‘ઉત્તરન’ સિરિયલની નાનકડી ઈચ્છા મોટી થતાની સાથે જ થઇ ગઇ ગ્લેમરસ, જેમાં મોંઢામાં આંગળી નાંખીને…જોઇ લો તસવીરો

ઉતરન શોએ ઘણા સ્ટાર્સને જન્મ આપ્યો છે અને ન ફક્ત લીડ રોલ કરનારને પણ એમના બાળપણનો રોલ કરનાર ચાઈલ્ડ આર્ટિસ્ટને પણ ખૂબ જ ફેમસ બનાવી દીધા હતા અને એટલા ફેમસ કે આજે પણ લોકો એ પાત્રો ન તો ભૂલી શક્યા છે અને એમને પણ એમના અસલી નામને બદલે એ પાત્રોના નામે જ ઓળખે છે.

image source

રશ્મિ દેસાઈ હોય કે પછી ટીના દત્તા, ઇશિતા પંચાલ હોય કે પછી નાનકડી તપસ્યા હોય કે પછી સ્પર્શ ખાનચંદાની એટલે કે નાની ઈચ્છા. પણ હવે આ નાના બાળકો જુવાન થઈ ચૂક્યા છે અને એટલા ગ્લેમરસ પણ થઈ ગયા છે કે હવે એમને ઓળખવા પણ અઘરા છે. આજે અમે તમને આ ચાઈલ્ડ આર્ટિસ્ટમાંથી એક નાનકડી ઈચ્છા એટલે કે સ્પર્શ ખાનચંદાની વિશે જણાવવા જઈ રહ્યા છે.

image source

ઉતરનની નાનકડી ઈચ્છા એટલે કે સ્પર્શ ખાનચંદાનીને આ શોએ ઘણી જ ફેમાં કરી દીધી છે અને એમની એક્ટિંગ પણ જોરદાર હતી, ઉતરન સિરિયલ પછી સ્પર્શ ખાનચંદાની ઘણા વર્ષો પછી ટીવી પર પાછી દેખાઈ પણ એમને એ લોકપ્રિયતા ન મળી જે એમને ઉતરન શો દ્વારા મળી હતી.સ્પર્શ ખાનચંદાની ‘ઉતરન’ના કેટલાક એપિસોડમાં ‘ઇચ્છા’ તરીકે જોવા મળી હતી એ સમયે એ 6-7 વર્ષની જ હતી. તમને જણાવી દઈએ કે આ સિરિયલ ડિસેમ્બર, 2008થી શરૂ થઈને જાન્યુઆરી, 2015 સુધી ચાલી હતી. આ સિવાય સ્પર્શ ખાનચંદાનીએ સીઆઇડી, પરવરીશ, જરા નચ કે દિખા, દિલ મિલ ગયે જેવી સીરિયલમાં કામ કર્યું હતું અને એ પછી લાંબા બ્રેક પછી એ વિક્રમ વૈતાલ કી રહસ્ય ગાથામાં દેખાઈ હતી.

image source

સ્પર્શ ખાનચંદાનીએ હોલીવુડ મૂવીમાં પણ કામ કર્યું છે, મુવીનું નામ છે મીના હાફ ધ સ્કાઈ.વર્ષ 2010માં સ્પર્શ ખાનચંદાનીએ ગ્રેટ યંગ અચિવર્સ એવોર્ડ પણ જીત્યો હતો. સ્પર્શ ખાનચંદાની ડબિંગ આર્ટિસ્ટ છે અને વર્ષ 2014માં સોફિયા ધ ફર્સ્ટમાં પ્રિન્સેસ સોફિયાનો મુખ્ય અવાજ પણ બની હતી જ્યારે એને હિન્દીમાં ડબ કરવામાં આવી હતી.

image source

સ્પર્શ ખાનચંદાનીએ ક્લાસિકલ ડાન્સમાં ટ્રેનીંગ પણ લીધી છે. સ્પર્શે હીંચકી ફિલ્મમાં પણ કામ કર્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એમને ઘણા બધા લોકો ફોલો કરે છે અને હવે તમે સ્પર્શના ફોટા જોશો તો એમને ઓળખવું તમને અઘરું પડી જશે. સ્પર્શ હવે 20 વર્ષની થઈ ચૂકી છે અને ઘણી ગ્રુમડ પણ થઈ ચૂકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!