અમેરિકાના રાષ્ટ્રપતિ બનેલ આ વ્યક્તિ પોતાની પત્નીના ત્રાસથી નહોતા જતા ઘરે, ઝઘડાખોર હતી પત્ની

6 નવેમ્બર 1860 આ અબ્રાહમ લિંકન અમેરિકાના 16 માં રાષ્ટ્રપતિ બન્યા હતા. સાદગી, કર્મઠતા અને ઈમાનદારી સાથે આજે પણ અબ્રાહમ લિંકનને અમેરિકાના સૌથી સફળ રાષ્ટ્રપતિઓ પૈકી એક ગણવામાં આવે છે. એનાથી પણ વિશેષ વાત તો એ કે તેઓ એક ગરીબ ઘરમાંથી આવતા હતા અને ત્યાંથી રાષ્ટ્રપતિની ગાદી સુધી પહોંચ્યા હતા. કહેવાય છે કે અબ્રાહમ લિંકન જેટલા સહજ અને સરળ હતા તેઓના પત્ની એટલા જ ઝઘડખોર અને લાલચુ હતા.

image source

અબ્રાહમ લિંકનના પત્નીને અમેરિકન રાષ્ટ્રપતિઓના ઇતિહાસમાં સૌથી લાલચી પત્ની તરીકે પણ યાદ કરવામાં આવે છે. લિંકનના જીવન વિશે લખનારા અમુક લેખકોએ તો ત્યાં સુધી લખ્યું છે કે લિંકનના પત્ની તેની સાથે ફક્ત ઝઘડા જ નહોતી કરતી પણ ક્યારેક તે લિંકન પર હાથ પણ ઉપાડી લેતી હતી અને આ કારણે લિંકનનું દામ્પત્ય જીવન ક્લેશથી ભરેલું હતું.

image source

અબ્રાહમ લિંકનએ મેરી ટાડ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેઓ આ સંબંધથી બિલકુલ રાજી ન હતા. એક વખત તેમની સગાઈ તૂટી પણ ગઈ હતી. પણ સામે છેડે મેરીએ એવી જીદ પકડી હતી કે તે લગ્ન કરશે તો ફક્ત લિંકન સાથે જ કરશે અને ગમે તેમ કરીને તેણે પોતાની આ જીદ પુરી પણ કરી. લિંકનના જીવન પરના એક પુસ્તક ” લિંકન ધ અનનોન ” માં લેખક ડેલ કારનેગીએ લખ્યું છે કે લિંકને જ્યારે પહેલી વખત પોતાની સગાઈ તોડી હતી તો તેઓ એવું જ માનતા હતા કે જો આ લગ્ન થશે તો તેમના માટે વિનાશકારી જ હશે.

image source

અબ્રાહમ લિંકન વકીલાત કરી રહ્યા ત્યારે તેની ખ્યાતિ ખૂબ વધી રહી હતી. પત્નીથી બચવા માટે તેઓ ઘણો ખરો સમય ઘરની બહાર વિતાવવા જ પ્રયાસ કરતા અને રાત્રે ઓફિસમાં જ વિતાવતા. 1860 માં જ્યારે શિકાગોમાં નવગઠિત રિપબ્લિકન પાર્ટીએ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર નક્કી કરવાનું શરૂ કર્યું તો તેમાં લિંકનના નામની કોઈ શકયતા નહોતી. આ પદ માટે એકથી એક મજબૂત ઉમેદવારો હતા. કલાકો સુધી વાદવિવાદ અને ખેંચાખેંચી બાદ આખરે લિંકનના નામની જાહેરાત થઈ તો સૌને આશ્ચર્ય થયું.

image source

ગુલામીપ્રથાને લઈને જ્યારે દક્ષિણ અમેરિકાના વિસ્તારો સળગી રહ્યા હતા ત્યારે લિંકન પણ પોતાના ભાષણો દ્વારા લોકોને પ્રભાવિત કરી રહ્યા હતા. તેની વાતો પ્રજાના દિલ સુધી પહોંચતી. લિંકન પોતાના ભાષણોમાં કહેતા કે જો ગુલામીપ્રથા ખરાબ નથી તો પછી કંઈપણ ખરાબ નથી. તેઓ ચુંટણી જીત્યા બાદ રાષ્ટ્રપતિ બન્યા અને 1 જાન્યુઆરી 1963 માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ગુલામીપ્રથા વિરુદ્ધના કાયદા પર હસ્તાક્ષર કર્યા.

image source

અબ્રાહમ લિંકનનું જીવન સાદગી, માનવતા, ધીરજ અને સત્યનિષ્ઠાનું એક ઉદાહરણ હતું. પરંતુ લિંકનને જેટલું સન્માન મળ્યું તેઓની પત્નીને એટલી જ બદનામી મળી. લિંકનના મૃત્યુ બાદ તેની પત્નીએ પોતાના માટે વધુ પૈસાની પણ માંગ કરી. રાષ્ટ્રપતિ ભવનમાંથી જતા સમયે પણ મેરી ત્યાંથી કિંમતી માલસામાન સાથે લેતી ગઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત