આ રીતે ધોઈ લો તમારા ગરમ કપડાં, વધી જશે તેની ચમક અને રહેશે નરમ

શિયાળાની સીઝનની ગુલાબી ઠંડી શરૂ થઇ રહી છે ત્યારે તમે પણ તમારા કબાટમાંથી તમારા સ્વેટર્સ, શોલ, સ્કાર્ફ અને જેકેટ કાઢી લીધા હશે. શક્ય છે કે તેમાં થોડી સ્મેલ આવી રહી હોય. તમે તેને એક દિવસ તડકે રાખો. આ સ્મેલ ગાયબ થઇ જશે. આજે અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લાવ્યા છીએ જે તમારા ગરમ કપડાં ધોવાના કામને સરળ બનાવે છે. આ નાની વાતો તમારા ઊની કપડાંને ચમક આપી તેનો રંગ પણ નિખારે છે. જો તમે આ સરળ રીતનો ઉપયોગ કરશો તો તમારો સમય પણ બચશે અને સાથે જ તમે રાહત પણ અનુભવી શકશો.

ગરમ કપડાંની ચમક સાચવવા માટે કામની છે આ વોશિંગ ટિપ્સ

image source

– ગરમ કપડાં ધોવા માટે ડિર્ટજન્ટ કે સાબુ વાપરવાના બદલે બજારમાં મળતા ખાસ પ્રકારના લિક્વિડ સોપ વાપરો. ગરમ પાણીમાં ન ધોવો. તેનાથી ગરમ કપડાંનું ઊન ખરાબ થાય છે. ધોતા પહેલાં પલાળો અને મસળીને ધોવો. સૂકવતાં પહેલાં સારી રીતે નીચોવો.

image source

– વોશિંગ મશીનમાં ઊની કપડાં ધોવો છો તો હાર્ડ ડિર્ટજન્ટ ન વાપરો. તમે આ સમયે બેબી શેમ્પૂનો ઉપયોગ કરી શકો છો. ગરમ કપડાં ભૂલથી ડ્રાયરમાં ન નાંખો, તે ખરાબ થશે. તેને કુદરતી રીતે સૂકવો તે સારું છે.

– ગરમ કપડાંનો કલર ઉતરતો હોય તો લાઇટ અને ડાર્ક સ્વેટર્સ કે શોલ અલગ રાખો. તેનાથી ગરમ કપડાંની ચમક સચવાય છે અને સારા ધોવાય છે.

image source

– ગરમ કપડાંને નીચોવીને ઝાટકીને સૂકવો, પછી તેને ઊંધા કરીને તાર પર નાંખો. ક્યારેય પણ વધારે તડકામાં ન સૂકવો. તેમ કરવાથી તેનો રંગ ફેડ થઈ જાય છે. તેની સાઇડને થોડી વારે બદલતા રહો.

image source

– જો તમે હાથથી ગરમ કપડાં ધોવો છો તો તેને થોડીવાર સાબુને બદલે વિનેગરમાં પલાળો. તેનાથી રંગ અને ચમક આવે છે. તે હાથની મહેનત ઓછી થવાની સાથે મેલ સારી રીતે સાફ થઈ જાય ચે.

image source

– રોજ વપરાશમાં લેવાતા ગરમ કપડાં અઠવાડિયે એકવાર ધોવો. તે મેલું થાય તેની રાહ ન જોવો. ઠંડા પાણીમાં વૂલન ડિર્ટજન્ટ નાંખીને હાથથી ધૂઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત