આ મોટો ફેરફાર કરીને મેડ ઇન ચાઈનાવાળાએ મોબાઈલ ફોનનું બદલી નાખ્યુ પેકિંગ, જાણી લો તમે પણ

મેડ ઇન ચાઈના વાળા મોબાઈલ ફોનનું બદલી નાખવામાં આવ્યું પેકિંગ – જાણો શું ફેરફાર કરવામાં આવ્યો

image source

ચાઈનીઝ ઉત્પાદનોના બહિષ્કારને લઈને લોકોમાંનો આક્રોશની અસર ચીનની મોબાઈલ કંપનીઓ પર દેખાવા લાગ્યો છે. હજુ સુધી ચાઈનીઝ કંપનીના ભારતમાં બનેલા મોબાઈલના ડબ્બા પર ઘણા નાના આકારમાં મેડ ઇન ઇન્ડિયા લખવામાં આવતું હતું. પણ હવે જે સંજોગો ઉભા થયા છે તેવામાં ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ પર મેડ ઇન ઇન્ડિયા લખેલા શબ્દની સાઇઝ મોટી કરવામાં આવી છે એટલે કે તેની સાઇઝ એક સેંટીમીટર મોટી કરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં પણ લાલ અને ભૂરા રંગથી તેને હાઇલાઇટ પણ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકો તેને સરળતાથી જોઈ શકે.

ગલવાન વેલીમાં સૈનીકોના શહીદ થયાની ઘટના બાદ લોકો ચાઈનીઝ ઉત્પાદનોને લઈને ભારે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

image source

ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોના બજારમાં ચીનની ભયંકર પકડ છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં ચીનના મોબાઈલ હેન્ડસેટ 70 ટકાથી વધારે ભાગીદારી છે, તો વળી તેના પાર્ટ્સની બાબતમાં 80થી 90 ટકા બજાર પર પણ ચીનની પકડ છે. ચીનની અરધો ડઝન કંપનીઓએ દેશમાં ઉત્પાદનના એકમો સ્થાપ્યા છે તેમ છતાં ચીનમાંથી ઘણી મોટી આયાત કરવામાં આવતી હતી.

image source

હાલ જે રીતે સંજોગો બદલાઈ ગયા છે તે જોતાં ચીનના ઉત્પાદન એકમોમાંથી મોબાઈલ હેન્ડસેટ ખૂબ ઓછા આવી રહ્યા છે. દેશમાં જ સ્થાપિત ઉત્પાદન એકમોમાં બનેલા હેન્ડસેટ બજારમાં આવવા લાગ્યા છે. લોકડાઉન પહેલાં જ વીવો, રેડમી, ઓપો જેવી કંપનીઓના મોબાઈલ હેન્ડ સેટ ભારતમાં જ બની રહ્યા હતા, પણ તેના ડબ્બા પર મેડ ઇન ઇન્ડિયા ખૂબ જ નાના અક્ષરોમાં લખવામાં આવતું હતું. પણ હવે મેડ ઇન ઇન્ડિયા લાલ અને લીલી ફ્રેમમાં એક સેન્ટીમીટર જેટલા મોટા અક્ષરમાં બોલ્ડ શબ્દોમાં લખવામાં આવી રહ્યું છે.

image source

એક ચાઈનીઝ કંપનીના મોબાઈલ પર ઉત્પાદનકર્તા દેશની જગ્યા એટલે કે કંટ્રી ઓફ ઓરિજિન ચાઈના લખતા હતા, પણ નવા લોટમાં મોટા અક્ષરે મેડ ઇન ઇન્ડિયા લખવામાં આવી રહ્યું છે. મોબાઈલના દુકાદનારો પણ ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે કંપની ભલે ચીનની હોય પણ હેન્ડસેટ દેશમાં જ બનેલો છે. મોબાઈલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે હવે કંપનીના પ્રતિનિધિથી લઈને સેલ્સમેન પણ એ જાણે છે કે મેબાઈલ ચીનનો નથી પણ ભારતનો જ છે. ચાઈનીઝ કંપનીના મોબાઈલની એજન્સી ચલાવનારા કહે છે કે મેડ ઇન ઇન્ડિયાનો આકાર વધારવો તે જ સાબિત કરે છે કે ચીન નાગરિકોના ગુસ્સાથી ભયભીત છે. ચાઈનીઝ કંપનીઓના પ્રતિનિધિઓના વ્યવહારમાં આવેલો તફાવત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

પંખાઓ પર લખવામાં આવ્યું PRC

image source

ચીનને ભારતીય વિરોધનો ખ્યાલ છે, માટે જ બ્રાન્ડેડ પંખાઓ પર પીઆરસી એટલે કે પીપલ્સ ઓફ રિપબ્લિક ચાઈના લખવામાં આવી રહ્યું છે. પંખા તેમજ કૂલર વિગેરે વેપારીઓ જણાવે છે કે દીવાલ પર લગાવવામાં આવતી ફાઈબર બ્લેડવાળા પંખાનું ઉત્પાદન કંપનીઓ ચીનમાં કરે છે. આ પંખા પર મેડ ઇન ચાઈનાની જગ્યાએ પીઆરસી લખાઈને આવી રહ્યું છે. જેથી કરીને ગ્રાહક ભ્રમમાં રહે. ઇલેક્ટ્રિકલ ઉત્પાદન વેચનારા પણ જણાવે છે કે હવે ગ્રાહક કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા પૂછે છે કે તે દેશી છે કે ચીનમાં બનાવવામમાં આવેલી છે.

Source: livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત