Site icon News Gujarat

વાહ વાહ, બન્ને મોટા અધિકારી બની ગયા છતાં લગ્ન તો 500 રૂપિયામાં જ કરી નાખ્યા, લોભ નહીં પણ કારણ છે જોરદાર

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે લોકો લગ્ન સમારોહ દ્વારા તેમની સ્થિતિ અને સમૃદ્ધિ દર્શાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આવી સ્થિતિમાં, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં, વહીવટી અધિકારી અને આર્મી મેજરે બેન્ડ બાજા વિના લગ્ન કરી લીધા. બંનેએ માત્ર પાંચસો રૂપિયા ખર્ચ કરીને સાત ફેરા ફરી ભવોભવના સાથી થઈ ગયા. કોરોના રોગચાળાને લીધે જ્યાં ઉજવણીના કાર્યક્રમો પર પ્રતિબંધ છે, ત્યાં મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી પણ નિશ્ચિત હતી. ધારમાં પોસ્ટ સિટી મેજિસ્ટ્રેટ શિવાંગી જોશીએ લગભગ બે વર્ષ પહેલાં સેનામાં મેજર અનિકેત ચતુર્વેદી સાથે સંબંધ નક્કી કર્યો હતો. અનિકેત લદાખમાં પોસ્ટ થયેલ છે પરંતુ કોરોનાને કારણે લગ્ન સતત સ્થગિત કરવામાં આવી રહ્યા હતા.

image source

અંતે પરિવારના સભ્યોની સંમતિથી, બંનેએ સમાજનો સંદેશ મોકલવાના હેતુથી સરળ રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ કારણે શિવાંગી અને અનિકેતે કોર્ટ મેરેજ કર્યા છે. શિવાંગી અને અનિકેતનાં લગ્નમાં ન તો ધામધૂમથી બેન્ડ બાજા વાગ્યા કે ન તો કોઈ નાચ્યું, શરણાઈનો શુર પણ સંભળાયો નહોતો. પરંતુ લગ્ન સમારોહ પૂરો થયો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટ આલોકસિંહે નવા વિવાહિત યુગલને પ્રમાણપત્ર પણ આપ્યું હતું. ત્યારે હવે આ કપલની ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે અને લોકો પણ વખાણી રહ્યા છે અને તેમના નિવેદનને વધારી રહ્યાં છે.

image source

જો વાત કરીએ 2020ની તો ત્યારે પણ આવો એક સરસ કિસ્સો સામે આવ્યો હતો. રાત્રિ કરફ્યૂ વચ્ચે લગ્નની સિઝનમાં કોરોનાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી હતી. ત્યારે સુરતના ગોયલ પરિવારે પોતાના દીકરાના લગ્નમાં આવનાર મહેમાનોને સેનિટાઈઝર અને સ્ટીમ મશીન આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ લગ્ન સાદાઈથી કરી જે પણ ખર્ચ બચ્યો તેમાં ત્રણ લાખની રકમ પ્રધાનમંત્રી કેર ફંડમાં આપી સરકારની સાથે કોરોનાની લડતમાં સહભાગી પણ બન્યા હતા.

image source

આ લગ્ન વિશે વાત કરીએ તો સુરતના રાધાકૃષ્ણ મંદિર ખાતે આ પરિવાર દ્વારા લગ્નનું આયોજન કરાયું હતું અને ગાઇડલાઇન મુજબ ઓછા મહેમાનોને બોલાવાયા હતા. મંદિરમાં લગ્ન યોજવાથી લાખો રૂપિયાની બચત થઈ તેમાંથી લગ્ન 3 લાખ જેટલી રકમ પ્રધાનમંત્રી ફંડમાં આપી કોરોનાની લડાઈમાં સહભાગી બન્યા હતા.

image source

આ લગ્નમા માત્ર ગાઈડલાઈનનું જ પાલન કરવામાં આવ્યું ન હતુ આવ્યુ પરંતુ જે પણ મહેમાનો વર વધૂને આશીર્વાદ આપવા માટે લગ્નમાં હાજર રહ્યા હતા. તેઓને સેનીટાઇઝરની બોટલ અને સ્ટીમ મશીન આપી કોરોના કાળમાં જાગૃત રહેવાનું આવાહન પણ કરવામાં આવ્યું હતું. આ કિસ્સો પણ જે તે સમયે ભારે ચર્ચામાં આવ્યો હતો.

Exit mobile version