2021માં આ તારીખોએ યોજાશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, જાણી લો તારીખો અને દિવસ પણ

હાલમાં જ 14 ડિસેમ્બરે વર્ષ 2020નું છેલ્લું સૂર્યગ્રહણ યોજાયું હતું. હવે નવા વર્ષ 2021ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવા વર્ષને ક્યારે કયા તહેવારો આવે છે તે જાણી લેવું પણ જરૂરી બન્યું છે. તો જાણો નવા વર્ષે ક્યારે ક્યારે સૂર્ય ગ્રહણ છે અને ક્યારે ચંદ્રગ્રહણ.

Grahan 2021: साल 2021 के चंद्र ग्रहण और सूर्य ग्रहण की लिस्ट.
image source

વર્ષ 2021માં આ 2 દિવસોએ યોજાશે સૂર્ય ગ્રહણ

10 જૂન 2021

image source

નવા વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ 10 જૂનથી શરૂ થશે. જો કે ભારતમાં આ ગ્રહણને આંશિક રીતે જોઈ શકાશે. જ્યારે ઉત્તર અમેરિકાના ઉત્તરી ભાગ,યૂરોપ અને એશિયામાં આંશિક રીતે જોવા મળશે. તો ઉત્તરી કેનેડા, રશિયા અને ગ્રીનલેન્ડમાં પૂર્ણ સૂર્ય ગ્રહણ જોઈ શકાશે.

4 ડિસેમ્બર 2021

image source

આ દિવસે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ યોજાશે. આ વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ હશે. તેને એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ અમેરિકામાં જોઈ શકાશે. તેને ભારતમાં જોઈ શકાશે નહીં. એટલે કે અહીં સૂર્ય ગ્રહણની દ્રશ્યતા જરાય નહીં જોવા મળે.

વર્ષ 2021માં આ 2 દિવસોએ યોજાશે ચંદ્ર ગ્રહણ

26 મે 2021

image source

વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ 26 મેના રોજ યોજાશે. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે. તેને પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર અને અમેરિકામાં પૂર્ણ ચંદ્રની જેમ જોવા મળશે. ભારતમાં તે ઉપચ્છાયા ગ્રહણની જેમ જોવા મળશે. આ બપોરે લગભગ 2.17 મિનિટથી લઈને સાંજે 7.19 મિનિટ સુધી રહેશે.

19 નવેમ્બર 2021

વર્ષ 2021ના અંતમાં એટલે કે 19 નવેમ્બરે અંતિમ ચંદ્ર ગ્રહણ થશે. આ આંશિક ગ્રહણ હશે. આ ગ્રહણનો સમય બપોરે 11.30થી લઈને સાંજના 5.33 મિનિટ સુધીનો રહેશે. આ સિવાય આ ચંદ્ર ગ્રહણ ભારતના સિવાય અમેરિકા, ઉત્તરી યૂરોપ, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરમામં પણ જોઈ શકાશે.

image source

તો આ 4 દિવસોને તમારી ડાયરીમાં નોંધી લો અને સૂર્ય અને ચંદ્ર ગ્રહણને યાદ રાખી લો. આ તારીખો અને સમયની મદદથી તમે સૂતકનો સમય પણ જાણી શકશો અને તમારું કામ સરળ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત