Site icon News Gujarat

આ નદીમાં પાણી સાથે વહે છે સોનુ, બેગમાં ભરીને લઈ જાય છે લોકો

વિશ્વમાં એવી ઘણી નદીઓ છે, જે તેમના આકાર અને કદ માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. ગંગા, બ્રહ્મપુત્રા, નાઇલ, એમેઝોન વગેરે જેવી ઘણી મોટી નદીઓ છે, જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. સામાન્ય રીતે માત્ર નદીઓમાં જ પાણી વહે છે. નોંધનીય છે કે આજે આપણે આપણી નદીઓને એટલી પ્રદૂષિત કરી છે કે તેમાં પાણી, પ્લાસ્ટિક, કચરો, રાસાયણિક અને તેમાં ઘણી ગંદકી વહી રહી છે.

આ નદીને સુવર્ણ નદી પણ કહેવામાં આવે છે

image source

બીજી બાજુ તમે ક્યારેય એવી નદી વિશે સાંભળ્યું છે કે જેમાં સોનું વહેતું હોય? હા! થાઇલેન્ડમાં એક એવી નદી છે, જ્યાં પાણીની સાથે સોનુ પણ વહે છે. આને કારણે નદીના કાંઠે નજીકમાં રહેતા લોકોની ભીડ રહે છે. ઘણીવાર દૂર-દૂરથી લોકો સોનાની શોધમાં અહીં આવે છે. આ નદી આજકાલ આ વિશેષ વસ્તુ વિશે ચર્ચામાં છે. આ નદીને સુવર્ણ નદી પણ કહેવામાં આવે છે. તે થાઇલેન્ડના ગોલ્ડ માઉન્ટેન ક્ષેત્રમાં વહે છે.

આ વિસ્તારમાં સોનાનુ ખનન કરવામાં આવે છે

image source

આ સ્થાન થાઇલેન્ડના દક્ષિણ ભાગમાં છે, જેની સરહદ મલેશિયાને મળે છે. તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે લાંબા સમયથી આ વિસ્તારમાં સોનાનુ ખનન કરવામાં આવે છે. આ એક મોટું કારણ છે, જેના કારણે નદીમાં પાણીની સાથે સોનાના ઘણા નાના ટુકડાઓ પણ હાજર છે.

image source

નદીના કાદવમાં સોનાના કણો ભળેલા હોય છે. નજીકના ગ્રામજનો અહીં આવે છે અને નદીના કાદવમાંથી સોનાને ગાળવાનું કામ કરે છે અને જે કંઈ સોનું મળે છે તે તેઓ પોતાની સાથે લાવેલી થેલીમાં ભરીને ઘરે લઇ જાય છે. આવી સ્થિતિમાં, આ નદી ઘણા લોકોની આવકનું મુખ્ય સાધન બની ગઈ છે.

સ્ત્રીઓ આ કામથી ખૂબ ખુશ છે

image source

ઘણા લોકો અહીંથી માટીમાંથી સોનું કાઢી છે અને તેને રોજે રોડ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. કોરોના વાયરસને કારણે થાઇલેન્ડના આ વિસ્તારમાં રહેતા ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. આવી સ્થિતિમાં તે લોકો અહીં આવીને સોનું શોધીને પૈસા પણ કમાઇ રહ્યા છે.

image source

સખત મહેનત કર્યા પછી અહીંથી સોનાનો એટલો જથ્થો મળી રહે છે, જેથી દૈનિક ખર્ચ પૂરો થઈ શકે. એક રિપોર્ટમાં અહીં રહેતી એક મહિલાએ જણાવ્યું છે કે તે અહીં 15 મિનિટ મહેનત કરીને લગભગ 244 રૂપિયાની કમાણી કરે છે. સ્ત્રી પણ આ કામથી ખૂબ ખુશ છે.

Exit mobile version