આ રાજ્યમાં કોરોનાએ બધાના ધબકારા વધારી દીધા, દર કલાકે કોરોના લઈ રહ્યો છે આટલા લોકોનો જીવ, જાણો શું છે સ્થિતિ

દિવાળીના તહેવાર પછી ભારતના અમુક રાજ્યોમાં કોરોનાએ પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકો પડાપડી કોરોનાના ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતની જેમ જ ગત કેટલાક દિવસોમાં દિલ્હીની હાલત ખુબ ખરાબ છે.

image source

એક તરફો કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ મોતના આંકડા પણ સતત 100ની નજીક પહોંચી ગયા છે. વધારે વસ્તીવાળા વિસ્તારોમાં અને બજારોમાં ભીડના કારણે કોરોનાનું સંક્રમણ ઝડપી બન્યું છે. દિલ્હીમાં કોરોના દરેક દિવસની સાથે ભયંકર બની રહ્યો છે.

image source

વિગતે વાત કરીએ તો ગત દિવસોમાં બજારોમાં ભીડ અન તહેવારની રોનક હતી તો હોસ્પિટલમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોના આંકડા વધી રહ્યા હતા. હાલમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે દિલ્હીમાં કોરોનાને લીધે સરેરાશ દર કલાકે 5 લોકોના મોત થઈ રહ્યા છે. દિલ્હીમાં સતત ચોથા દિવસે કોરોનાને કારણે 100થી વધારે લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં રાજધાનીમાં 121 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. જ્યારે આ દરમિયાન 4454 નવા કોરોનાના દર્દીઓ દાખલ થાય છે. ત્યારે 24 કલાકમાં કોરોનાને હરાવનારાની સંખ્યા 7 હજારથી વધારે છે. તો બીજી તરફ કોરોનાની સ્થિતિને જોતા તેને પહોંચી વળવાના ઉપાયો પર સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી છે.

image source

સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકારને પૂછ્યું કે દિલ્હીમાં કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ કેમ છે. કાબુમાં લેવા શું પ્લાન છે. કોર્ટે તમામ રાજ્યોને 3 દિવસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. જો કે દિલ્હી પર જે કોરોના વિસ્ફોટ થયો છે. તેનાથી બહાર આવવા માટે દિલ્હી સરકાર સખ્ત એક્શન પણ લઈ રહી છે. દિલ્હીમાં સાંકડી ગલીઓમાં હવે કોરોનાનો સર્વે શરુ કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારના આ અભિયાનનો ભાગ સરકારી સ્કૂલોના શિક્ષકો બનશે. શિક્ષકોના જણાવ્યાનુંસાર દરેક ટીમ 1 દિવસમાં 60 ઘરો સુધી પહોંચશે. અંદાજીત 300 લોકોની તપાસ કરવાની રહેશે. જો કે ગુજરાતમાં પણ કોરોના દિવાળી પછી કાબૂ બહાર ગયો છે અને સુપ્રીમ કોર્ટે રૂપાણી સરકારની ઝાટકણી કાઢી છે.

શું છે ગુજરાતની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1487 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,98,899એ પહોંચી છે.

image source

જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3876એ પહોંચ્યો છે. જ્યારે 1234 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.09 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 69,521 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત