આ દિવસે છે આ વર્ષની સૌથી પહેલી એકાદશી, જાણો આ છે શુભ મહુરત અને પૂજાવિધિ ની રીતો…

મિત્રો, આપણા શાસ્ત્રો મુજબ પોશ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને સફળા અગિયારસ તરીકે પણ ઓળખવામા આવે છે. અમુક ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે પ્રભુ નારાયણનુ વિશેષ પૂજન-અર્ચન કરો તો તમારા પર સદાય માટે પ્રભુની કૃપા રહે છે. આ ઉપરાંત જે લોકો તેમની પૂજા કરે છે, તેમની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જો કે, આ એકાદશીના વ્રતના અમુક નિયમોનો શાસ્ત્રોમા પણ ઉલ્લેખ કરવામા આવ્યો છે, જેનુ નિયમિત પાલન થવુ જોઈએ. તો ચાલો જાણીએ અગિયારસના દિવસે શું કરવું અને શું ના કરવું?

image source

આપણા શાસ્ત્રોમાં અગિયારસના દિવસે રાઈસ રાંધવા માટે મનાઈ ફરમાવવામા આવી છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ચોખા ખાવાથી મનુષ્ય યોનિમા જન્મ મળે છે. આ દિવસે તમારે રાઈસનો ઉપયોગ ભોજન માટે ના કરવો જોઈએ. આ ઉપરાંત આ દિવસે તમારે પ્રભુ નારાયણની પૂજા કરવી જોઈએ અને ખોરાક, વર્તન અને સાત્વિકતાનું પાલન કરવું જોઈએ.

image source

આ દિવસ દરમિયાન પતિ-પત્ની બ્રહ્મચર્યને અનુસરવુ જોઈએ. એવી માન્યતા છે કે, જો કોઈ વ્યક્તિ અગિયારસનુ ફળ સંપૂર્ણપણે મેળવવા ઇચ્છતુ હોય તો તેના માટે આ દિવસે કટુ શબ્દોનો ઉપયોગ ક્યારેય પણ ના કરવો જોઈએ. આ ઉપરાંત વાદ-વિવાદથી પણ દૂર રહેવુ જોઈએ. આ દિવસે વહેલા ઉઠીને ઈશ્વરની ઉપાસના કરવી અત્યંત શુભ માનવામા આવે છે.

image source

આ ઉપરાંત આ દિવસે દાન કરવાનુ પણ એક વિશેષ મહત્વ હોય છે. આ દિવસે જો શક્ય બને તો ગંગાસ્નાન અવશ્યપણે કરવુ જોઈએ. જો તમે વિવાહ સાથે સંકળાયેલ કોઈપણ સમસ્યાથી પીડાતા હોવ તો આ દિવસે કેસર, કેળા અથવા હળદરનુ દાન કરો. એવુ કહેવાય છે કે, આ દિવસે વ્રત રાખવાથી પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

શુભ મુહૂર્ત :

અગિયારસ તિથિનો પ્રારંભિક શુભ સમય : ૮ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ સાંજના ૯ વાગ્યે અને ૪૦ મીનીટે

અગિયારસ તિથિનો અંતિમ શુભ સમય : ૯ જાન્યુઆરી, ૨૦૨૧ ના રોજ સાંજે ૭ વાગ્યે અને ૧૭ મીનીટે

વ્રતકથા :

image source

આ વ્રતની કથા પ્રમાણે ચંપાવતી નગરીમાં માહિષ્મત નામના રાજવીના પાંચ પુત્રો હતા. તેમનો સૌથી મોટો પુત્ર ચારિત્ર્યહીન હતો અને હમેંશા દેવતાઓની નિંદા કરતો હતો. માંસભક્ષણ અને અન્ય અનેકવિધ પ્રકારના અનિષ્ટો પણ તેમા સમાવિષ્ટ હતા. જેથી રાજા અને તેના ભાઈઓએ તેને રાજ્યની બહાર કાઢી મુક્યો હતો. ત્યારબાદ તેણે પોતાના જ નગરમા લૂંટફાટ મચાવી હતી.

એક દિવસ તેને ચોરી કરતા સૈનિકોએ પકડી લીધો પરંતુ, તે રાજાના પુત્ર છે તેમ સમજીને તેને છોડી દીધો. ત્યારબાદ તે જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે રહેતો હતો. પોશ માસની ઠંડીના કારણે તે પ્રાણહીન જેવો લાગી રહ્યો હતો. બીજે દિવસે તે ભાનમાં આવ્યો. પછી તે ફળ લઈને જંગલમાંથી પાછા ફર્યા અને તમામ ફળોને વૃક્ષના મૂળમાં રાખ્યા અને કહ્યું, “લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ આ ફળોના ભોગથી પ્રસન્ન થાવ.

image source

ત્યારબાદ તેમણે આ અગીયારસના શુભ પ્રભાવથી પુત્રના આશીર્વાદ મેળવ્યા. આને કારણે લુમ્બકનું સારું મન થયું અને પછી તેના પિતાએ તેને રાજ્ય આપ્યું. તેમને મનોજ્ઞ નામનો પુત્ર હતો, જેમને પાછળથી રાજ્યની સત્તા સોંપી હતી અને પોતે વિષ્ણુ ભજનમાં લઈ જઈને મોક્ષ મેળવવામાં સફળ થયા હતા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ