આ રીતે ઘરે જ સસ્તામાં બનાવી લો ખાસ ફેસપેક, મળશે ગજબનું રીઝલ્ટ

ચહેરાની સ્કીનને હંમેશા ખાસ દેખરેખની જરૂર રહે છે. જે રીતે મોઈશ્ચરાઈઝરથી સ્કીન ચમકે છે તેવી જ રીતે સ્કીનમાં ચમકને માટે તેનું અંદરથી સાફ હોવું જરૂરી છે. કેમકે ધૂળ માટી અને પ્રદૂષણ ત્વચાને અંદરથી ગંદી અને બેજાન બનાવી દે છે. જેના કારણે ત્વચા પણ સૂકાઈ જાય છે.

image source

ત્વચાની ખોવાયેલી ચમક પાછી લાવવા માટે પાર્લરના ચક્કર લગાવવાની જરૂર નથી. ઘરે જ સરળતાથી તમે ફેસપેક બનાવી શકો છો અને ગ્લોઈંગ સ્કીન મેળવી શકો છો. આ કામમાં ચોખાનો લોટ તમારી મદદ કરે છે. તેનાથી સ્કીન સાફ થાય છે અને સાથે ચહેરા પર ઉગેલા બિન જરૂરી વાળ પણ ઘટે છે. તો જાણો કઈ રીતે કરાશે ચોખાના લોટના ફેસપેકનો ઉપયોગ અને તેને કઈ રીતે ઘરે જાતે જ બનાવશો.

આ રીતે ઘરે બનાવી લો ચોખાનો ફેસપેક

image source

ચોખાનો ફેસપેક બનાવવા માટે ચાર ચમચી ચોખા લો અને તેને 3-4 કલાક પલાળીને રાખો અને સાથે તેને ચાર પાંચ ચમચી કાચા દૂધની સાથે પીસી લો. હવે ફેસ પર તેને સારી રીતે એપ્લાય કરો. એક કલાક માટે ચહેરાને આમ જ રહેવા દો. હળવા હાથથી ચહેરાને ઘસો અને તેને ઠંડા પાણીથી ધોઈ લો. આ ફેસ પેકને અઠવાડિયમાં ઓછામાં ઓછા 3 દિવસ સુધી લગાવો.

આ રીતે કરે છે ફાયદો

image source

ચોખાનો લોટ ડેડ સ્કીનને કાઢવામાં મદદ કરે છે. આ રીતે ચાર ચમચી ચોખાને પીસી લો અને તેમાં થોડું મધ અને લીંબુ મિક્સ કરો. હવે તેને ફેસ પર લગાવો. એક કલાક બાદ ફેસને પાણીથી ધોઈ લો. તેનાથી ફેસ પર ડેડ સ્કીન નીકળી જશે અને ત્વચામાં નવી તાજગી આવશે. ચોખાના પાણીનો ઉપયોગ જાપાન અને કોરિયાની મહિલાઓ સ્કીન નિખારવા માટે કરતી આવી છે.

image source

ચોખામાં એમિનો એસિડ અને વિટામીન હોય છે જે ત્વચાના માટે વાઈટનિંગનું કામ કરે છે. આ સિવાય તે સ્કીનને ગંદગીથી પણ બચાવે છે. સાફ ત્વચા મેળવવા માટે ચોખાને પીસીને તેમાં મધ અને 3 ચમચી દહીં મિક્સ કરીને હલાવી લો. પછી તેને ચહેરા પર લગાવો. અડધા કલાક સુધી તેને એમ જ રહેવા દો અને હળવા હાથે મસાજ કરો. પાંચ મિનિટ બાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત