આ રીતે નવા નંબર પર ચાલુ કરી શકાય છે WhatsApp , જૂનો ડેટા પણ રહેશે સલામત

શું તમને એ ખબર છે કે whatsapp નંબર કઈ રીતે બદલી શકાય કે જેથી તમારા જુના નંબરનો whatsapp ડેટા પણ ડીલીટ ન થાય અને નવા નંબર પર મળી જાય ? ફોન નંબર બદલવા માટે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ whatsapp ચેન્જ નંબર ફીચર આપી રહી છે. આ ફીચર દ્વારા તમે તમારા જુના whatsapp અકાઉન્ટને નવા નંબર પર મુવ કરી શકો છો. ખાસ વાત તો એ છે કે તમારા બધા whatsapp કોન્ટેકટને પણ આ નંબર બદલાયાની જાણ ઓટોમેટિક કરી દેવામાં આવે છે. ત્યારે આ માટે શું પ્રોસેસ કરવી પડે ચાલો જાણીએ.

ધ્યાનમાં રાખો આ વાત

image source

Whatsapp માં ફોન નંબર બદલ્યા પહેલા તમારે તમારા ફોનમાં નવું સીમકાર્ડ નાખવાનું રહેશે જેથી એ નંબર પર sms કે ફોન કોલ આવી શકે. એ વાતનું પણ ધ્યાન રાખવું કે તમારો જુના નંબર પરથી પણ whatsapp ડીલીટ ન કર્યું હોય. તમે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર whatsapp ના સેટિંગમાં જઈને ચેક કરી શકો છો. ત્યાં તમને તમારા પ્રોફાઈલ નામ નીચે નંબર જોવા મળી જશે.

Whatsapp પર આ રીતે change કરો ફોન નંબર

image source

1. તમારા ફોનમાં whatsapp ઓપન કરો

2. જો તમે iPhone યુઝર હોય તો Setting માં જાવ. અને એન્ડ્રોઇડ યુઝર હોય તો Setting મેનુ whatsapp માં ઉપરની તરફ ત્રણ ડોટ્સ મેનુ ને ટેપ કરવાથી ઓપન થશે

3. હવે અકાઉન્ટ વિકલ્પ પર ટેપ કરો અને બાદમાં Change numbar પર ક્લિક કરો

4. હવે તમને એક સ્ક્રીન દેખાશે જેમાં તમને એમ પૂછવામાં આવશે કે તમે નવા નંબર પર sms કે ફોન કોલ પ્રાપ્ત કરી શકશો કે કેમ ? પૃષ્ટિ કર્યા બાદ Next બટન પર ક્લિક કરો.

image source

5. હવે તમારા જુના અને નવા ફોન નંબર નાખો.

6. તમારા whatsapp નંબર બદલવા માટે ફાઇનલ સ્ટેપમાં જવા માટે Next પર ટેપ કરો

7. Whatsapp હવે તમને એમ પૂછશે કે શું તમે એમ ઇચ્છો છો કે તમારા કોન્ટેક્ટ્સને આ નવા whatsapp નંબર વિશે જાણ કરવામાં આવે ? આ અંતર્ગત તમને All contacts, Contacts I have chat with, અને custom numbers નો વિકલ્પ મળશે.

8. હવે Done પર ક્લિક કરવું

image source

9. હવે તમારે whatsapp નવા નંબર પર રજિસ્ટર કરવું પડશે, તમારે નવા નંબર પર રજીસ્ટ્રેશન પ્રોસેસ માટે sms કે ફોન કોલ દ્વારા 6 અંકનો કોડ મોકલવામાં આવશે

10. એક વખત રજિસ્ટર કર્યા બાદ તમારા નવા whatsapp પર જુના whatsapp ની ચેટ ઉપલબ્ધ થઇ જશે