Site icon News Gujarat

આ પહેલાં માધુરી દિક્ષિતનો આ અંદાજ તમે ક્યારેય નહીં જોયો હોય, જેમાં મોટા ચશ્મા પહેરીને કાઢી જીભ અને પછી…

બોલીવૂડ અભિનેત્રી માધુરિ દિક્ષિતએ ભલે છેલ્લા કેટલાક સમયથી ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી અને બોલીવૂડ ઇડસ્ટ્રીથી અંતર રાખ્યું હોય. પણ પોતાના ફેન્સ સાથે તો માધુરી દિક્ષિત સોશિયલ મિડિયા દ્વારા હંમેશા જોડાયેલી રહે છે. તેણી પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક્ટિવ રહે છે. અવારનવાર માધુરી દિક્ષિત પોતાની તસ્વીરો અને વિડિયો શેર કરતી દેખાઈ છે. હાલમાં જ તેમણે પોતાના ઓફિશિયલ સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બે તસ્વીરો શેર કરી છે જેમાં તેણીના આ અંદાજને તમે ક્યારેય નહીં જોયો હોય. માધુરીની આ તસ્વીર પર ફેનની સાથે સાથે સેલેબ્સ પણ કમેન્ટ કરતા જોવા મળ્યા છે.

image source

તાજેતરમાં શેર કરવામાં આવેલી તસ્વીરોમાં માધુરી દીક્ષિતના ચુલબુલાપણાની ઝલક જોવા મળી છે. જેને જોઈ તેમના ફેન્સ પણ ફરી એકવાર તેમના દીવાના બની ગયા છે. તસ્વીરમાં માધુરીએ બ્લેક રાઉન્ડ ફ્રેમવાળા ચશ્મા પહેર્યા છે અને સાથે સાથે તેણીએ ગ્રીન કલરનો કૂર્તો પહેર્યો છે. તસ્વીરમાં તેમના ઘરના બેકગ્રાઉન્ડને પણ જોઈ શકાય છે. જેને જોઈને લાગી રહ્યું છે કે તે માધુરી દીક્ષિતનો લિવિંગ રૂમ છે.

માધુરી આ અંદાજમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને સાથેસાથે આ તસ્વીરને શેર કરતાં તેમણે લખ્યું છે, ‘ગુફીંગ અરાઉન્ડ આફ્ટર હેરી પોર્ટર ફિલ્મ મેરાથોન એક્સપેક્ટો પેટ્રોનમ’ વાસ્તવમાં માધુરીએ હેરીપોર્ટર ફીલ્મની આખી સીરિઝ ઉપરાઉપરી જોઈ લીધી છે અને તેનામાં
હેરીપોર્ટરની ફિલ્મનું ભૂત ઘૂસી ગયું છે અને તે હજુ પણ ફિલ્મની વાર્તાઓના પ્રભાવથી બહાર નથી આવી. તેવું તેણીની આ તસ્વીરથી લાગી રહ્યું છે. તમે તસ્વીરમાં જોઈ શકો છો કે તેણીને હેરીપોર્ટર જેવા રાઉન્ડ ફ્રેમના બ્લેક ચશ્મા પહેર્યા છે. અને તેના જેવો જ ચહેરો બનાવી રહી છે.

આ પહેલાં પણ માધુરી દીક્ષિતે એક બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર શેર કરી હતી. જેમાં તેમનો ટ્રેડિશનલ લૂક જોઈ શકાતો હતો. માધુરી દીક્ષિતે આ તસ્વીરને શેર કરતાં લખ્યું હતું, ‘સેટ પર, જીવનની જેમ દરેકે દરેક બારીક વિગતો મેટર કરે છે. એકાગ્ર રહો અને તમારું જગત તમારી સાથે લાવો’ માધુરી આ ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર અને જાજરમાન લાગી રહ્યા છે. માધુરી દીક્ષિત સોશિયલ મિડિયાની પોસ્ટને લઈને
અવારનવાર સમાચારમાં રહ્યા કરે છે.

image source

માધુરી દીક્ષિતે થોડા સમય પહેલાં પતિ રામ નેને સાથે પોતાની 21મી મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. માધુરી હંમેશા પોતાન પતિ અને બન્ને દીકરા સાથે ઇન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરતી રહે છે. માધુરી અને રામ નેનેના બે દીકરા છે આરિન અને રયાન. માધુરી પોતાના ફિમીલી સાથે કિચન ગાર્ડન તો ક્યારેક એક્સરસાઇઝ કરતી વિડિયોઝ શેર કરતી રહે છે.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો માધુરી દિક્ષિત છેલ્લે 2019માં આવેલી ફિલ્મ કલંકમાં જોવા મળી હતી. સાથે સાથે જ તેણી રિયાલિટી ટીવી શો ડાન્સ દીવાનેમાં જજ તરીકે પણ જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version