આ ખાસ ઉપાયોથી કરી લો આંખોની દેખરેખ, શિયાળામાં અચૂક કરો આ કામ

શિયાળામાં ઠંડી હવાના કારણે અને વધતી ઠંડીના કારણે આપણે સામાન્ય રીતે પાણી પીવાનું ઓછું કરી દઈએ છીએ. જેના કારણે અને સાથે જ ઠંડી હવાના કારણે પણ આંખો સૂકાવવા લાગે છે.

image source

જાણીતા ડોક્ટરના કહેવા અનુસાર આંખમાં જ્યારે નમી ઘટે છે ત્યારે શિયાળાની સીઝનમાં આંખો સૂકાઈ જવી, આંખોમાં ખંજવાળ આવવી વગેરે સમસ્યાઓ આવે છે. આવું ખાસ કરીને ઠંડીમાં અને ઉપરના 2 કારણોના લીધે થાય છે. શક્ય હોય તો ઠંડીમાં હૂંફાળું પાણી પીઓ. તેનાથી આંખોની સમસ્યા પણ નહીં રહે અને સાથે જ પેટની તકલીફોમાં પણ રાહત મળશે.

image source

ખાસ કરીને લોકો ઠંડીથી બટવા માટે પોતાના ઘર કે ઓફિસમાં હીટરનો ઉપયોગ કરે છે. શિયાળાની સીઝનમાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે અને સાથે જ હીટર ચલાવવાથી તે વધારે ઘટી જાય છે. જેનાથી આંખોની નમી ગાયબ થવા લાગે છે.

image source

એક રિપોર્ટમાં કહેવાયું છે કે આંખમાં ભેજ કાયમ રાખવા માટે અનેક નાના ઉપાયો છે જેને તમે અપનાવી શકો છો. જેથી આંખો સૂકાશે નહીં અને તમે અનેક સમસ્યાઓથી રાહત પણ મેળવી શકો છો.

જો તમે વધારે ગરમ જગ્યાનો દિવસ દરમિયાન ઉપયોગ કરો છો તો તમારે હવામાં થોડો ભેજ લાવવા માટે એક હ્યમિડિફાયરનો ઉપયોગ કરવો. આ સાથે વધારે પ્રમાણમાં લિક્વિડનો ઉપયોગ કરો. તેનાથી તમારા શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે સાથે આંખોમાં નમી લાવવામાં પણ મદદ મળશે.

image source

પોતાના ચહેરા પર સીધી હીટરની ગરમી ન આવવા દો. આમ કરવાથી આંખોની નમી સૂકાઈ જાય છે. જો તમેકારમાં પણ હીટ વેંટ્સનો ઉપોયગ કરો છો તો તેને શરીરના નીચેના ભાગગ તરફ રાખીને ઉપયોગ કરો. જેથી તમારી આખો સારી રહેશે. આ સિવાય જ્યારે તમે બહાર જાવ ત્યારે આંખોને ધૂળ, તડકા અને પવનથી સેફ રાખવા ચશ્મા પહેરો તે જરૂરી છે.

image source

તો હવેથી આ દરેક ઉપાયોને ધ્યાનમાં રાખો અને શિયાળાની સાથે સાથે તમારી આંખોની ખાસ કેર કરો. આ સિવાય ઉપર જણાવેલા નાના પણ કામના ઉપાયોનું ખાસ ધ્યાન રાખી લેશો તો તમે આંખોની સમસ્યાથી રાહત મેળવી શકશો અને સ્વસ્થ પણ રહેશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત