Site icon News Gujarat

એક્ટ્રેસ પૂજા બેદી થઈ કોરોના પોઝિટિવ, વેકસીન નહિ લેવાનો લીધો છે નિર્ણય

પૂજા બેદી કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ છે, એમની સાથે એમના મંગેતર અને મેડ પણ આ વાયરસનો શિકાર થઈ ગયા છે. પૂજા બેદીએ એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આશા વ્યક્ત કરતા એક વિડીયો શેર કર્યો છે કે એમની નેચરલ ઇમ્યુનિટી એમને ઠીક થવામાં મદદ કરશે. પૂજા બેદી કોરોના વાયરસ વેકસીન ન લેવાની પોતાની પસંદ વિશે હંમેશા અડગ હતી. તમને જણાવી દઈએ કે પૂજા બેદીએ હજી સુધી વેકસીનનો એક પણ ડોઝ નથી લીધો.

હું કોવિડ પોઝિટિવ છું.

image source

રવિવારે ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં પૂજા બેદીએ કહ્યું કે બધાને નમસ્કાર. હું વિચારી રહી હતી કે મને હજી સુધી કોરોના વાયરસ કેમ નથી થયો. આ એટલો સંક્રામક છે અને દરેક એમની ઝપેટમાં આવે છે. સારું, એવું લાગે છે કે મેં હવે એને પકડી લીધો છે. હું કોવિડ પોઝિટિવ થઈ છું.

image source

એ પછી એમને ખુલાસો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસથી મારા ગળામાં ખરાશ અને ખાંસી હતી. મેં થોડા દિવસ પહેલા જ મારા વોર્ડરોબની સફાઈ કરી હતી તો મને લાગ્યું કે આ ડસ્ટની એલર્જી છે પછી મને તાવ આવ્યો. ટેસ્ટ કરાવ્યો તો ખબર પડી કે મને કોરોના વાયરસના લક્ષણો છે અને હું કોરોના પોઝિટિવ આવી છું.

બધી જ જરૂરી સાવચેતી રાખી રહી છું.

image source

પૂજા બેદીએ કહ્યું કે આપણને ખબર હોવી જોઈએ કે વેકસીન આવતા પહેલા કોરોના વાયરસથી પીડિત 99% લોકો બચી ગયા છે. આપણે સાવચેતીની જરૂર છે, ગભરાવાની નહિ. હું બધી જરૂરી વસ્તુઓ તાજા ફળ, સ્ટીમ ઇનહેલેશન વગેરે લઈ રહી છું.

image source

વિડીયો શેર કરતા પૂજા બેદીએ કેપ્સનમાં લખ્યું છે કે કોવિડ પોઝિટિવ. આખરે હું કોવિડ પોઝિટિવ થઈ ગઈ. મેં કોવિડ વેકસીન ન લેવાનો નિર્ણય કર્યો છે અને આ મારું પર્સનલ ડીસીઝન છે કારણ કે હું ઈચ્છું છું કે મારી નેચરલ ઇમ્યુનિટી અને વેલનેસ પ્રેક્ટિસ મને ઠીક થવામાં મદદ કરે. તમે એ જ કરો છો જે તમારા માટે સારું હોય છે. અપને બધાએ આપણી રક્ષા કરવાની છે. ગભરાવાનું નથી.

તમને જણાવી દઈએ કે પૂજા બેદી પણ પોતાની ઇમ્યુનિટી વધારવા માટે ઉકાળો અને જ્યુસ પી રહી છે.

Exit mobile version