આ ખેડૂતે કમાલ કરી, પાણી ખેતર સુધી નહોતું પહોંચતુ તો કચરામાંથી બનાવ્યું મશીન

એક અદના ખેડૂતે એવી કમાલ કરી કે, એન્જિનિયર પણ બે ઘડી વિચાર કરતા થઈ જાય. સ્વદેશી ટેકનિક અને એન્જિનિયરીંગની કોઈ કારીગરી વગર એક ખેડૂતે એવું કરી બતાવ્યું છે જે જાણીને તમને લાગશે કે, સાચે જ સામાન્ય માણસ પણ ધારે તો કંઈ પણ કરી શકે છે.

image source

વાંસ અને ખાલી પ્લાસ્ટિકની બોટલનો વપરાશ કરીને ખેડૂતે સિંચાઈ મશિન બનાવી દીધુ છે. એક કહેવત છે કે, જરુરિયાત શોધની જનની છે. આ ખેડૂત માટે આ કહેવત એકદમ યોગ્ય છે. આજે આ જ ખેડૂતના ઈનોવેશન વિશે વાત કરવી છે. આ શોધને કૃષિજગતની મોટી શોધમાં સ્થાન મળ્યું છે.

પ્લાસ્ટિકની બોટલોનું બનાવ્યું જળચક્ર

image source

ઓરિસ્સાના મયૂરભંજ જિલ્લાના ખેડૂત મહુર ટિપિરિયાએ એક એવું કામ કર્યું છે કે તે દેશભરમાં જાણીતો બની ગયો છે. મહુરને ખેતીમાં સિંચાઈ કરવામાં ભારે મુશ્કેલી પડતી હતી. એટલે તેણે વાંસ અને પાઈપ અને પ્લાસ્ટીકની બોટલોની મદદથી સિંચાઈમાં મદદરૂપ જળચક્ર બનાવ્યું છે. પાણીને એકથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું આ સૌથી સરળ અને સસ્તુ જળચક્ર છે.

અન્ય મશીનો કરતા સસ્તુ

image source

મહુરે બનાવેલું આ જળચક્ર સંપૂર્ણ સ્વદેશી છે. તેમા સાવ સાદી ટેક્નીકનો ખૂબ જ ઈનોવેટવીલી ઉપયોગ કરવામાં આવ્યો છે. વળી આ પાણી અને હવાની સાથે સાથે ફરે છે અને સિંચાઈના અન્ય મશીનો અને સાધન સામગ્રીની તુલનામાં ખુબ સરળ અને સસ્તુ છે.

image source

તમને સિંચાઈ માટે આવું સાધન બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? જેના જવાબમાં મહુર કહે છે કે, હું એક ગરીબ ખેડૂત છું. ખેતરમાં સિંચાઈનું પાણી પહોંચતું નહોતું, આ વિશે ઘણીવાર તંત્ર સામે રજૂઆત કરી હતી પણ વારંવાર અધિકારીઓને અરજી આપવા છતા અને સરકારી ઓફિસોના આંટાફેરા મારીને ચંપલ ઘસવા સિવાય કંઈ ખાસ સફળતા મળી નહોતી. ત્યારે મને વિચાર આવ્યો કે આ સમસ્યાનું સમાધાન હું ખુદ જ કરીશ.

જળચક્ર પાછળ વિજ્ઞાન

image source

આ જળચક્રનો સૌથી મોટો ફાયદો એ છે કે તે સંપૂર્ણ રીતે ઈકોફ્રેન્ડલી છે. અને તેને ચલાવવાથી કુદરતી ખલેલ નથી પહોંચતી ન કોઈ વિજળીની જરૂર પડે છે. અન્ય પ્રદૂષણકારી જનરેટરની જગ્યાએ આ મશીન પર્યાવરણ અનુકૂળ છે. આ મશીન વિજ્ઞાનમાં ગુરુત્વાકર્ષણ ટ્રિક હવામાન એટલે કે વાતાવરણ વિજ્ઞાન પર કામ કરે છે.

સ્વદેશી ટેકનીક

image source

સ્વદેશી ટેક્નીકથી બનાવેલ આ સિંચાઈ મશીનની સફળતા બાદ આ ખેડૂત પાસે ગામના બીજા ખેડૂતો પણ મશીનની માંગ કરી રહ્યા છે. સસ્તુ, સરળ અને ટીકાઉ મશીન હવે તમામ ખેડૂતોને જોઈએ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત