આ રીતે ઉત્તરાયણમાં કરો તલનો ઉપયોગ, ધાર્મિક મહત્વ સાથે હેલ્થ માટે પણ છે બેસ્ટ

ઉત્તરાયણમાં તલનું મહત્વ વધારે છે એ વાતની જાણકારી આ કારણથી મળે છે કે તેને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ખરેખર શા માટે આ દિવસે તલનું મહત્વ ખાસ ગણવામાં આવે છે. નહીં ને તો આજે અમે આપને જણાવી રહ્યા છીએ કે ઉત્તરાયણના દિવસે પૂજામાં તલનું મહત્વ શા માટે વધારે રહે છે અને સાથે જ આ દિવસે તલ ખાવાનું શા માટે ઉત્તમ માનવામાં આવે છે.

image source

હિંદુ ધર્મમાં એક વિશેષ તહેવાર ગણાતો હોય તો તે ઉત્તરાયણનો છે. આ દિવસે લોકો ફક્ત પૂજા- પાઠ, સ્ન્ના કે દાન કરતા નથી પણ આ દિવસે તલ ખાવાની અને તેનું દાન કરવાની પણ ખાસ પ્રથા છે. આમ તો આ દિવસે તમે તલ સિવાય ચોખા, અડદની દાળ, શિંગ અને ગોળનું દાન કરો તો તેનું ખાસ મહત્વ રહે છે. પરંતુ તલનું ખાસ મહત્વ છે. લોકો કોઈ ચીજ ખાય કે ન ખાય પણ આ દિવસે ખાસ કરીને તલને કોઈને કોઈ રીતે ખોરાકમાં ચોક્કસથી સામેલ કરે છે. ઉત્તરાયણમાં તલનું મહત્વ વધારે છે એ વાતની જાણકારી આ કારણથી મળે છે કે તેને તિલ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે.

શનિ માટે મહત્વના છે તલ

image source

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ માટે આ તહેવારને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. આ સાથે મકરના સ્વામી શનિ દેવ છે. સૂર્ય અને શનિ દેવ ભલે પિતા પુત્ર છે પણ છતાં તેઓ પરસ્પર દુશ્મની રાખે છે. એવામાં જ્યારે સૂર્ય દેવ શનિના ઘરમાં પ્રવેશ કરે છે તો તલની હાજરીના કારણે શનિ તેમને કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી.

ઘટે છે શનિની નકારાત્મક અસર

image source

જેમ કે આપણે સૌ જાણીએ છીએ તેમ શનિની પ્રિય વસ્તુ છે. શનિ વ્યક્તના જન્મ પહેલાંના પાપનું પ્રાયશ્ચિત કરાવે છે. માનવામાં આવે છે કે આ દિવસે જો તલનું દાન અને તેનું સેવન કરાય તો તેનાથી શનિ દેવ પ્રસન્ન થઈ જાય છે અને તેનો દુષ્પ્રભાવ ઘટે છે. જે લોકો આ દિવસે તલનું સેવન અને દાન કરે છે તેઓની પર શનિ દેવ પ્રસન્ન થાય છે અને તેમના કષ્ટ ઘટે છે. તેમનો રાહુ અને શનિ દોષ ઘટી શકે છે.

મળે છે વિષ્ણુની વિશિષ્ટ કૃપા

image source

શનિ દેવની સિવાય સૃષ્ટિના પાલનહાર માનવામાં આવતા વિષ્ણુજીને પણ તલ પ્રિય છે. માન્યતા છે કે તલની ઉત્ત્પત્તિ ભગવાન વિષ્ણના શરીરથી થઈ છે અને સાથે તલનો ઉપયોગ આ દિવસે કરાય તો તેનાથી દરેક પ્રકારના પાપથી મુક્તિ મળે છે. સાથે વ્યક્તિને વિષ્ણુની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે.

સ્વાસ્થ્ય વર્ધક છે તલ, જાણો લાભ

image source

તલને આ દિવસે અને ખાસ કરીને ઠંડીમાં સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. તેમાં કોપર, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, ઝિંક, પ્રોટીન, કેલ્શિયમ, બી કોમ્પલેક્સ અને કાર્બોહાઈડ્રેટ હોય છે. તેના સિવાય તેમાં એન્ટી ઓક્સીડન્ટ્સ પણ હોય છે જે બીમારીની સારવારમાં મદદ કરે છે. આ સિવાય તલ પાચન ક્રિયાને પણ સારી રાખીને શરીરને નિરોગી રાખવામાં મદદ કરે છે.

સીઝનને માટે અનૂકૂળ રહે છે

ઉત્તરાયણના દિવસે દર વર્ષે જાન્યુઆરીમાં તહેવાર ઉજવાય છે.આ સમયે સીઝન ઘણી ઠંડી હોય છે. તલની તાસીર ગરમ હોવાથી તે શિયાળાની સીઝનમાં તમને ગરમી આપે છે અને શરીરનું તાપમાન જાળવી રાખે છે. તે શરીરના ઉર્જા સ્તરને બેલેન્સ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત