Site icon News Gujarat

રાજકુન્દ્રા વિવાદઃ હવે આ મોડલના ખુલાસાથી વકર્યો વિવાદ, રાજ કુન્દ્રા 23 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડમાં

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના પોર્ન ફિલ્મોના નિર્માણ અને એને એપ પર વેચવાને મુદ્દે એક જાણીતી મોડલે મોટો ખુલાસો કર્યો છે. અભિનેત્રી અને જાણીતી મોડલ સાગરિકા શોના સુમનનું કહેવું છે કે રાજ કુન્દ્રાના પીએ ઉમેશ કામતે એમને ન્યૂડ ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપી હતી. ઉમેશ કામતને રાજ કુન્દ્રાનો જમણો હાથ માનવામાં આવે છે. સાગરિકાનું કહેવું છે કે ઉમેશ કામતે જાતે જ ન્યૂડ ફિલ્મો માટે એમનો સંપર્ક કર્યો હતો. જો કે એમને આ ઓફર તરત જ ઠુકરાવી દીધી હતી.

image source

સાગરિકા શોના સુમને મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે લોકડાઉન દરમિયાન એ ઉમેશ કામતના સંપર્કમાં આવી હતી. ઉમેશ કામતે વિડીયો કોલ દ્વારા એમનું ઓડિશન લેતી વખતે ન્યૂડ ઓડિશનની વાત કહી હતી. મોડલનું કહેવું છે કે આ સાંભળીને એ અવાચક થઈ ગઈ હતી અને તરત જ એ માટે ના પાડી દીધી હતી.

image source

એ સમયે કોલ પર અન્ય એક વ્યક્તિ જોડાયેલા હતા પણ એમને પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. સાગરિકાનું કહેવું છે કે એમને લાગે છે કે એ રાજ કુન્દ્રા જ હતા. ઉમેશ કામતે સાગરિકાને લાઈફ બનાવી દેવાનો ઓફર પણ આપી હતી. સાગરિકા અનુસાર ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ બાબત ઉજાગર થઈ ત્યારે પણ મેં મારી સાથે થયેલી આ વાતનો ખુલાસો કર્યો હતો. રાજ કુન્દ્રાનું નામ પણ લીધું હતુઁ હવે જ્યારે રાજ કુન્દ્રા અરેસ્ટ થઈ ગયા છે તો એમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ મોડલ સાગરિકાએ કર્યો છે.

image source

મુંબઈ પોલીસનું કહેવું છે કે પોર્ન ફિલ્મો બનાવવા અને એમને અમુક એપ દ્વારા પબ્લિશ કરવામાં રાજ કુન્દ્રા સામેલ હતા. રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડમાં મોકલી દેવામાં આવ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમની પાસે આ કેસ અંગેના અગત્યના રહસ્યો કઢાવવાની કોશિશ કરશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે રાજ કુન્દ્રાની ફર્મ વિયાન ઇન્ડસ્ટ્રીઝના સંબંધો લંડનની કંપની કેનરીન સાથે હતા. આ કેનરીન કંપની કથિત હોટશોટ્સ એપની માલિક છે. કેનરીન કંપની કથીર રીતે અશ્લીલ સામગ્રીના નિર્માણમાં સામેલ છે.

image source

તમને જણાવી દઈએ કે મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ કરવાનો મામલો નોંધ્યો હતો. 26 માર્ચના રોજ મુંબઈ પોલીસે આ મામલે એક્તા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લીધુ હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલે શર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલા જ રેકોર્ડ કરી લીધુ છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ થયો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેમની ધરપકડ કરી છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ મામલો દાખલ થયો છે. પોલીસના જણાવ્યાંમુજબ રાજ કુન્દ્રા વિરુદ્ધ પાક્કા પુરાવા છે. FIR મુજબ આ મામલે રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપડાએ લીધુ હતું.

Exit mobile version