આ રીતે ફ્રીમાં મળશે આયુષ્માન કાર્ડ, જાણો વીમો લેવા કેવી રીતે અને ક્યાં કરશો એપ્લાય

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓ માટે લાભાર્થીઓને માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. હવે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી પોતાનું આયુષ્માન કાર્ડ ફ્રીમાં લઈ શકે છે. આ માટે કોઈ શુલ્ક આપવાનું રહેશે નહીં. પહેલા આ કાર્ડ માટે 30 રૂપિયા લેવાય છે.

image source

ક્યાથી મળી શકશે આયુષ્માન કાર્ડ

એક માહિતિ અનુસાર આ કાર્ડની મદદથી લાભાર્થીઓ ફ્રીમાં સારવાર કરાવી શકે છે. લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ દેશભરમાં કોમન સર્વિસ સેન્ટર પર મળી રહે છે. આ કાર્ડનું ડુપ્લીકેટ કાર્ડ બનાવવા માટે તમારે 15 રૂપિયા આપવાના રહે છે. લાભાર્થીઓને ફ્રી કાર્ડ આપવાનો નિર્ણય રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણે લીધો છે અને આ યોજનાના આઘારે સેવા વિતરણની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સુગમ કરી શકાય છે.

સરકારે કહ્યું છે કે આયુષ્માન કાર્ડ પીએમ-જેએવાઈના કોઈ પણ હોસ્પિટલમાં મળી શકે છે. હવે તેને ફ્રીમાં જાહેર કરી શકાય છે. આ એક રીતે પીવીસી કાર્ડ છે જેને કાગળના કાર્ડ પર લાવવામાં આવી રહ્યું છે. આ કાર્ડને સરળતાથી અનેક વર્ષો સુધી સંભાળીને રાખી શકાય છે.

image source

આયુષ્માન ભારત યોજના શું છે

આયુષ્માન ભારતને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કે નેશન હેલ્થ પ્રોટેક્શન સ્કીમ કે મોદી કેરના નામથી પણ ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ યોજનાના આધારે દેશના 10 કરોડ પરિવારને વર્ષના 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપી રહી છે.

image source

સારવાર માટે જરૂરી છે આયુષ્માન કાર્ડ

આ યોજનાના આધારે દેશના 10 કરોડ ગરીબ પરિવારને કેન્સર સહિત 1300થી વધારે બીમારીનો ફ્રીમાં ઈલાજ કરાય છે અને સાથે દરેક પરિવારને 5 લાખ સુધીનું વીમા કવર અપાય છે. જો તમારું નામ આ યોજનામાં આવે છે તો તમે તેનો લાભ લેવા ઈચ્છો છો તો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવું જરૂરી છે. આ કાર્ડને આયુષ્માન કાર્ડના નામે પણ ઓળખવામાં આવે છે.

image source

આયુષ્માન કાર્ડ બનાવવાનું થયું છે સરળ

જો તમારું નામ આયુષ્માન ભારત યોજનામાં છે તો તમે તમારું ગોલ્ડન કાર્ડ બનાવડાવવા ઈચ્છો છો તો તમે આ યોજનામાં સામેલ હોસ્પિટલ કે જનસેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. ગ્રામીણ ક્ષેત્રમાં કાર્ડ બનાવવા માટે જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જ્યાં તમે આ કાર્ડ બનાવી શકાય છે. તેને બનાવડાવવા માટે તમારે પહેલાં 30 રૂપિયા આપવાના હતા પણ આ હવે ફ્રીમાં મળી રહ્યું છે. આ કાર્ડની સાથે તમે રાશન કાર્ડ, આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જણાવી શકો છો.

image source

આયુષ્માન ભારતમાં એક નવો નિયમ કરાયો છે. આ નવા નિયમમાં તમે આ યોજના સાથે જોડાયેલા પરિવારમાં લગ્ન કરીને આવેલી નવી વહૂને ફ્રીનો લાભ મળી શકે છે. અહીં તમને જણાવી દઈએ કે પહેલા એવી મહિલાઓના વિવાહનું પ્રમાણ પત્ર જરૂરી હતું.

આયુષ્માન ભારતમાં આ રીતે ચેક કરી લો તમારું નામ

સૌ પહેલાં આ લિંક પર ક્લિક કરો. http://mera.pmjay.gov.in/search/login. આ પછી તમે તમારો મોબાઈલ નંબર ઉમેરો. આ પછી કેપ્ચા એડ કરો. ફરી ઓટીપી જનરેટ કરો. તેના પછી ઓટીપી નંબર એડ કરો. આ પછી રાજ્ય સિલેક્ટ કરો. આ પછી તમારું નામ કે જાતિને શોધો. આ પછી તમારી ડિટેલ એન્ટર કરો અને સર્ચ કરો.

image source

આયુષ્માન ભારત હેલ્પલાઈન નંબર

તમે આ નંબરો પર આ વાતની જાણકારી મેળવી શકો છો કે તમે આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છો કે નહીં. હેલ્પલાઈનનો નંબર 14555 છે. આ પછી દર્દી આયુષ્માન ભારત યોજનાની જાણકારી લઈ શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના એક અન્ય હેલ્પલાઈન નંબર 1800111565 પણ છે. આ નંબર 24 કલાક ચાલુ રહે છે અને તમે તમને જોઈતી દરેક વાતની જાણકારી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!