામાં શિફ્ટ કરાઈ છે. તેમાં મલાડ, મુંબઈ સેન્ટ્રલ, ઘાટકોપરની બ્રાન્ચને સામેલ છે. ઉલ્લેખનીય છે કે નવી બ્રાન્ચને વિશે જૂની બ્રાન્ચમાં જૂની બેંક ઓફિસથી પણ ધ્યાન રાખી શકે છે. તો ચેક કરો પોતાની બ્રાન્ચનું નવું એડ્રેસ.

ગ્રાહકો પર થશે શું અસર

image source

ઉલ્લેખનીય છે કે મર્જર બાદ જે પણ ગ્રાહકોને ખાતા તેમના બેંકનું એડ્રેસ, IFSC કોડમાં ફેરફાર આવશે. ઉલ્લેખનીય છે કે તેની અસર તમારા બેંક એકાઉન્ટ નંબર પર થશે નહીં એટલે કે તમારા એકાઉન્ટ નંબર જૂનો રહેશે. આ સાથે તમે એમઆઈસીઆર કોડમાં પણ ફેરફાર લાવી શકો છો.

અપડેટ કરી લો ડિટેલ્સ

image source

ઉલ્લેખનીય છે કે IFSC કોડ બદલાઈ જવાના કારણે દરેક જગ્યાએ અપડેટ કરવાનું રહે છે. જ્યાંથી તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો કે પછી જ્યાંથી તમે બેંક ટ્રાન્સફર કરો છો. દરેક જગ્યા પર તમારે બેંક ડિટેલ્સને અપડેટ કરવાની રહે છે. અપડેટ ન કરવાથી તમને રૂપિયા ટ્રાન્સફર કરવામાં તકલીફ આવી શકે છે.

બદલવાની રહેશે ચેકબુક

image source

IFSC કોડ અપડેટ કરવાની સાથે તમારે જૂની ચેકબુકને બેંકમાં આપવાની રહે છે. અને અહીંથી નવી ચેકબુક ઈશ્યૂ કરવાની રહેશે. નવી ચેકબુક તમને નવા આઈએફએસસી કોડની સાથે મળશે. આ પછી તમે વધારે જાણકારી જૂની બ્રાન્ચથી મેળવી શકો છો અને સાથે ફરી તમે ઓફિશિયલ વેબસાઈટ પરથી પણ લઈ શકો છો.