આ રસ્તા પર જતા પહેલા એક વાર નહિં, પણ 100 વાર વિચારી લેજો, જો ભૂલથી પણ એકલા ગયા તો…

તમે ઉત્તર ધ્રુવ વિશે તો સંભાળ્યું જ હશે. તે પૃથ્વીનું સૌથી દુર ઉત્તરીય બિંદુ છે. આ તે બિંદુ છે જ્યાં પૃથ્વીની ધરી ફરે છે. આ નોર્વેનો છેલ્લો ભાગ છે.

image source

અહીંયાથી આગળ જતાં રસ્તાને જ દુનિયાનો છેલ્લો રસ્તો માનવામાં આવે છે. તેનું નામ E-69 છે. જે પૃથ્વી ના છેડા અને નોર્વેને જોડે છે. આ તે સડક છે જ્યાંથી આગળ કોઈ રસ્તો જતો નથી. બસ ફક્ત ચારો તરફ બરફ છે અને સમુદ્ર જ દેખાય છે.

ખોવાઈ જવાનો ખતરો હંમેશા રહે છે

image source

વાસ્તવમાં E-69 એક હાઇવે છે, જે અંદાજે 14 કિલોમીટર લાંબો છે. હાઈવે પર એવી ઘણી જગ્યા છે જ્યાં એકલા પગપાળા ચાલવું અથવા ગાડી ચલાવવાની પણ મનાય છે. ઘણા બધા લોકો એક સાથે હોય ત્યારે જ અહીંથી પસાર થઈ શકાય છે. તેની પાછળનું કારણ છે કે અહીં ચારે તરફ બરફ પથરાયેલો હોવાને કારણે ખોવાઈ જવાનો ખતરો હંમેશા રહે છે. ઉત્તર ધ્રુવ પાસે હોવાને કારણે અહીંયા ઠંડીની ઋતુમાં રાત પૂરી થવાનું નામ જ લેતી નથી અને ગરમીની ઋતુમાં સૂરજ ડૂબતો નથી. ક્યારેક ક્યારેક તો અહીંયા લગભગ 6 મહિના સુધી સુરજ જોવા મળતો નથી.

1930 થી આ જગ્યાનો વિકાસ થવાનો શરૂ થયો

image source

ઠંડી ઋતુમાં અહીં તાપમાન માઇનસ 43 ડિગ્રી થી માઇનસ 26 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. જ્યારે ગરમીના વાતાવરણમાં અહીંનું તાપમાન સરેરાશ ઝીરો ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલી ભયંકર ઠંડી પડતી હોવા છતાં પણ લોકો અહીં રહે છે.

image source

પહેલા અહીં ફક્ત માછલીઓનો વેપાર થતો હતો. 1930 થી આ જગ્યાનો વિકાસ થવાનો શરૂ થયો. અંદાજે 4 વર્ષ બાદ એટલે કે 1934માં અહિયાં આ લોકોએ મળીને નિર્ણય કર્યો કે અહીંયા પ્રવાસીઓનું પણ સ્વાગત કરવામાં આવશે.જેથી તેમને કમાણી માટેનો એક અલગ સ્ત્રોત મળી શકે.

કોલર લાઇટ્સનો નજારો અદભૂત લાગે છે

image source

નોંધનિય છે કે હવે દુનિયાભરમાંથી લોકો ઉત્તર ધ્રુવ પર માટે આવે છે. અહીંયા તેમને એક અલગ દુનિયામાં હોવાનો અહેસાસ થાય છે. અહીંયા ડૂબતો સૂરજ અને કોલર લાઇટ્સનો નજારો અદભૂત લાગે છે. વાદળી કલરના આકાશમાં ક્યારેક લીલો તો ક્યારેક ગુલાબી પ્રકાશ જોવા મળે છે. પોલાર લાઇટ્સને “ઓરોરા” પણ કહેવામાં છે. તે રાતના સમયે જોવા મળે છે, જ્યારે આકાશમાં એકદમ અંધારું છવાયેલું હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત