7 સીટ ધરાવતી MG મોટર્સની Hactor Plus જાન્યુઆરીમાં થશે ભારતમાં લોન્ચ, જાણો શું છે આમાં ખાસ

MG મોટર ભારતીય માર્કેટમાં પોતાની સાત સીટ ધરાવતી Hector Plus લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ અનુસાર કંપની Hector Plus ને જાન્યુઆરી 2021 માં લોન્ચ કરશે. મીડિયા અહેવાલોનું માનીએ તો આ મહિને કંપની પોતાની MG Hector Facelift ફેસલિફ્ટને પણ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકશે. MG Hector ફેસલિફ્ટની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એટલું જ નહીં આ એસયુવી એક ટીવી કોમર્શિયલ શૂટ દરમિયાન પણ દેખાઈ હતી.

image source

નવી ફેસલિફ્ટ કારમાં સ્ટાઈલિંગમાં નજીવા જેવી ફેરફાર જોવા મળશે. તેમાં ડ્યુલ ટોન ટ્રીટમેન્ટ સાથે બ્લેક રુફ પણ આપવામાં આવી શકે છે. એ સિવાય તેમાં થોડા ઘણા કોસ્મેટિક ફેરફારો પણ કરવામાં આવી શકે છે. તેના ZS EV ની જેમ જ ગ્રીલ અને ક્રોમ સ્ટડ પેટર્ન અને રિવાઇઝડ બમ્પર સાથે અને તેમાં પાંચ સ્પોક એલોય વહીલ પણ હોઈ શકે છે. કારની અંદરની વાત કરીએ તો તેમાં ડ્યુલ ટોન બ્લેક અને બેઝ કેબિન પણ હશે. જો કે કારની અંદરના ઇન્ટિરિયરમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે.

image source

નોંધનીય છે કે MG Hactor Plus આ વર્ષે જુલાઈમાં જ ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ હતી. પરંતુ ત્યારે કંપનીએ તેનું સીટર મોડલ જ લોન્ચ કર્યું હતું જેમાં બીજી રો માં કેપ્ટન સીટ આપવામાં આવી હતી.

MG ની સતત ત્રણ કારો લોન્ચ કર્યાના થોડા સમયમાં જ થઈ ગઈ છે સોલ્ડ આઉટ

image source

MG મોટર ઇન્ડિયાની MG Gloster એસયુવીને ભારતીય ગ્રાહકો દ્વારા જબરદસ્ત આવકાર મળી રહ્યો છે. આ કારની બમ્પર માંગનો અંદાજ તમે એ વાત પરથી જ લગાવી શકો કે તે કાર લોન્ચ કર્યાના થોડા સમય બાદ જ તે વર્ષ 2020 માટે સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે MG Gloster દેશની પહેલી લેવલ 1 ઓટોનોમસ કાર છે જેને કંપનીએ સુપર, સ્માર્ટ, શાર્પ અને સેવી જેવા ચાર વેરીએન્ટમાં લોન્ચ કરી છે.

image source

MG Hactor બાદ MG ની આ સતત ત્રીજી કાર છે જે લોન્ચ કર્યા બાદ થોડા દિવસોમાં જ સોલ્ડ આઉટ થઈ ગઈ હોય. આ પહેલા ભારતની પ્રથમ કનેક્ટેડ એસયુવી MG Hactor અને ભારતની કનેક્ટેડ ઇલેક્ટ્રિક એસયુવી MG ZS EV નું પણ આવું જ વેંચાણ થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત