કામની ટિપ્સ એન્ડ ટ્રિક: આ રીતે એક જ સેકન્ડમાં ઓળખી કાઢો નકલી લાયસન્સને

ડ્રાઇવિંગ લાયસન્સ આજના સમયમાં એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે. તેના વિના તમે કોઈપણ મોટર વાહન ચલાવી નથી શકતા. ત્યારે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનારા માટે જાણે દિવાળી જેવા દિવસો છે અને તેઓ લોકોની મજબુરીનો જબરો ફાયદો ઉઠાવી રહ્યા છે અને લોકોને મૂર્ખ બનાવી અસલીના બદલે નકલી ડ્રાઇવિંગ લાયસન્સ ધાબડી ચૂનો ચોપડી રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમને એવી શંકા હોય કે તમારું લાયસન્સ પણ ક્યાંક નકલી નથી ને ? તો તેની ખરાઈ કરવા આજના આ આર્ટિકલમાં અમે આપને ઉપયોગી થઇ શકે તેવી જરૂરી ટિપ્સ જણાવવાના છીએ.

દેશમાં દર ત્રીજું ડ્રાઇવિંગ નકલી

image source

એક માહિતી પ્રમાણે દેશમાં દર ત્રીજું ડ્રાઇવિંગ લાયસન્સ નકલી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ 2019 માં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશમાં દર ત્રીજું ડ્રાઇવિંગ લાયસન્સ નકલી છે. ત્યારે નવો મોટર વહીકલ એક્ટ નકલી લાયસન્સ પર લગામ લગાવવામાં મહત્વનો સાબિત થશે. અહીં નોંધનીય છે કે નવા મોટર વહીકલ એક્ટ લાગુ થયા બાદ ડ્રાઇવિંગ લાયસન્સ આપવાના નિયમોમાં ઘણો ફેરફાર થયો છે. જેમાં તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઇન એપ્લાય પણ કરી શકો છો. જેના કારણે તમને એ વિશ્વાસ રહે છે કે તમારું જે ડ્રાઇવિંગ લાયસન્સ આવશે તે નકલી નહિ હોય.

રોડ એક્સીડેન્ટમાં શિખાઉ ડ્રાઇવિંગની મહત્વની ભૂમિકા

image source

અહીં એ પણ નોંધનીય છે કે દેશમાં દર વર્ષે દોઢ લાખથી વધુ લોકો રોડ એક્સીડેન્ટમાં મૃત્યુ પામે છે. આમાં સૌથી વધુ રોડ એક્સીડેન્ટ શિખાઉ ડ્રાઇવિંગને કારણે થાય છે. એટલે જો ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને અને બધા નિયમો ફોલો કરીને RTO માંથી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવો છો તો રોડ એક્સીડેન્ટની શક્યતા સાવ ઘટી જાય છે. કારણ કે RTO ડ્રાઇવિંગ લાયસન્સ આપતા પહેલા વાહન ચાલાક પાસે જે તે વાહન ચલાવીને પ્રેક્ટિકલ ટેસ્ટ લે છે. અને જે લોકો ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થાય છે તેને RTO ડ્રાઇવિંગ લાયસન્સ નથી આપતું.

આ રીતે જાણો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ અસલી છે કે નકલી

image source

– સૌથી પહેલા તમારે https://parivahan.gov.in/parivahan/# વેબસાઈટ પર લોગીન કરવાનું રહેશે અને ત્યાં તમારે ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે.

– હવે તમારે Driving licence રીલેટ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે

– હવે તમારી સામે select state નો વિકલ્પ આવશે જેમાં તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે.

– ત્યારબાદ તમારી સામે એક નવી વિન્ડો ઓપન થશે જ્યાં તમે Driving licence નો વિકલ્પ હશે તેના પર ક્લિક કરવાથી તમને Service on DL નો વિકલ્પ મળશે અને તેના પર પણ તમારે ક્લિક કરવાનું રહેશે.

image source

– હવે તમારી સામે Contunue નો વિકલ્પ આવશે જેના પર ક્લિક કરવાથી એક અલગ વિન્ડો ઓપન થશે

– અહીં તમારે તમારો DL નંબર અને જન્મ તારીખ તેમજ તમારા રાજ્યની પસંદ આપવાની રહેશે.

– આ આખી પ્રોસેસ કર્યા બાદ જેવું તમે OK આપશો એટલે તમારા DL ની ડીટેલ સામે આવી જશે. જો તમારું લાયસન્સ નકલી હશે તો ડીટેલ સામે નહીં આવે.