આ 5 રાશિના જાતકોની કુંડળીમાં હોય છે લવ મેરેજનો યોગ, વાંચો આમાં તમારી રાશિ શું કહે છે

યુવાવસ્થામાં સેટલ થતા જ સૌથી મોટો પ્રશ્ન આવે છે કે લગ્ન ક્યારે થશે ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે કુંડળી સૌથી યોગ્ય કામ કરે છે. સૌ પહેલા તો એ જુઓ કે લગ્ન થશે કે નહી ? કુંડળીમાં સપ્તમ ભાવ લગ્નનો અને વ્યય ભાવ શૈયા સુખનો માનવામાં આવે છે.હિન્દુ ધર્મમાં વર અને કન્યાની કુંડળી મેળવવાની પરંપરા છે જો કે કેટલાક લોકો આ માન્યતાને નથી માનતા ખાસ કરીને જ્યારે લગ્ન લવમેરેજ હોય.

image source

જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીનું ખાસ મહત્વ હોય છે. કુંડળી પરથી વ્યક્તિ વિશે ઘણુ જાણી શકાય છે. જો સપ્તમ ભાવ તેનો સ્વામી અને સપ્તમ ભાવમાં બેસેલા ગ્રહ બધા યોગ્ય સ્થિતિમાં છે. કોઈપણ ખરાબ ગ્રહ કે કમજોર નક્ષત્રના પ્રભાવમાં નથી, તો આ વાત નક્કી છે કે લગ્ન થશે તો જરૂર.

image source

જો વ્યય ભાવ અને તેના સ્વામીની સ્થિતિ પણ ઠીક છે તો લગ્નથી સુખ મળવુ નક્કી છે.હવે આ વાત પર વિચાર કરો કે વિવાહ ક્યારે થશે ? પહેલા લગ્નની સામાન્ય વય 23-24 વર્ષ માનવામાં આવતી હતી. જે હવે વધીને 26-27 થઈ ગઈ છે. જો બાકી બધી વાતો સામાન્ય છે તો લગ્ન લગભગ આ જ વયમાં થઈ જાય છે. જો સપ્તમ ભાવ પર મંગળનો પ્રભાવ છેતો લગ્ન 28થી 30 વચ્ચે થાય છે. જો સપ્તમમાં શુક્ર કે ચંદ્ર હોય તો લગ્ન 24-25 વર્ષમાં અને શનિ હોય તો લગ્ન 32 પછી થતા જોવા મળે છે. શનિ વિશે વધુ એકવાર વિચારો. જો શનિ કુંડળીમાં 1,4,5,9,10નો સ્વામી થઈને સપ્તમમાં હોય અને ગુરૂ કે શુક્રની દ્રષ્ટિમાં હોય તો લગ્ન ખૂબ જલ્દી થઈ જાય છે. સપ્તમમાં એકલો ગુરૂ લગ્નમાં મોડું કરે છે, રાહુ બનતા લગ્નને બગાડે છે.તો આવો જાણીએ ક્યા લોકોના જીવનમાં લવ મેરેજનો યોગ છે.

મેષ રાશિ

image source

મેષ રાશિના લોકો ઘણા જ ભાવુક હોય છે અને જે લોકોને તે પ્રેમ કરે છે તેમના પર સંપૂર્ણ ભરોસો કરે છે. આ રાશિના જાતકો તેમના સંબંધોને ખુબ મહત્વ આપે છે અને સંબંધો બનાવી રાખવા માટે ખુબ જ મહેનત કરે છે. મેષ રાશિના લોકો ખાસ કરીને પોતાના જ મિત્ર વર્તુળમાંથી કોઇને પસંદ કરીને તેમની સાથે લગ્ન કરે છે.

વૃષભ રાશિ

image source

આ રાશિના જાતક દ્રઢ નિશ્ચયી અને મહેનતી હોય છે. આ લોકોને ખુબ ઓછી વસ્તુઓ પસંદ આવે છે. સ્વભાવે આ જાતકો ખુબ જીદ્દી હોય છે અને તે નક્કી કરી લે કે તેમને આ પાર્ટનર સાથે લગ્ન કરવા છે તો તેમની સાથે જ લગ્ન કરે છે.

મિથુન રાશિ

image source

પોતાના મજાકીયા સ્વભાવના કારણે મિથુન રાશિના લોકો બીજા લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. તે પોતાના કામને લઇને ગંભીર નથી હોતા પરંતુ પાર્ટનરને લઇને લઇને ખુબ ગંભીર હોય છે. આ રાશિના લોકો તેવા લોકો સાથે જ લગ્ન કરે છે જે તેમના નખરા ઉઠાવવા તૈયાર હોય. પહેલાથી જેને જાણતા હોય તે લોકો સાથે જ લગ્ન કરે છે.

ઘન રાશિ

image source

આ રાશિના લોકો ખુબ જ વ્યવસ્થિત હોય છે અને તે જેને ચાહે છે તેની જ સાથે લગ્ન કરે છે. ઘન રાશિના લોકો પોતાની મર્જીથી લગ્ન કરે છે. આ લોકો અરેન્જ મેરેજથી દૂર ભાગે ચે અને પોતાની પસંદનો પાર્ટનર સિલેક્ટ કરે છે. તેના પાર્ટનર સાથે કોઇ પણ પરિસ્થિતિમાં ઉભા રહે છે.

મકર રાશિ

image source

મકર રાશિના લોકો જેને પ્રેમ કરે છે તેનો સાથ ક્યારેય નથી છોડતા અને બાળપણથી જેને પ્રેમ કરે છે બદલામાં તે વ્યક્તિ પણ તેને પ્રેમ કરે તો તેની જ સાથે લગ્ન કરી લે છે. આ રાશિના જાતકોના મોટા ભાગે લવ મેરેજ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત