Site icon News Gujarat

મુંબઈ પોલીસ પણ લેશે આર્યન ખાનની લેફ્ટ રાઈટ, નહિ થાય ઓછી તકલીફો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ હાલમાં જ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ પર ડ્રગ પાર્ટી રાખવાના કારણે ઘણા લોકોની ધરપકડ કરી છે. જેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો પણ સમાવેશ થાય છે. હવે મુંબઈ પોલીસના સૂત્રોએ કહ્યું છે કે તેમને આ ક્રૂઝની ઘટના વિશે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. પોલીસ એમ પણ કહે છે કે આ પાર્ટી સાથે સંબંધિત મુંબઈ પોલીસ પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી.

image source

ક્રુઝ ડ્રગ પાર્ટી કેસ હવે વધતો જ જઈ રહ્યો છે. મુંબઈ પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી છે. તો, મુંબઈ એનસીબીની સાથે, હવે દિલ્હી, મધ્યપ્રદેશ અને ગુજરાતની એનસીબી ટીમો પણ આ તપાસમાં જોડાઈ છે. આ ટીમો 4 લોકો સાથે મુંબઈ એનસીબી ઓફિસ પહોંચી છે. તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. એનસીબી દ્વારા હજુ સુધી તેમની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી નથી. અત્યાર સુધી માત્ર 11 ધરપકડની પુષ્ટિ થઈ છે. તેમાં આર્યન ખાન સહિત 8 લોકોની ક્રુઝ પરથી, શ્રેયાસ, અરબાઝ મર્ચન્ટના મિત્ર, 1 વ્યક્તિ જોગેશ્વરી અને 1 ઓડિશામાંથી ધરપકડ કરવામાં આવી છે.

image source

પોલીસનું કહેવું છે કે કોરોના સંક્રમણને લઈને મહારાષ્ટ્રમાં એપેડેમીક એક્ટ હેઠળ ઘણા પ્રતિબંધો છે. આ મુજબ, 5 થી વધુ લોકોના ભેગા થવા પર પણ પ્રતિબંધ છે. સૂત્રો કહે છે કે મુંબઈ પોલીસ એપીડેમિક એક્ટનું ઉલ્લંઘન થયું છે કે કેમ તેની પણ તપાસ કરી રહી છે. અને જો આવું થયું હોય તો શું મુંબઈ પોલીસ તેની તપાસ કરી શકે છે.

આ કિસ્સામાં જો નિયમો તોડવાનો મામલો સામે આવે તો મુંબઈ પોલીસ તેમાં કલમ 188 હેઠળ કેસ નોંધાવી શકે છે. મુંબઈ પોલીસે ક્રુઝ કેસની તપાસ શરૂ કરી છે. મુંબઈ પોલીસ આ ઘટના સંબંધિત માહિતી એકત્ર કરવા માટે ક્રુઝ ટર્મિનલના સીસીટીવી ફૂટેજની તપાસ કરશે. પોલીસ સૂત્રો કહે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે જેના પર તે ઘટના સંબંધિત માહિતી આવી હતી (ઇન્સ્ટાગ્રામ) તેની પણ તપાસ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આર્યન ખાન ડ્રગ કેસમાં એનસીબીની કસ્ટડીમાં છે. હવે તેની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. આ હાઇપ્રોફાઇલ કેસે સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગભરાટ વ્યાપી ગયો છે. ફેન્સથી માંડીને તમામ સેલેબ્સ આ ખરાબ સમયમાં શાહરૂખ ખાનના પરિવારને સપોર્ટ કરતા જોવા મળે છે.

Exit mobile version